Not Set/ સુશાંત સિંહ કેસમાં તેના ખાસ મિત્ર સિદ્ધાર્થ પિઠાનીની ધરપકડ, એનસીબીએ કરી કાર્યવાહી

સુશાંતના ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાનીને આ જ કેસની તપાસ દરમિયાન ગયા વર્ષે જૂનમાં ધરપકડ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર NCB દ્વારા તેની ઘણી વખત પૂછપરછ કરવામાં આવી હતી અને સંતોષકારક જવાબો નહી આપી શકવાને કારણે તેની ધરપકડ કરવામાં આવી છે.

Top Stories Entertainment
corona 2 5 સુશાંત સિંહ કેસમાં તેના ખાસ મિત્ર સિદ્ધાર્થ પિઠાનીની ધરપકડ, એનસીબીએ કરી કાર્યવાહી

સુશાંત સિંહ રાજપૂત મર્ડર કેસમાં તેના નિકટનાં મિત્ર સિદ્ધાર્થ પિઠાની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB ) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સિદ્ધાર્થ પીઠાની પર સુશાંતને ડ્રગ્સ સપ્લાય કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. સિદ્ધાર્થ પીઠાનીની હૈદરાબાદમાં ધરપકડ કરવામાં આવી છે અને NCBની  ટીમ તેને મુંબઈ લાવી રહી છે.

સુશાંતના ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાનીને આ જ કેસની તપાસ દરમિયાન ગયા વર્ષે જૂનમાં ધરપકડ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર NCB દ્વારા તેની ઘણી વખત પૂછપરછ કરવામાં આવી હતી અને સંતોષકારક જવાબો નહી આપી શકવાને કારણે તેની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ સુશાંતની પ્રથમ પુણ્યતિથિ પહેલા જ કરવામાં આવી છે. આ અગાઉ CBI પણ પિઠાનીની  પૂછપરછ કરી ચુકી છે. સપ્ટેમ્બર 2020 માં, સીબીઆઈ દ્વારા તેમની પૂછપરછ ઘણા દિવસોથી કરવામાં આવી હતી. સુશાંતની ડેડબોડી 14 જૂન 2020 ના રોજ તેના એપાર્ટમેન્ટમાંથી મળી હતી. એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેણે આત્મહત્યા કરી છે, જોકે આ કેસની તપાસ ચાલી રહી છે.

 

થોડા દિવસો પહેલા જ સિદ્ધાર્થ પિઠાની એ કરી છે સગાઇ 
થોડા દિવસો પહેલા સિદ્ધાર્થ પિઠાનીએ સગાઈ કરી હતી. અને તેમની સગાઈના ફોટા પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ પછી સુશાંત સિંહ રાજપૂતના ચાહકોએ તેમને ખૂબ ટ્રોલ કર્યા. તસવીર શેર કરતી વખતે સિદ્ધાર્થ પિઠાનીએ જસ્ટ એન્ગેજ્ડ લખ્યું. આ તસવીરમાં તે તેની મંગેતરથી ખૂબ ખુશ જોવા મળી રહ્યો હતો.

News 24X7 Plus | Sushant Singh Rajput Case: Siddharth Pithani arrested close to actor in drug case, is the first death anniversary on June 14

ગયા વર્ષે જ્યારે સુશાંત સિંહ રાજપૂત તેના મુંબઇના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો, ત્યારે તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને સિદ્ધાર્થ પિઠાનીએ આ કેસમાં ઘણા પ્રશ્નો ઉભા કર્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિદ્ધાર્થ પિથાનીએ વ્યક્તિ છે કે જેમણે સુશાંતને પહેલીવાર ફેન પર લટકતો જોયો હતો. આ સિવાય સુશાંતને ડ્રગ્સ આપવાનો પણ આરોપ મુકાયો છે.

કોણ છે સિદ્ધાર્થ પિથાની?
સિદ્ધાર્થ પિઠાની સુશાંત સિંહ રાજપૂતનો ફ્લેટમેટ  હતો અને સુશાંતના મૃત્યુ સમયે  હાજર 4 સભ્યોમાંનો એક હતો. સીબીઆઈની તપાસમાં જ્યારે સિમર્થ મીઠાંડા અને પૂર્વ મેનેજર દિપેશ સાવંતની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં સિદ્ધાર્થ પિઠાની પણ હતા. ત્રણેયએ કબૂલાત કરી હતી કે સુશાંતના ઘરેથી ઘણા મહત્વપૂર્ણ ડેટા લેપટોપ, કમ્પ્યુટર અને અન્ય ઉપકરણોમાંથી ડીલીટ કરવામાં આવ્યા હતા.