Not Set/ અભિનેત્રી કંગનાએ જાવેદ અખ્તર સામે દાખલ કર્યો કાઉન્ટર કેસ, આ મામલાની સુનાવણી 15 નવેમ્બર સુધી ટળી

કંગના અને જાવેદ અખ્તર આજે મુંબઈના અંધેરીમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં હાજર થયા. જ્યાં કંગના CRPF ની સુરક્ષા ટીમ સાથે પહોંચી હતી…

Entertainment
જાવેદ અખ્તર

અભિનેત્રી કંગના રનૌત આજે ગીતકાર જાવેદ અખ્તર દ્વારા દાખલ કરાયેલા માનહાનિના કેસમાં અંધેરી કોર્ટમાં હાજર થઈ હતી. કેસની સુનાવણી 15 નવેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી છે. અભિનેત્રીના વકીલે આ મામલે ટ્રાન્સફર અરજી દાખલ કરી છે, જેની સુનાવણી 1 ઓક્ટોબરે થશે.

આ પણ વાંચો :બપ્પી લહેરીએ તેમના સ્વાસ્થ્ય અંગે ફેલાઈ રહેલી અફવા પર વ્યક્ત કર્યું દુઃખ

વળી, કંગના રનૌતે સોમવારે ગીતકાર જાવેદ અખ્તર સામે મુંબઈની એક કોર્ટમાં ખંડણી અને ગુપ્તતાના ભંગનો આરોપ લગાવ્યો હતો. આ ફરિયાદ રાજ્યસભાના પૂર્વ સાંસદ દ્વારા દાખલ કરવામાં આવેલા બદનક્ષીના દાવોના જવાબમાં હતી, જેમણે આરોપ લગાવ્યો હતો કે કંગનાએ ગયા વર્ષે એક ટીવી ચર્ચામાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનું નામ તેના મૃત્યુ પર ખેંચ્યું હતું.

કંગના અને જાવેદ અખ્તર આજે મુંબઈના અંધેરીમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં હાજર થયા. જ્યાં કંગના CRPF (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ) ની સુરક્ષા ટીમ સાથે પહોંચી હતી. કંગનાને ગયા અઠવાડિયે કોર્ટમાં સમન્સ પાઠવવામાં આવ્યું હતું, પરંતુ તે નાદુરસ્ત તબિયતને કારણે કોર્ટમાં હાજર રહી શકી નહોતી. તેણીને ચેતવણી આપવામાં આવી હતી કે જો તે આજની સુનાવણીમાં હાજર નહીં થાય તો તેની વિરુદ્ધ વોરંટ જારી કરવામાં આવશે.

આ પણ વાંચો :હવે સલમાન ખાનના જીવન પર બનશે ફિલ્મ, એક્ટરને લઈને સામે આવી શકે છે ઘણા રહસ્યો

ઉલ્લેખનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં, બોમ્બે હાઈકોર્ટે માનહાનિનો દાવો રદ કરવાની તેમની વિનંતીને ફગાવી દીધી હતી. તેમના વકીલ રિઝવાન સિદ્દીકીએ દલીલ કરી હતી કે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે તેમના ક્લાયન્ટ વિરુદ્ધ “કોઈ કારણ આપ્યા વગર” તપાસના આદેશ આપ્યા છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે શપથ હેઠળ જાવેદ અખ્તરના સાક્ષીઓની તપાસ કરવામાં આવી નથી.

a 253 અભિનેત્રી કંગનાએ જાવેદ અખ્તર સામે દાખલ કર્યો કાઉન્ટર કેસ, આ મામલાની સુનાવણી 15 નવેમ્બર સુધી ટળી

જાવેદ અખ્તરના વકીલ જય ભારદ્વાજે અરજીને ફગાવી દેવાની માગણી કરતા કહ્યું હતું કે “મેજિસ્ટ્રેટે અખ્તરની ફરિયાદની તપાસ કર્યા બાદ તપાસનો નિર્દેશ આપવાનું મન બનાવ્યું હતું.”

મેજિસ્ટ્રેટે 15 નવેમ્બરના રોજ આ કેસની આગળની સુનાવણી હાથ ધરવા કહ્યું છે. કંગના રનૌતે આ દરમિયાન વધુ એક અરજી દાખલ કરી હતી જેમાં જાવેદ અખ્તર પર બળજબરીથી વસૂલી, પ્રાઈવસી ભંગ સહિત અનેક આરોપો લગાવ્યા છે. કંગના રનૌતે પોતાની અન્ય એક અરજીમાં બંને કેસ અન્ય કોઈ કોર્ટમાં ટ્રાન્સફર કરવા વિનંતી કરી હતી. પહેલી ઓક્ટોબરના રોજ અંધેરીની કોર્ટમાં આ મામલે સુનાવણી થશે.

a 255 અભિનેત્રી કંગનાએ જાવેદ અખ્તર સામે દાખલ કર્યો કાઉન્ટર કેસ, આ મામલાની સુનાવણી 15 નવેમ્બર સુધી ટળી

આ પણ વાંચો :ટેક્સ ચોરીના આરોપો બાદ સોનુ સૂદનું પહેલું ટ્વીટ, જાણો શું કહ્યું અભિનેતાએ…

જણાવી દઈએ કે 2020ના વર્ષમાં કંગના રનૌતે એક ઈન્ટરવ્યુ દરમિયાન બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સાથે સંકળાયેલા કેસમાં વિવાદિત નિવેદન આપ્યું હતું. આ દરમિયાન તેણે જાવેદ અખ્તરને લઈ અનેક પ્રકારના આરોપો લગાવ્યા હતા. તેને લઈ જાવેદ અખ્તરે કંગના રનૌત પર માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. કોર્ટે અગાઉ પણ કંગનાને હાજર રહેવા કહેલું પરંતુ તે કોર્ટમાં હાજર નહોતી થઈ શકી. જોકે હવે કોર્ટના આકરા વલણ બાદ તે સોમવારે કોર્ટમાં રજૂ થઈ હતી અને કેસ ટ્રાન્સફર કરવા માગણી કરી હતી.

આ પણ વાંચો : શાહરૂખ ખાને શેર કર્યો ગણપતિ વિસર્જનનો ફોટો, તો યુઝર્સે યાદ અપાવ્યો ઘર્મ