ગુડ ન્યુઝ/ અભિનેત્રી પ્રિયંકા ચોપરા માતા બની, પોસ્ટની શેર કરી વ્યક્ત કરી ખુશી

બોલિવૂડમાં દેશી ગર્લ તરીકે જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરા માતા બની ગઈ છે, અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આ અંગેની માહિતી આપી હતી, અભિનેત્રી સરોગસી દ્વારા માતા બની હતી

Top Stories Trending Entertainment
16 8 અભિનેત્રી પ્રિયંકા ચોપરા માતા બની, પોસ્ટની શેર કરી વ્યક્ત કરી ખુશી

બોલિવૂડમાં દેશી ગર્લ તરીકે જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરા માતા બની ગઈ છે. અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આ અંગેની માહિતી આપી હતી. અભિનેત્રી સરોગસી દ્વારા માતા બની હતી. સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી આપતા તેમણે દરેકને પોતાની પ્રાઈવસી જાળવવાની અપીલ પણ કરી હતી.

અભિનેત્રીએ તેના એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને તેના ચાહકો સાથે આ સારા સમાચાર શેર કર્યા છે. થોડા સમય પહેલા શેર કરેલી આ પોસ્ટમાં અભિનેત્રીએ લખ્યું હતું કે, ‘અમને એ વાત જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અમે સરોગસી દ્વારા અમારા બાળકનું સ્વાગત કર્યું છે.’

અભિનેત્રીએ આગળ લખ્યું, ‘આ ખાસ અવસર પર અમે આદરપૂર્વક અમારા ચાહકો અમારી પ્રાઇવસીનું સન્નમાન કરશે તેવી ખાતરી છે. કારણ કે અમે આ સમયે અમારું ધ્યાન અમારા પરિવાર પર કેન્દ્રિત કરવા માંગીએ છીએ. આપ સૌનો આભાર.’

ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી ચર્ચા હતી કે પ્રિયંકા અને નિક વચ્ચેના સબંધો સારા નથી. પરંતુ આ વાત બહાર આવતા જ દરેક ચર્ચાઓ પર અંત આવી ગયો છે.