Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ અદાણી ગ્રૂપને 43,500 કરોડ રૂપિયાનો આંચકો, વિદેશી ભંડોળનાં એકાઉન્ટ્સ ફ્રીઝ

ભારત અને એશિયાનાં બીજા સૌથી શ્રીમંત ગૌતમ અદાણીને 43,500 કરોડ રૂપિયાનો આંચકો લાગ્યો છે.

June 14, 2021June 14, 2021hardik shah
Top Stories India

ભારત અને એશિયાનાં બીજા સૌથી શ્રીમંત ગૌતમ અદાણીને 43,500 કરોડ રૂપિયાનો આંચકો લાગ્યો છે. જણાવી દઇએ કે, નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડે ત્રણ વિદેશી ભંડોળ Albula Investment Fund, Cresta Fund અને APMS Investment Fund નાં ખાતાઓ ફ્રીઝ કરી દીધા છે. અદાણી ગ્રૂપની 4 કંપનીમાં તેમની પાસે 43,500 કરોડ રૂપિયાથી વધુનાં શેર છે. એનએસડીએલ વેબસાઇટ અનુસાર, આ એકાઉન્ટ્સ 31 મેથી અથવા તે પહેલાં ફ્રીઝ કરી દેવામાં આવ્યા હતા.

રાજકારણ / અરવિંદ કેજરીવાલ સાથે ઈશુદાન ગઢવીની મુલાકાત, થોડી ક્ષણોમાં થઇ શકે છે સત્તાવાર પુષ્ટી

આ સમાચાર પછી ભારતીય શેરબજારમાં અદાણી ગ્રુપની કંપનીઓમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. અદાણીની 6માંથી 5 કંપનીઓને આ સમાચાર બાદ લોઅર સર્કિટ લાગી ગયો. આ ત્રણેયની અદાણી એન્ટરપ્રાઇઝમાં 6.82 ટકા, અદાણી ટ્રાન્સમિશનમાં 8.03 ટકા, અદાણી ટોટલ ગેસમાં 5.92 ટકા અને અદાણી ગ્રીનમાં 3.58 ટકા હિસ્સો છે. કસ્ટોડિયન બેંકો અને વિદેશી રોકાણકારોનું સંચાલન કરતી કાયદાકીય સંસ્થાઓ અનુસાર, આ વિદેશી ભંડોળમાં ફાયદાકારક ઓનરશિપ વિશે સંપૂર્ણ માહિતી ન હોઇ શકે. જેના કારણે તેમના ખાતા સ્થિર થઈ ગયા છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ, ફાયદારકારક ઓનરશિપ વિશે સંપૂર્ણ માહિતી આપવી જરૂરી છે. એક અધિકારીએ કહ્યું કે સામાન્ય રીતે કસ્ટોડિયન તેમના ગ્રાહકોને આવી કાર્યવાહી વિશે ચેતવણી આપે છે, પરંતુ જો ભંડોળ આનો જવાબ આપશે નહીં અથવા તેનું પાલન ન કરે તો એકાઉન્ટ્સ ફ્રીઝ થઈ શકે છે. એકાઉન્ટ્સ ફ્રીઝ કરવાનો અર્થ એ છે કે ફંડ હાલની સિક્યોરિટીઝ વેચી શકશે નહીં અને નવી ખરીદી શકશે નહીં.

રાજકારણ / આખરે સત્તાવાર રીતે પાર્ટીનો ખેસ પહેરી ઈશુદાન ગઢવી AAP સાથે જોડાયા

આ સંદર્ભે એનએસડીએલ, સેબી અને અદાણી જૂથને મોકલવામાં આવેલા ઇમેઇલ્સનો કોઈ જવાબ મળ્યો નથી. Albula Investment Fund, Cresta Fund અને APMS Investment Fund સાથે સંપર્ક કરી શકાયો નથી. આ ત્રણ ભંડોળ સેબી સાથે વિદેશી પોર્ટફોલિયોનાં રોકાણકારો તરીકે નોંધાયેલા છે અને મોરેશિયસથી સંચાલન કરે છે. ત્રણેય લોકો પોર્ટ લૂઇમાં સમાન સરનામાં પર નોંધાયેલા છે અને તેમની કોઇ વેબસાઇટ નથી. કેપિટલ માર્કેટ્સ રેગ્યુલેટરે 2019 માં એફપીઆઈ માટે કેવાઈસી (KYC) ડોક્યુમેન્ટેશનને પીએમએલએ મુજબ કરી દીધુ હતુ. ફંડ્સને 2020 સુધી નવા નિયમોનું પાલન કરવા માટે સમય આપવામાં આવ્યો હતો. સેબીએ કહ્યું કે નવા નિયમોનું પાલન ન કરતા ભંડોળનાં એકાઉન્ટ્સ ફ્રીઝ કરવામાં આવશે. નવા નિયમો અનુસાર એફપીઆઈને કેટલીક વધારાની માહિતી પૂરી પાડવાની હતી. જેમા સામાન્ય માલિકીની જાહેરાત અને ફંડ મેનેજરો જેવા મુખ્ય કર્મચારીઓની વ્યક્તિગત વિગતોનો સમાવેશ થાય છે.

Post navigation

બેસણામાં બેસવા ગયા હતા બે જણા, અકસ્માતમાં બંનેએ જીવ ગુમાવ્યો
આપ સંયોજક અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં, અરવિંદ કેજરીવાલ પહોંચ્યા પ્રદેશ કાર્યાલય, ઢોલ નગારા સાથે સમર્થકોએ કર્યું સ્વાગત, અરવિંદ કેજરીવાલે કાર્યાલયનું કર્યું ઉદ્ઘાટન

More Posts

Jio Listing Celebration: ચોરવાડમાં 25 હજારથી વધુ ગ્રામજનો, સમૂહ ભોજન અને લોકડાયરો!

Gir Somnath News/ અંબાણી પરિવારની ખુશીમાં જોડાયું ચોરવાડ, જિયોના લિસ્ટિંગ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ

October 29, 2026Jaymin Dhiman

Somnath Mahadev/ CM ભૂપેન્દ્ર પટેલે સોમનાથમાં પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કર્યા, આવતીકાલે સોમનાથ મહોત્સવનો પ્રારંભ

February 24, 2025Yogesh Vaghela

Ahmedabad News/ AMCની સામાન્ય સભામાં આતંકીઓનો મુદ્દો ઉછળ્યો

November 22, 2025November 22, 2025Panara Mansi

Surat News/ સુરત: SMC ચકચારિત લીલ કૌભાંડ તમામ આરોપીઓ શંકાના લાભે નિર્દોષ

September 14, 2024Mansi Panara
ODI વર્લ્ડ કપ

Pakistan Cricket/ ODI વર્લ્ડ કપ માટે ભારત આવવા પર પાકિસ્તાનનું નિવેદન, નજમ સેઠીએ હવે સુરક્ષાનો ઉઠાવ્યો મુદ્દો

March 14, 2023Maya Sindhav

Not Set/ મુઝફ્ફરનગર : જ્વેલરી શોપનાં માલિક પર બે લોકોએ કર્યો હુમલો, લોકો રહ્યા મુક દર્શક, જુઓ વીડિયો

September 1, 2019September 2, 2019hardik shah

NEET exam/ સંસદની અંદર ‘NEET-NEET’ ના સૂત્રોચ્ચાર, NSUI બહાર રસ્તા પર પ્રદર્શન, દેખાવકારોની અટકાયત

June 24, 2024Nikunj Patel

Appeal/ PM નરેન્દ્ર મોદીએ ‘હર ઘર તિરંગા’ અંતર્ગત દેશવાસીઓને કરી આ અપીલ,જાણો

July 22, 2022mustak malik

Not Set/ સદીના ભયાનક પૂરથી ઝઝૂમતા કેરળમાં ઓણમ તહેવારની થઇ શરૂઆત, PMએ કહ્યું, સમગ્ર દેશ છે તમારી પડખે

August 25, 2018August 25, 2018Harshid Patel
ડિજિટલ અરેસ્ટ

Ahmedabad News/ અમદાવાદમાં ‘ડિજિટલ અરેસ્ટ’ની ઠગાઈ: 84 વર્ષીય વડીલને 42 લાખનો ચૂનો, 1.5 કરોડ બચ્યા

December 13, 2025December 13, 2025Maya Sindhav
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy