Gir Somnath News/ અંબાણી પરિવારની ખુશીમાં જોડાયું ચોરવાડ, જિયોના લિસ્ટિંગ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ

Jio Listing Celebration: ગીર સોમનાથના ચોરવાડમાં જિયો પ્લેટફોર્મ્સના લિસ્ટિંગની ઉજવણીમાં 25 હજારથી વધુ ગ્રામજનોએ સમૂહ ભોજન માણ્યું. લોકડાયરામાં રાજભા ગઢવી અને ઉર્વશી રાદડિયાએ રંગ જમાવ્યો.

Gujarat Top Stories Breaking News
Jio Listing Celebration: ચોરવાડમાં 25 હજારથી વધુ ગ્રામજનો, સમૂહ ભોજન અને લોકડાયરો!

Gir Somnath News: ગીર સોમનાથ જિલ્લાના ચોરવાડમાં ધીરુભાઈ અંબાણીના (Jio Listing Celebration) વતન ખાતે જિયો પ્લેટફોર્મ્સના પબ્લિક ઇશ્યૂના લિસ્ટિંગની ખુશીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 25 હજારથી વધુ ગ્રામજનો માટે સમૂહ ભોજનનું આયોજન કરાયું હતું, ત્યારબાદ લોકડાયરામાં જાણીતા લોકસાહિત્યકારો અને કલાકારોએ પોતાની પ્રસ્તુતિથી માહોલ જમાવ્યો હતો. કાર્યક્રમમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સ ડિરેક્ટર અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Jio Listing Celebration: ‘જિયો દ્વારા ધીરુભાઈનું સ્વપ્ન સાકાર થયું’

કાર્યક્રમને સંબોધતાં પરિમલ નથવાણીએ (Parimal Nathwani) જણાવ્યું હતું કે ધીરુભાઈ અંબાણીએ રિલાયન્સ અને જિયો માટે જોયેલાં સપનાંને મુકેશ અંબાણી તથા તેમનાં સંતાનો આકાશ, ઈશા અને અનંત અંબાણી આગળ વધારી રહ્યાં છે. તેમના જણાવ્યા મુજબ, જિયો પ્લેટફોર્મ્સનું ઐતિહાસિક લિસ્ટિંગ અંબાણી પરિવાર માટે જ નહીં, પરંતુ દેશ માટે પણ ગૌરવની બાબત છે.

નથવાણીએ વધુમાં જણાવ્યું કે રિલાયન્સના શરૂઆતના જાહેર ઇશ્યૂ વખતે રોકાણકારોએ ધીરુભાઈ પર જે વિશ્વાસ મૂક્યો હતો, તે વિશ્વાસ આજે પણ અંબાણી પરિવાર પ્રત્યે જોવા મળે છે. જિયોના લિસ્ટિંગને તેમણે આ વિશ્વાસ અને કંપનીની પ્રગતિના પ્રતીક તરીકે રજૂ કર્યું હતું.

ચોરવાડ સાથે અંબાણી પરિવારનો જૂનો સંબંધ યાદ કર્યો

પોતાનાં સંસ્મરણો વાગોળતાં નથવાણીએ વર્ષ 1995માં ધીરુભાઈ અંબાણી (Dhirubhai Ambani Birthplace) અને કોકિલાબેન સાથે ચોરવાડ તથા કુકસવાડાની ત્રણ દિવસની મુલાકાતને યાદ કરી હતી. તેમણે ધીરુભાઈના વતન સાથેના સંબંધો અને ગામના લોકો સાથેના તેમના જોડાણનો ઉલ્લેખ કર્યો હતો.

તેમણે જણાવ્યું કે ધીરુભાઈએ રિલાયન્સના જાહેર ઇશ્યૂ દરમિયાન ચોરવાડના લોકોને પણ શેરધારક બનવાની તક આપી હતી અને તેમની ખુશીઓમાં સહભાગી બનવાનો પ્રયાસ કર્યો હતો. તેમના મતે, જિયો પ્લેટફોર્મ્સની સફળતાની ઉજવણી વતનના લોકો સાથે કરવી એ પણ આ પરંપરાને આગળ વધારવાનો એક પ્રયાસ છે.

શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે મળેલી સુવિધાઓનો ઉલ્લેખ

નથવાણીએ ચોરવાડ અને આસપાસના વિસ્તારોમાં અંબાણી પરિવાર દ્વારા ઊભી કરવામાં આવેલી વિવિધ સુવિધાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમાં વર્ષ 2017થી કાર્યરત ધીરુભાઈ અંબાણી મેડિકલ અને કમ્પ્યુટર સેન્ટર, શ્રી એચ.જી. અંબાણી ગર્લ્સ હાઈસ્કૂલ તથા કુકસવાડામાં નવી બનાવાયેલી શ્રી એચ.જી. અંબાણી હાયર સેકન્ડરી સ્કૂલનો સમાવેશ થાય છે.

કાર્યક્રમના અંતે તેમણે આ ઉજવણીમાં ભાગ લેવાની તક આપવા બદલ અંબાણી પરિવારનો આભાર માન્યો હતો. સાથે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ રિલાયન્સ અને અંબાણી પરિવાર વતી આભાર વ્યક્ત કર્યો હતો.

લોકડાયરામાં રાજભા ગઢવી અને ઉર્વશી રાદડિયાની રમઝટ

સમૂહ ભોજન બાદ યોજાયેલા લોકડાયરામાં જાણીતા લોકસાહિત્યકાર રાજભા ગઢવી અને ઉર્વશી રાદડિયાએ પોતાની આગવી શૈલીમાં લોકસાહિત્ય અને સંગીતની પ્રસ્તુતિ કરી હતી. તેમની રજૂઆતોને પગલે મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રોતાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. હાસ્ય કલાકાર હિતેશ અંટાળાએ તળપદી ભાષામાં હાસ્યરસ પીરસીને લોકોને હસાવ્યા હતા.

આ કાર્યક્રમમાં સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિતના મહેમાનો પણ હાજર રહ્યા હતા. ચોરવાડમાં યોજાયેલી આ ઉજવણીમાં સમૂહ ભોજન અને લોકસંસ્કૃતિના કાર્યક્રમો (Chorwad Community Feast) દ્વારા જિયોના લિસ્ટિંગની ખુશી ગ્રામજનો સાથે વહેંચવામાં આવી હતી.


આ પણ વાંચો: જિયો પ્લેટફોર્મ્સના IPOએ રચ્યો વિશ્વવિક્રમ, એક કરોડથી વધુ અરજીઓનો ઐતિહાસિક આંકડો

આ પણ વાંચો: MyJio એપ પરથી ગાયબ થયો જિયોનો બજેટ પ્લાન, જાણો હવે યુઝર્સ પાસે કયા વિકલ્પો છે?

આ પણ વાંચો: દેશમાં ઠેર-ઠેર જિયોનું સર્વર ડાઉન:મોબાઇલ નેટવર્ક, ઇન્ટરનેટ અને કોલિંગમાં સમસ્યાઓ 15 હજારથી વધુ ફરિયાદ, સોશિયલ મીડિયા પર યુઝર્સે રોષ ઠાલવ્યો