adhir ranjan chowdhury/ અધીર રંજન ચૌધરીએ “વન નેશન,વન ઈલેક્શન”ની કમિટીમાં સામેલ ન થવાનું જણાવ્યું કારણ

વન નેશન, વન ઈલેક્શન(One Nation One Election Committee)ની કમિટીમાં સામેલ થવાના દાવા અને અસ્વીકારના સમાચાર વચ્ચે લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ આ મામલે સ્પષ્ટતા કરી છે. પહેલા સહમત અને હવે નકારવાના સવાલ પર અધીર રંજન ચૌધરીએ કહ્યું છે કે, “જો સરકારના જુઠ્ઠાણાનું પોટલું સાચું હોત તો દેશ બદલાઈ ગયો હોત. સરકારના સૂત્રો કોણ છે? […]

Top Stories India Politics
Adhir Ranjan 1 અધીર રંજન ચૌધરીએ "વન નેશન,વન ઈલેક્શન"ની કમિટીમાં સામેલ ન થવાનું જણાવ્યું કારણ

વન નેશન, વન ઈલેક્શન(One Nation One Election Committee)ની કમિટીમાં સામેલ થવાના દાવા અને અસ્વીકારના સમાચાર વચ્ચે લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ આ મામલે સ્પષ્ટતા કરી છે. પહેલા સહમત અને હવે નકારવાના સવાલ પર અધીર રંજન ચૌધરીએ કહ્યું છે કે, “જો સરકારના જુઠ્ઠાણાનું પોટલું સાચું હોત તો દેશ બદલાઈ ગયો હોત. સરકારના સૂત્રો કોણ છે? તેઓ કેમ આગળ આવીને વાત કરતા નથી. હું નિડર છું,ચૂપ નથી.”

કોંગ્રેસના નેતા અધીર રંજને કહ્યું કે,”મને 31 ઓગસ્ટે રાત્રે 11 વાગે પીએમના અગ્ર સચિવ પીકે મિશ્રાનો કોલ આવ્યો કે કમિટી વિશે માહિતી આપવા માટે. ત્યારે મેં કહ્યું, કાગળ જોયા પછી હું મારો અભિપ્રાય આપીશ.” અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, કોઈ મંત્રીએ નહીં પરંતુ એક બાબુએ ફોન કર્યો હતો. પોતાની વાત પર ભાર મૂકતાં તેણે કહ્યું, “પૅગાસસ સાથે તપાસ કરો કે અમારી સાથે શું થયું છે? જરૂર પડે તો અમને જેલમાં મોકલો.”

શું છે આ સમગ્ર મામલો

વન નેશન, વન ઈલેક્શનને લઈને કમિટીમાં ખડગેનું નામ હોવાના કારણે ઘણા વિપક્ષી નેતાઓએ વિરોધ કર્યો હતો. આ દરમિયાન કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ આ મામલે નારાજગી વ્યક્ત કરી હતી અને ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને સમિતિમાંથી પોતાનું નામ પાછું ખેંચ્યું હતું. આ વચ્ચે સૂત્રોને ટાંકીને દાવો કરવામાં આવ્યો હતો કે અગાઉ અધીર રંજન ચૌધરી સમિતિમાં જોડાવા માટે સંમત થયા હતા.

સમિતિના અધ્યક્ષ પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદ

સરકારે શનિવારે (2 સપ્ટેમ્બર) આઠ સભ્યોની ઉચ્ચ-સ્તરીય કમિટીની રચના કરતી સૂચના બહાર પાડી હતી, જેનું નેતૃત્વ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરશે. નોટિફિકેશન જારી થયાના કલાકો બાદ લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કેન્દ્રીય મંત્રી અમિત શાહને પત્ર લખીને સમિતિના સભ્ય બનવાનો ઇનકાર કર્યો હતો. અધીર એકમાત્ર વિપક્ષી નેતા હતા જેમને આ સમિતિમાં સામેલ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Priyank Kharge/ આગમાં ઘી હોમાયું…! હવે કોંગ્રેસ અધ્યક્ષના પુત્ર પ્રિયંક ખડગેએ “સનાતન ધર્મ” પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું

આ પણ વાંચો: G-20 Preparations/ ડેકોરેશન અને સુરક્ષાથી લઈને મહેમાનોના રહેવા સુધીની સંપૂર્ણ વ્યવસ્થા,જાણો G-20ની તૈયારીઓ અંગે આ 20 અપડેટ્સ

આ પણ વાંચો: Uttar Pradesh/ નફરત ફેલાવવાનું કારસ્તાન…! મુસ્લિમ યુવકના કપાળ પર છરી વડે ‘જય ભોલેનાથ’ લખી નાખ્યું