Not Set/ ચાણક્યની આ નીતિઓને અપનાવો, સફળ થશે તમારું જીવન…

આચાર્ય ચાણક્યની નીતિ આપને ઘણું શીખવે છે. ચાણક્યને એક મહાન આશ્રયદાતા અને સંચાલક માનવામાં આવે છે. તેમના શબ્દો હજુ પણ તેટલા સચોટ છે જેટલા તે તેમના સમયમાં હતા. જો આપણે ચાણક્યની નીતિ અનુસાર કાર્ય કરીએ અને તેમના કોઈ પણ નિવેદનોનું પાલન કરીએ તો, આપણે જરૂર સફળ થઈએ. અહીં ચાણક્યની નીતિના કેટલાક વિશિષ્ટ લક્ષણો છે જેના […]

Lifestyle

આચાર્ય ચાણક્યની નીતિ આપને ઘણું શીખવે છે. ચાણક્યને એક મહાન આશ્રયદાતા અને સંચાલક માનવામાં આવે છે. તેમના શબ્દો હજુ પણ તેટલા સચોટ છે જેટલા તે તેમના સમયમાં હતા. જો આપણે ચાણક્યની નીતિ અનુસાર કાર્ય કરીએ અને તેમના કોઈ પણ નિવેદનોનું પાલન કરીએ તો, આપણે જરૂર સફળ થઈએ. અહીં ચાણક્યની નીતિના કેટલાક વિશિષ્ટ લક્ષણો છે જેના દ્વારા સફળતા પ્રાપ્ત કરી શકાય છે. કોઈ પણ કાર્ય કરતી વખતે, આ વસ્તુઓની કાળજી લેવી જોઈએ-

સમય કેવો છે

જ્યારે પણ કોઈ વ્યક્તિ કોઈ પણ કાર્ય શરૂ કરે છે ત્યારે એ કરતી વખતે તેને એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે મારો સમય કેવો ચાલી રહ્યો છે. સમજુ વ્યક્તિ તે જ કેહવાઈ જે સમયને ઓળખી શકે છે. જો સમય સારો છે તો વ્યક્તિએ સારા કામ કરવા જોઈએ. પરંતુ જો ખરાબ સમય ચાલતો હોય તો તેમનું કામ કરતી વખતે ધીરજ રાખવી જોઈએ. સૌથી ખરાબ સમય માં વ્યક્તિ ધીરજને છોડી દે છે, તો તે પોતાનુંજ નુકશાન કરી રહ્યો છે.

તમારો કોણ અને કેવો મિત્રો છે

ચાણક્ય મુજબ, કોઈ મિત્ર પસંદ કરતી વખતે વ્યક્તિએ હંમેશા સાવચેતી રાખવી જોઈએ. વ્યક્તિને તેના મિત્ર કોણ છે તે ઓળખવા માટે શક્તિ હોવી જોઈએ અને મિત્રના રૂપમાં દુશ્મન કોણ છે. વ્યક્તિ તેના સીધા દુશ્મનો થી તો સાવચેત રહેતો જ હોય છે પરંતુ મિત્રના રૂપમાં દુશ્મન વિશે સાવચેત રેહવું જોઈએ. તે જ સમયે, સાચા મિત્રોને ઓળખો અને તેમની મદદ લેવી જોઈએ અને તેઓને જ્યારે જરૂર પડે ત્યારે તેમને તમારે મદદ કરવી જોઈએ.

આવક અને ખર્ચનો યોગ્ય ગુણોત્તર

ચાણક્ય મુજબ સમજદાર અને હોશયાર વ્યક્તિ એ જ છે જે પોતાની અવાક અને ખર્ચનો સંપૂર્ણ હિસાબ રાખે છે. વ્યક્તિએ તેની આવક અનુસાર ખર્ચ કરવો જોઈએ. જે લોકો આવક કરતાં વધુ ખર્ચ કરે છે તેઓ ઘણી વાર મુસીબત માં પડી જતા હોય છે. વ્યક્તિએ તેની આવક પ્રમાણે થોડું થોડું બચાવીને રાખવું જોઈએ.

તમારી ક્ષમતાને ઓળખો

ચાણક્ય ના કેહવા પ્રમાણે તમારી પાસે કેટલી ક્ષમતા છે તેની કાળજી લેવી પડે. આપણે હંમેશા આપણી ક્ષમતા પ્રમાણે જ કામ કરવું જોઈએ. ક્ષમતા થી વધારે કામ હાથ માં લેવાથી પોતાને નિષ્ફળ સાબિત કર્યે છી અને સાથે સાથે બધા ના ભરોસા ને પણ તમે ગુમાવી બેસો છો.