Not Set/ પરદેશની ધરા પર દુર્ગા પૂજાની આરાધના…

લંડનમાં ‘કામદેન દુર્ગા પૂજા’ યુરોપમાં કરવામાં આવતી સૌથી જૂની દુર્ગા પૂજા છે. આ પૂજા 1963માં શરૂ થઈ હતી. આ વર્ષે 59મો મહાઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે

Dharma & Bhakti Navratri 2022
1 5 પરદેશની ધરા પર દુર્ગા પૂજાની આરાધના...

સ્વિત્ઝર્લેન્ડમાં છેલ્લા 17 વર્ષથી સ્વિસપૂજાના નામે મા દુર્ગાની પૂજા સેલિબ્રેટ કરવામાં આવે છે. સ્વિસપૂજા કમિટીની મેમ્બર કમલિકા ચક્રવર્તીના જણાવ્યા પ્રમાણે, આ પૂજા 5 દિવસો સુધી ચાલે છે. હિન્દી કેલેન્ડરની તિથિ અને સમય પ્રમાણે છઠ્ઠથી લઈને દશેરા સુધી પૂજા થાય છે. દેવીના દર્શન માટે 800થી 1000 લોકો રોજ આવે છે. કોરોનાના નિયમોનું પાલન કરવાને લીધે આ વર્ષે રોજ 300 વિઝિટર્સને જ આવવાની પરવાનગી છે. તેનું રજિસ્ટ્રેશન પહેલેથી થઈ જાય છે. પૂજા સ્થળ પર મળતા ફૂડની કૂપન પણ ઓનલાઇન મળે છે જેથી ફિઝિકલ કોન્ટેક્ટ ઓછો રહે. પૂજા સ્થળ પણ એન્ટ્રી માટે કોવિડ સર્ટિફિકેટ લાવવું જરૂરી છે. વર્ષ 2019 સુધી ભારતથી બ્રાહ્મણ બોલાવીને પૂજા કરવામાં આવતી હતી અને બધી સામગ્રીઓ ભારતથી જ લાવમાં આવતી હતી. આ વખતે સ્થાનિક બ્રાહ્મણને બોલાવવામાં આવ્યા છે. 5 દિવસ સુધી ભારતીય મહિલાઓ રોજ સાડીઓ પહેરે છે. આટલા દિવસોના ઉત્સવમાં અહીં મિની ઇન્ડિયા જોવા મળે છે. દશેરાનો ઉત્સવ માત્ર ભારત માટે જ સીમિત નથી રહ્યો, પણ ગ્લોબર લેવલે તેની ઉજવણી થાય છે. પાડોશી દેશ બાંગ્લાદેશ અને નેપાળથી લઈને સાત સમુદ્ર પાર ઇંગ્લેન્ડ અને સ્વિત્ઝર્લેન્ડમાં પણ ધૂમધામથી જગતની જનનીની પૂજા-અર્ચના થઈ રહી છે.

યુરોપની સૌથી જૂની દુર્ગા પૂજા

2 3 પરદેશની ધરા પર દુર્ગા પૂજાની આરાધના...

લંડનમાં ‘કામદેન દુર્ગા પૂજા’ યુરોપમાં કરવામાં આવતી સૌથી જૂની દુર્ગા પૂજા છે. આ પૂજા 1963માં શરૂ થઈ હતી. આ વર્ષે 59મો મહાઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. પૂજાના કોઓર્ડિનેટર સુનબીર સાન્યાલે કહ્યું, પૂજા પૂરા રીતિ-રિવાજ સાથે થાય છે. અહીં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે આથી ધૂપ, ચંદન અને અન્ય પૂજા સામગ્રી મળી જાય છે. ઇંગ્લેન્ડમાં 60થી વધારે જગ્યા પર દુર્ગોત્સવ થાય છે પણ કામદેન દશેરા જોવા માટે લોકોની ભીડ જામે છે. નોર્મલી 5 હજાર લોકો દર્શન માટે આવે છે. આઠમ અને નોમ પર 7થી 8 હજાર લોકોની ભીડ માતાના આશીર્વાદ લેવા આવે છે. ગયા વર્ષે કોરોનાને લીધે વર્ચ્યુઅલ દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓછા લોકોને પંડાલમાં આવવા પરમિશન આપી હતી. નારાયણી નમોસ્તુતેની ફાઉન્ડર મિઠૂ ચેટર્જી તરફથી આ વર્ષે કામદેન દુર્ગા પૂજાને વર્ષ 2021નો બેસ્ટ હેરિટેજ પૂજા-ઓવરસીઝ અવોર્ડ આપવામાં આવ્યો. મિઠૂએ કહ્યું, ઇકોફ્રેન્ડલી પૂજા વ્યસવ્થા, કોરોનાના નિયમોનું પાલન, સારી થીમ અને અન્ય બીજી વસ્તુઓને ધ્યાનમાં રાખીને જ અવોર્ડ આપવામાં આવે છે.

કોલકાતા-મુંબઈના આર્ટિસ્ટ

4 પરદેશની ધરા પર દુર્ગા પૂજાની આરાધના...

આ દુર્ગોત્સવને આનંદોત્સવની જેમ સેલિબ્રેટ કરવામાં આવે છે. કોલકાતા અને મુંબઈથી આર્ટિસ્ટ આવે છે. કાર્યક્રમની શરૂઆત રવીન્દ્ર સંગીતથી થાય છે. મેરિડ કપલ્સ માટે ઘણી બધી ગેમ્સ હોય છે. કોઓર્ડિનેટર સમિતિની મેમ્બર અંજલિ સાન્યાલે કહ્યું કે, દર વર્ષે પૂજાની થીમ અલગ હોય છે. આ થીમ સિલેક્ટ કરતી વખતે અમે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને ધ્યાનમાં રાખીએ છીએ. આ વખતની થીમ છે, દરેક સ્ત્રીમાં માનું સ્વરૂપ. ઉત્સવમાં નાની બાળકીઓ મા દુર્ગા બને છે.

બ્રિટિશ મહિલાઓ સાડી પહેરીને આવે છે પૂજામાં

3 3 પરદેશની ધરા પર દુર્ગા પૂજાની આરાધના...

બંગાળી કમિટી ઉપરાંત ગુજરાતી અને દક્ષિણ ભારતીયો પણ આ પૂજા પંડાલમાં ભેગા થાય છે. આ ઉત્સવમાં વિદેશી યુવતીઓ પણ ભારતીય સંસ્કૃતિના રંગે રંગાઈ જાય છે. ઘણી બ્રિટિશ મહિલાઓ સાડી પહેરીને પૂજામાં સામેલ થાય છે. મૂળ ભારતીય બિઝનેસમેન લક્ષ્મી મિત્તલ પણ માતાના આશીર્વાદ લેવા આવે છે. કામદેન દુર્ગા પૂજાની પ્રતિમાની વ્યસવ્થા લક્ષ્મી મિત્તલ કરે છે. આ પ્રતિમા કોલકાતામાં બને છે અને તે પ્લેનથી ઇંગ્લેન્ડ મોકલવામાં આવે છે. ઘણા સમય પહેલાં માટીમાંથી બનેલી પ્રતિમાઓ બનતી હતી. છેલ્લા ત્રણ વર્ષથી ફાઈબર ગ્લાસમાંથી ઇકોફ્રેન્ડલી મૂર્તિ બનાવવામાં આવે છે.

લંડનમાં થાય છે કુંવારી કન્યાની પૂજા

5 પરદેશની ધરા પર દુર્ગા પૂજાની આરાધના...

કેનેડા, ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશમાં પણ દુર્ગા પૂજા ખૂબ ફેમસ છે. કોરોનાને લીધે ઘણા દેશોમાં દુર્ગા પૂજા કેન્સલ રાખી છે. લંડનમાં કુંવારી કન્યાઓની પણ પૂજા થાય છે. બીજા દેશમાં રહેતા ઘણા ભારતીયોનું માનવું છે કે, નવી પેઢીના બાળકોનો જન્મ વિદેશી ધરતી પર થયો છે. આ તહેવારના સેલિબ્રેશનથી બાળકો ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેશે. દેશથી દૂર રહીને પણ પરંપરા પર ગર્વ કરશે.