Not Set/ અફઘાન સાંસદનો ભારત પર આરોપ, કહ્યુ- ગાંધીજીનાં દેશ પાસેથી આવી આશા નહોતી

અફગાનિસ્તાનમાંથી અફઘાન લોકોનું પલાયન ઝડપથી થઇ રહ્યુ છે. જણાવી દઇએ કે, અફઘાનિસ્તાનની હાલત આજે દુનિયાથી છુપાયેલી નથી…

World
અફઘાન

અફગાનિસ્તાનમાંથી અફઘાન લોકોનું પલાયન ઝડપથી થઇ રહ્યુ છે. જણાવી દઇએ કે, અફઘાનિસ્તાનની હાલત આજે દુનિયાથી છુપાયેલી નથી, હવે અહી અફઘાની પણ રહેવા માંગતા નથી. અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય રાજધાની કાબુલ કબ્જે કર્યાનાં દસ દિવસ બાદ તાલિબાન હવે નવી સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યું છે. દરમિયાન, સેંકડો લોકો દરરોજ અફઘાનિસ્તાન છોડવાનો પ્રયાસ કરી રહ્યા છે, ભારતે ઘણા અફઘાનોને આશરો પણ આપ્યો છે. તાલિબાનની ચુંગલમાંથી ભારતમાં પહોંચેલા લોકો ‘ભારત માતા કી જય’નાં નારા લગાવી રહ્યા છે, જ્યારે એક અફઘાન મહિલા સાંસદે દાવો કર્યો હતો કે, તેને દિલ્હીનાં એરપોર્ટ પરથી જ તેના દેશ પરત મોકલવામાં આવી હતી.

આ પણ વાંચો – અફઘાનિસ્તાન સંકટ / અમેરિકાએ જાહેર કર્યુ એલર્ટ, કાબુલ એરપોર્ટ બન્યુ ખતરનાક

તાલિબાને 15 ઓગસ્ટનાં રોજ કાબુલ પર કબ્જો કર્યો ત્યારથી લોકો ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યા છે. અફઘાન સંસદની મહિલા સભ્ય રંગીના કારગરનો દાવો છે કે, તે 20 ઓગસ્ટે ઇસ્તાંબુલથી દુબઇ થઇને ભારતની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીનાં ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (IGI એરપોર્ટ) પર પહોંચી હતી. એરપોર્ટ પરનાં અધિકારીઓએ તેને બહાર જવા દીધી નહીં અને તેને એરપોર્ટ પર કલાકો સુધી રાહ જોવી પડી. આપને જણાવી દઈએ કે, રંગીના કારગર અફઘાનિસ્તાનમાં ફર્યાબ પ્રાંતનું પ્રતિનિધિત્વ કરે છે. ધ ઇન્ડિયન એક્સપ્રેસનાં અહેવાલ મુજબ, હવે રંગીના કારગરે દાવો કર્યો છે કે, IGI એરપોર્ટ પર બે કલાક સુધી રાહ જોયા બાદ, તે જ એરલાઈન્સ દ્વારા તેને દુબઈ થઈને ઇસ્તાંબુલ પરત મોકલવામાં આવી હતી. રંગના કહે છે કે, તેણી પાસે રાજદ્વારી/સત્તાવાર પાસપોર્ટ છે જે ભારત-અફઘાન કરાર હેઠળ વિઝા મુક્ત મુસાફરીની મંજૂરી આપે છે. આ હોવા છતાં તેને એરપોર્ટ પરથી જ દેશનિકાલ કરવામાં આવ્યો હતો. તે કહે છે કે આ પહેલા તે આ પાસપોર્ટ દ્વારા ઘણી વખત ભારતની યાત્રા કરી ચૂકી છે. રંગીના કારગરે એમ પણ કહ્યું કે, તેને પહેલા ક્યારેય રોકવામાં આવી ન હોતી પરંતુ આ વખતે ઇમિગ્રેશન અધિકારીઓએ તેને રોકવાનું કહ્યું અને કારણ પૂછવામાં આવતા અધિકારીએ કહ્યું કે, તેણીએ તેના ઉપરી અધિકારીઓ સાથે વાત કરવી પડશે.

આ પણ વાંચો – Alert! / તાલિબાનીઓનાં હાથમાં આવ્યું અમેરિકન હેલિકોપ્ટર, કંધાર એરપોર્ટ પર ઉડાવતા જોવા મળ્યા

કારગરે કહ્યું, ‘તેઓએ મને દેશનિકાલ કર્યો, મારી સાથે ગુનેગાર જેવો વ્યવહાર કરવામાં આવ્યુ. મને દુબઇમાં મારો પાસપોર્ટ આપવામાં આવ્યો ન હતો, તે મને ઇસ્તાંબુલમાં પાછો આપવામાં આવ્યો હતો. તેમણે મારી સાથે જે કર્યું તે સારું ન હોતું. કાબુલમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને મને આશા છે કે ભારત સરકાર અફઘાન મહિલાઓને મદદ કરશે. રંગીના કારગરે વધુમાં કહ્યું કે, મને દેશનિકાલ કરવાનું કોઈ કારણ આપવામાં આવ્યું ન હોતું પરંતુ કદાચ તે બદલાયેલ રાજકીય પરિસ્થિતિ અને કાબુલમાં સુરક્ષાને કારણે હોઈ શકે. ગાંધીજીનાં ભારત પાસેથી મેં ક્યારેય આવી અપેક્ષા રાખી ન હોતી. અમે હંમેશા ભારતનાં મિત્રો રહ્યા છીએ, ભારત સાથે અમારી વ્યૂહાત્મક અને ઐતિહાસિક સંબંધો છે પરંતુ આ સ્થિતિમાં તેઓએ એક મહિલા અને સંસદસભ્ય સાથે વર્તન કર્યું છે. અધિકારીઓએ મને એરપોર્ટ પર કહ્યું ‘માફ કરશો, અમે તમારા માટે કંઈ કરી શકતા નથી.