@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ…
ગુજરાતી ATS ને બાતમી મળી હતી કે સરદારખાન પઠાણ નામનો શખ્સ અમદાવાદનાં મીર્ઝાપુર વિસ્તારમાં આવેલા શ્રેયશ પ્લાઝામાં છેલ્લા ઘણાં વર્ષોથી ગેરકાયદેસર રીતે આવીને બોગસ આઇ.ડી પ્રુફ ના આધારે ભારતીય પાસપોર્ટ તથા આધાર કાર્ડ પાન કાર્ડ ચુંટણીકાર્ડ અને રેશનીંગ કાર્ડ વગેરે બનાવીને વસવાટ કરે છે, જે બાબતે ગુજરાતની ATS એ મિર્ઝાપુરમાં રેડ કરી સરદારખાન પઠાણ નામના શખ્સની ધરપકડ કરી છે..
આ શખ્સની પૂછપરછમાં સામે આવ્યું કે તે મૂળ કાબૂલ અફઘાનિસ્તાનનો વતની છે, અને અમદાવાદમાં મિર્ઝાપુરમાં તેના દીકરા સાથે છેલ્લાં 15 વર્ષોથી રહે છે અને વ્યાજ વટાવનો ધંધો કરે છે. સરદારખાનનાં પિતા અને કાકા અમદાવાદમાં હિંગ અને શિલાજીત વેચવા માટે અવારનવાર ભારત-અફઘાનિસ્તાન વચ્ચે આવન-જાવન કરતા હતા, તે દરમિયાન સરદારખાન તેના પિતા સાથે વાયા પાકિસ્તાન થઈ અમૃતસર બોર્ડરથી બાયરોડ ભારતમાં આવ્યો અને અમદાવાદનાં દરિયાપુરમાં ચંદન તલાવડીમાં પઠાણ વસ્તીમાં રહેવા લાગ્યો હતો અને બોગસ ડોક્યુમેન્ટ અને પુરાવાના આધારે ભારતીય પાસપોર્ટ મેળવ્યો ત્યારબાદ કાબૂલમાં આંતરવિગ્રહ ફાટી નીકળતા તેનું આખુ કુટુંબ POK પાકિસ્તાનમાં હિજરત કરી ગયુ હતુ, તે દરમિયાન સરદારખાને બોગસ આઇ.ડી પ્રુફના આધારે મેળવેલા ભારતીય પાસપોર્ટના આધારે પાકિસ્તાનમાં મુસાફરી કરી અને ત્યાં બીજા લગ્ન પણ કર્યા હતા. પાકિસ્તાનમાં વાતાવરણ ખરાબ થતાં સરદારખાનનું કુટુંબ પાકિસ્તાનથી અફઘાનિસ્તાન તરફ પરત ફર્યું હતું તે દરમ્યાન સરદાર ખાને બોગસ આઇ.ડી પ્રુફ ના આધારે મેળવેલા જુના પાસપોર્ટના આધારે નવો ભારતીય પાસપોર્ટ મેળવી અને અફઘાનિસ્તાન અવારનવાર મુસાફરી કરતો હતો.
ગુજરાત ATS ટીમે બાતમીને જગ્યાએ સર્ચ દરમિયાન સરદારખાન પઠાણના બે ભારતીય પાસપોર્ટ, એક ઇસ્લામિક રિપબ્લિક ઓફ અફઘાનિસ્તાન મીનીસ્ટ્રી ઓફ ફોરેન અફેર્સના લખાણ તેમજ સિમ્બોલવાળા પત્રની નકલ, પાકિસ્તાનના ઓળખકાર્ડની નકલ તેમજ તેનાં કુટુંબના સભ્યોના અફઘાનિસ્તાનની ઓળખકાર્ડની નકલ, સરદારખાન પઠાણનો ભારતીય આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ વગેરે કબ્જે કર્યા હતા. આ શખ્સ વિરુદ્ધ ATSએ ગુજરાતે અમદાવાદમાંથી ધી ફોરેનર્સ એક્ટ, પાસપોર્ટ એક્ટ વગેરે કલમો મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
