Chandigadh : મુલ્લાનપુર (ન્યુ ચંદીગઢ) ના મહારાજા યાદવિન્દ્ર સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે એક ટેસ્ટ મેચ રમાઈ હતી. ભારતીય ટીમે આ મેચ એક ઇનિંગ અને 300 રનથી જીતી હતી. અફઘાનિસ્તાનની ટીમ તેમની પ્રથમ ઇનિંગમાં 152 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને તેમને ફોલોઓન કરવાની ફરજ પડી હતી. તેમની પ્રથમ ઇનિંગના આધારે, ભારત પાસે 412 રનની નોંધપાત્ર લીડ હતી. ત્યારબાદ અફઘાનિસ્તાનનો બીજો ઇનિંગ 112 રન સુધી મર્યાદિત રહ્યો. વોશિંગ્ટન સુંદરે ચાર અને કુલદીપ યાદવે ત્રણ વિકેટ ઝડપતા અફઘાનિસ્તાનનો રકાસ થયો હતો. આ સિવાય માનવ સુથારે એક વિકેટ ઝડપી હતી. ભારત હવે અફઘાનિસ્તાન સામે વન-ડે અને ટી-20 રમશે.
મુલ્લાનપુર (ન્યુ ચંદીગઢ) ના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આજે (8 જૂન) ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ છે. અફઘાનિસ્તાન (Afghanistan) તેની પહેલી ઇનિંગમાં 152 રનમાં ઓલઆઉટ થઈ ફોલોઓન થયું હતું. ભારતીય સ્પિનર માનવ સુથારે તેની ડેબ્યૂ મેચની પહેલી ઇનિંગમાં છ વિકેટ લીધી હતી. ભારતે પહેલી ઇનિંગના આધારે 412 રનની નોંધપાત્ર લીડ મેળવી હતી. ફોલોઓન થયા પછી અફઘાનિસ્તાને બીજી ઇનિંગ્સમાં 97 રનમાં 4 વિકેટ ગુમાવી છે.
The fifth one always hits different
A moment Manav Suthar will replay for the rest of his life ️
Updates ▶️ https://t.co/Au50EfVM30#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/yUo8AsXHZu
— BCCI (@BCCI) June 8, 2026
ભારતીય ટીમે આઠ વિકેટે 564 રન પર પોતાનો પહેલો ઇનિંગ ડિક્લેર કર્યો હતો. ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અફઘાનિસ્તાનની પહેલી ઇનિંગમાં ખરાબ શરૂઆત રહી હતી. બીજા દિવસે જ અફઘાનિસ્તાને પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. સ્પિનર માનવ સુથારે અબ્દુલ મલિક (16 રન), રહેમાનુલ્લાહ ગુરબાઝ (17 રન) અને અફસર ઝાઝાઈ (3 રન) ની વિકેટ લીધી હતી. આ સુથારની ડેબ્યૂ મેચ હતી. આ દરમિયાન, ફાસ્ટ બોલર પ્રસાદ કૃષ્ણાએ સેદિકુલ્લાહ અટલ (17 રન) અને કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી (20 રન) ને આઉટ કર્યા. રહમત શાહે શાનદાર બેટિંગ કરીને અફઘાનિસ્તાનની ઇનિંગ્સને સ્થિર કરવાનો પ્રયાસ કર્યો.
Manav Suthar leads the way with a magnificent 6️⃣-wicket haul #TeamIndia have a huge first-innings lead of 412 runs and have enforced the follow-on
Scorecard ▶️ https://t.co/Au50EfVM30#INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/oZUI4AehL6
— BCCI (@BCCI) June 8, 2026
પ્રસાદ કૃષ્ણાએ રમતના ત્રીજા દિવસે ભારતીય ટીમને શરૂઆતી સફળતા અપાવી જ્યારે તેમણે અઝમતુલ્લાહ ઉમરઝાઈને બોલ્ડ કર્યો. રહમત શાહે શાનદાર બેટિંગ કરી અને ભારત સામે ટેસ્ટ મેચમાં 50 કે તેથી વધુ રન બનાવનાર પ્રથમ અફઘાન બેટ્સમેન બન્યા. શરાફુદ્દીન અશરફે રહમતને ટેકો આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ માનવ સુથારે તેની ઇનિંગ્સનો અંત લાવ્યો. શુભમન અને રાહુલે ભારતની પ્રથમ ઇનિંગ્સમાં સદી ફટકારી.
!
A performance to cherish, a moment to savour forever for Manav Suthar ✨
Updates ▶️ https://t.co/Au50EfVM30#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/UO0CNg3DjB
— BCCI (@BCCI) June 8, 2026
કેપ્ટન શુભમન ગિલ અને ઓપનર કેએલ રાહુલે પ્રથમ ઇનિંગ્સમાં ભારતીય ટીમ માટે સદી ફટકારી. શુભમનએ 177 બોલમાં 126 રન બનાવ્યા, જેમાં 15 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. આ શુભમનની ટેસ્ટ કારકિર્દીમાં 11મી સદી હતી. દરમિયાન, કેએલ રાહુલે 165 બોલમાં 11 ચોગ્ગા ફટકારીને 100 રન બનાવ્યા. આ રાહુલની 12મી ટેસ્ટ સદી હતી. સાઈ સુદર્શન (81), ઋષભ પંત (81), અને વોશિંગ્ટન સુંદર (52 અણનમ) એ પણ અડધી સદી ફટકારી. અફઘાનિસ્તાન તરફથી ફાસ્ટ બોલર મોહમ્મદ સલીમ સફીએ સૌથી વધુ છ વિકેટ લીધી.
