Court/ 24 વર્ષ બાદ મહિલા અમેરિકાથી અમદાવાદ પરત આવીને પછી…..વાંચો સમગ્ર અહેવાલ.

દરેક વ્યક્તિનું એક ડ્રિમ હોય છે કે તે વધારેમાં વધારે રૂપિયા કમાવે અને લક્ઝુરિયસ જીવન ગુજારે. ઘણા ખરા લોકોને તેમના ડ્રિમ મુજબની લાઈફ મળી પણ જતી હોય છે તો કેટલાક માટે તે ફક્ત ડ્રિમ જ બનીને રહી જતું હોય છે. આજકાલ એક ટ્રેન્ડ થઇ ગયું છે કે વિદેશ જઈને એજ્યુકેશન લઈને ત્યાંજ રોજગારી મેળવીને પોતાનો […]

Ahmedabad Gujarat
નલિયા 31 24 વર્ષ બાદ મહિલા અમેરિકાથી અમદાવાદ પરત આવીને પછી.....વાંચો સમગ્ર અહેવાલ.

દરેક વ્યક્તિનું એક ડ્રિમ હોય છે કે તે વધારેમાં વધારે રૂપિયા કમાવે અને લક્ઝુરિયસ જીવન ગુજારે. ઘણા ખરા લોકોને તેમના ડ્રિમ મુજબની લાઈફ મળી પણ જતી હોય છે તો કેટલાક માટે તે ફક્ત ડ્રિમ જ બનીને રહી જતું હોય છે. આજકાલ એક ટ્રેન્ડ થઇ ગયું છે કે વિદેશ જઈને એજ્યુકેશન લઈને ત્યાંજ રોજગારી મેળવીને પોતાનો જીવન સુધારીએ. એટલે જ ભારતમાંથી લોકો હવે વિદેશમાં જવાનું વધારે પસંદ કરી રહ્યા છે. પરંતુ, વિદેશના વિઝા મેળવવાની પ્રક્રિયા એટલી સરળ નથી જેટલું આપણે સમજીએ છીએ. વળી, અમેરિકાના વિઝા મેળવવા માટે તો લોકોને તનતોડ મહેનત કરવી પડે છે અને નસીબ જાગે તો જ વિઝા પ્રાપ્ત થતા હોય છે. પરંતુ, કેટલાક ભેજાભાજ લોકો ગેરકાયદેસર રીતે વિઝા લઈને અમેરિકા ગયા છે અને અમેરિકામાં પોતાનો રોટલો શેખી રહ્યા છે.

આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે. વિગતવાર ચર્ચા કરીએ તો નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2001 દરમિયાન તેજલ ઠક્કર સામે બનાવટી  પાસપોર્ટ બનાવીને ગેરકાયદેસર રીતે અમેરિકા જવાની ફરિયાદ દાખલ થઇ હતી. આરોપીએ વર્ષ 1996માં બનાવટી  પાસપોર્ટ બનાવ્યો હતો અને વર્ષ 1996 માં જ  અન્ય ત્રણ ઈસમો સાથે મળીને તે અમેરિકા ગઈ હતી. પાંચ સુધી અમેરિકામાં રહ્યા બાદ ગુજરાતની પોલીસના કાને વાત આવી હતી કે તેજલ ઠક્કર ગેરકાયદેસર રીતે અમેરિકા ગઈ છે. જેથી નવરંગપુરા પોલીસે મહિલા સામે ફરિયાદ નોંધી હતી. જોકે હજી પણ તમને વાંચીને નવાઈ લાગશે કે 19 વર્ષ બાદ જયારે મહિલા અમદાવાદ આવી હતી ત્યારે અમદાવાદમાં કોરોનાએ પોતાનો પગપેસારો કરી દીધો હતો અને કોરોના કાળ દરમિયાન નવરંગપુરા પોલીસને બાતમી મળી હતી કે તેજલ ઠક્કર અમદાવાદમાં આવી છે. જેથી પોલીસે તેની ધરપકડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

તેજલએ સેશન્સ  કોર્ટમાં પોતાના વકીલ  જે.એચ.કાપડિયા દ્વારા રેગ્યુલર જામીન અરજી કરી હતી. જેની ઉપર સુનવણી હાથ ધરાતા સરકારી વકીલ નિલેશ લોધાએ આરોપીના જામીન રદ્દ થઈ તેવી દલીલો કરી હતી.જોકે, બચાવ પક્ષના વકીલે પોતાના અસીલને જામીન મળે તેવી દલીલો અને અગત્યના પુરાવા રજુ  કર્યા હતા.

સેશન્સ જજ વી.જે.કાળોતરાએ બંને પક્ષોને સાંભળ્યા બાદ આરોપી તેજલ ઠક્કરની રેગ્યુલર જામીન અરજીને શરતોને આધીન મંજુર કરવાનો હુકમ જાહેર કર્યો હતો.