Ahmedabad News/ લગ્નની લાલચ આપી પહેલા કર્યો બળાત્કાર,પછી અમદાવાદ જઈને પ્રેમીએ કર્યા બીજા લગ્ન

રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે ગૌતમ સોલંકી નામનો શખ્સ પ્રેમમાં પડ્યો હતો, તેની સાથે અનેકવાર બળાત્કાર ગુજાર્યા બાદ તેણે અમદાવાદમાં સ્થાયી થઈને ત્યક્તા સાથે લગ્ન કર્યા હતા.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે ગૌતમ સોલંકી નામનો શખ્સ પ્રેમમાં પડ્યો હતો, તેની સાથે અનેકવાર બળાત્કાર (Rape) ગુજાર્યા બાદ તેણે અમદાવાદમાં સ્થાયી થઈને ત્યક્તા સાથે લગ્ન કર્યા હતા. મળતી માહિતી મુજબ, રેલનગરની ટાઉનશીપમાં રહેતી 24 વર્ષીય યુવતીએ પોતાની ફરિયાદમાં ગૌતમ ઘનશ્યામભાઈ સોલંકી (28 વર્ષ, રહે. રેલનગર, હાલ અમદાવાદ) સામે આક્ષેપ કર્યો છે. શહેર પોલીસે બળાત્કાર સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

Uttar Pradesh: Minor NEET student held hostage, raped for months in Kanpur, 2 teachers arrested - India Today

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર યુવતીને રેલનગર વિસ્તારમાં રહેતા આરોપી ગૌતમ સાથે પ્રેમ થઈ ગયો હતો. બંને છેલ્લા સાત વર્ષથી એકબીજાના પ્રેમમાં હતા તેથી બંને અવારનવાર ફોન પર વાત કરતા હતા. આરોપી ગૌતમે યુવતીને લગ્નની લાલચ આપી શહેરની અલગ-અલગ હોટલોમાં અવારનવાર પોતાનો શિકાર બનાવતો હતો. એક વર્ષ પહેલા આરોપી ધંધાના સંબંધમાં અમદાવાદ જતો રહ્યો હતો. જ્યાં તેણે એક બાળકની માતા સાથે લગ્ન કર્યા હતા. દરમિયાન દિવાળીના તહેવાર નિમિત્તે આરોપી તેની પત્ની સાથે રાજકોટ આવ્યો હતો. જ્યારે યુવતીને આ બાબતની જાણ થઈ તો તે આરોપીના ઘરે પહોંચી અને જાણવા મળ્યું કે આરોપીએ લગ્ન કરી લીધા છે. જે બાદ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદમાં યુવતીએ ફરિયાદ નોંધાવતા સિટી પોલીસ પીઆઈ ઝણકટ અને રાઈટર મનસૂરશાએ આરોપી ગૌતમ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આયુષ્માન યોજના જીવન સાથે રમત ન બને, ખ્યાતી હોસ્પિટલની ઘટના ડરાવે છે

આ પણ વાંચો:ખ્યાતિ હોસ્પિટલનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે

આ પણ વાંચો:અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલને પુરાવા રજૂ કરવા કરાયો આદેશ, મેડિકલ એસોસિએશને લખ્યો પત્ર