immigration policy/ કેનેડા, બ્રિટન બાદ ઓસ્ટ્રેલિયાએ પણ ઇમીગ્રેશન પોલીસીમાં કર્યો ફેરફાર

ઓસ્ટ્રેલિયાએ નવી ઇમીગ્રેશન પોલિસી મુજબ પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓના વિઝા માટે આઈઈએલટીએસમાં 6.5 બેન્ડ અને ગ્રેજ્યુએશન લેવલે 6 બેન્ડ ફરજિયાત કર્યા છે.

Top Stories World
YouTube Thumbnail 10 3 કેનેડા, બ્રિટન બાદ ઓસ્ટ્રેલિયાએ પણ ઇમીગ્રેશન પોલીસીમાં કર્યો ફેરફાર

ઓસ્ટ્રેલિયાએ ઇમીગ્રેશન પોલીસી (immigration policy)માં નવા બદલાવ કર્યાની જાહેરાત કરી છે. કેનેડા, બ્રિટન બાદ હવે ઓસ્ટ્રેલિયાએ પણ ઇમીગ્રેશન નિયમોમાં ફેરફાર કર્યો છે. જે અંતર્ગત પોસ્ટ ગ્રેજ્યુએટ અને ગ્રેજ્યુએશન માટે વિદ્યાર્થીઓએ નિયમાનુસાર બેન્ડ લાવવાના રહેશે. ઓસ્ટ્રેલિયાએ નવી ઇમીગ્રેશન પોલિસી મુજબ પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓના વિઝા માટે આઈઈએલટીએસમાં 6.5 બેન્ડ અને ગ્રેજ્યુએશન લેવલે 6 બેન્ડ ફરજિયાત કર્યા છે. અત્યારસુધી વિદ્યાર્થીઓને આઈઈએલટીએસ પરીક્ષામાં ઓછામાં ઓછા 5.5 બેન્ડ પર સરળતાથી વિઝા મળતા હતા. જો કે હવે ઓછામાં ઓછા 6 અને 6.5 બેન્ડ લાવવાના રહેશે. એક અંદાજ મુજબ રાજ્યમાં દર વર્ષે ઓસ્ટ્રેલિયામાં 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ વિઝા લે છે.

કેનેડા, અમેરિકા, ઇંગ્લેન્ડ બાદ ઓસ્ટ્રેલિયા વિદેશ જવા માટે લોકોનું પસંદગીનું સ્થાન બની રહ્યું છે. પરંતુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો ધસારો ઘટાડવા હવે આ દેશો દ્વારા અસરકારક પગલાં લેવામાં આવ્યા છે. કેનેડા, બ્રિટન બાદ ઓસ્ટ્રેલિયાએ પણ ઇમીગ્રેશન પોલીસીમાં ફેરફાર કર્યો છે. સ્ટુડન્ટ વિઝા અને કુશળ કામદારોને અપાતા વિઝા નિયમો કડક કરવામાં આવ્યા છે. ગૃહબાબતોના પ્રધાન કલેર ઓ’નીલે આ બાબતની માહિતી આપતા જણાવ્યું કે આગામી 10 વર્ષ સુધી આ નવી ઇમીગ્રેશન પોલીસી (immigration policy) લાગુ રહેશે. આ પોલીસી લાગુ થતા અંદાજ મુજબ ઇમીગ્રેશનમાં 50 ટકાનો ઘટાડો થવાનું અનુમાન છે.

ઓસ્ટ્રેલિયાએ કરેલ ઇમીગ્રેશનના નવા બદલાવ મુજબ જે માઈગ્નેન્ટની સેલરી (ઓસ્ટ્રેલિયન ડોલર મુજબ) એક લાખ 35 હજારથી વધુ છે તેમની વિઝા એપ્લિકેશનને ફાસ્ટ ટ્રેકમાં લઈ જવાશે. સાથે સ્ટુડન્ટ વિઝા માટે વધુ વિગતોની ચકાસણી કરવાનો નિર્ણય કર્યો છે. અર્થાત અરજદારે અન્ય કોર્સ માટે જરૂરી પુરાવા આપવાના રહેશે. અને એ પણ જણાવવાનું રહેશે કે આ કોર્ષ ભવિષ્યમાં તેમને કેટલો લાભદાયી સાબિત થશે. તેમજ અરજદારો માટે અંગ્રેજી ભાષાની આવશ્યકતા પર ભાર મૂકવામાં આવશે.

હાલમાં કેનેડા અને બ્રિટેન ઇમીગ્રેશન રેશિયો ઘટાડવા વિઝા નિયમોમાં મોટા ફેરફાર કર્યા હતા. કેનેડા અને ભારતના સંબંધોમાં છેલ્લા કેટલાક સમયથી ખટાશ જોવા મળી હતી. જેને પગલે બંને દેશો દ્વારા આકરા પગલા લેવામાં આવ્યા હતા. જો કે હાલમાં સંબંધો સુધારો થતા કેનેડાએ ઇમીગ્રેશનને લઈને કાયદા કડક બનાવ્યા હતા. કેનેડાની જેમ બ્રિટને પણ ઇમીગ્રેશનનું ભારણ ઘટાડવા વિઝા પોલીસી (immigration policy)માં મહત્વના બદલાવ કર્યા હતા.

કેનેડાની ટ્રુડો સરકારે સ્ટુડન્ટ વિઝામાં મોટા ફેરફાર કર્યા. કેનેડિયન સરકારે સ્ટુડન્ટ વિઝા માટે GIC ની રકમ રકમ 10 હજાર ડોલરથી બમણી કરીને 20,635 ડોલર કરી છે. આ નવા ફેરફાર સ્ટડી પરમિટ માટે અરજી કરતા વિદ્યાર્થીઓને લાગૂ પડશે. ઉપરાંત ઓફ કેમ્પસ વર્ક અવર્સ વધારીને પ્રતિ સપ્તાહ 30 કલાક કરવા વિચારણા ચાલી રહી છે. ઇમીગ્રેશન પોલીસીમાં આ ફેરફાર આગામી વર્ષ જાન્યુઆરી 2024થી લાગુ પડશે. બ્રિટને પણ ઇમીગ્રેશન નિયમોમાં બદલાવ કરતા સ્કીલ્ડ વર્કર તેમના પરિવારજનોને ત્યાં આશ્રિત તરીકે લાવવા પર પ્રતિબંધ મૂકવા સાથે ઉચ્ચ પગારની મર્યાદા નક્કી કરવા જેવા પગલાંની જાહેરાત કરી હતી.

ઓસ્ટ્રેલિયામાં એક અંદાજ મુજબ 6,50,00 વિદેશી વિદ્યાર્થીઓ છે. આ બાબતને ધ્યાને લઈને ઓસ્ટ્રેલિયાની સરકાર દ્વારા ઇમીગ્રેશન ભારણ ઘટાડવા પોલીસીમાં મહત્વના બદલાવ કરવામાં આવ્યા.