Tweet/ કોંગ્રેસે કેન્દ્રની ઝાટકણી કાઢી, કહ્યું ‘મોદી સરકારમાં દર મહિને મોંઘવારી વધી, બનાવ્યો નવો રેકોર્ડ’

કોંગ્રેસે ફરી એકવાર મોંઘવારી મુદ્દે કેન્દ્ર પર પ્રહાર કરતા સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસના પ્રવક્તા અને વરિષ્ઠ નેતા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ દ્વારા મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.

Top Stories India
cong

કોંગ્રેસે ફરી એકવાર મોંઘવારી મુદ્દે કેન્દ્ર પર પ્રહાર કરતા સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસના પ્રવક્તા અને વરિષ્ઠ નેતા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ દ્વારા મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. સુરજેવાલાએ લખ્યું છે કે, મોદી સરકારમાં મોંઘવારી દર મહિને મહિને એક નવો રેકોર્ડ બનાવી રહી છે. સુરજેવાલાના ટ્વિટ અનુસાર, ‘હોલસેલ ઇન્ફ્લેશન રેટ’ જે ફેબ્રુઆરી 2022માં 13.11% હતો તે હવે માર્ચ 2022માં 14.55% થઈ ગયો છે. જ્યારે માર્ચ 2021માં WPI 7.89% હતો. એક વર્ષમાં ફુગાવો લગભગ બમણો થયો? સુરજેવાલાએ ટ્વીટમાં આગળ લખ્યું, મોદીજી, FuelLooTને કારણે લાગેલી મોંઘવારીની આગ ક્યારે બુઝાશે?

તાજેતરમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ ભાજપ અને આરએસએસ પર દેશમાં નફરત ફેલાવવાની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસની નફરતની કિંમત દરેક ભારતીય ચૂકવી રહ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતની સાચી સંસ્કૃતિ વિવિધ સમુદાયો વચ્ચે એકતાનો સંદેશ આપે છે પરંતુ RSSની નફરતની રાજનીતિને કારણે દરેક ભારતીયને તેની કિંમત ચૂકવવી પડી રહી છે.

દરેક ભારતીય નફરતની કિંમત ચૂકવી રહ્યો છે: રાહુલ
કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે દરેક ભારતીય ભાજપ-આરએસએસની નફરતની કિંમત ચૂકવી રહ્યો છે. ભારતની સાચી સંસ્કૃતિ સહિયારી ઉજવણી, સમુદાય અને એકતાની છે. ચાલો તેને સાચવવાનો સંકલ્પ કરીએ.