વર્લ્ડ હેરિટેજ દિવસ/ મહેસાણાની શાન અને જાન કહેવાતી 72 કોઠાની ઐતિહાસિક વાવ સાવ જર્જરીત

આજના હેરિટેજ દિવસે જો મહેસાણા શહેરમાં આવેલી પરાં વિસ્તાર માં આવેલી 72 કોઠા વાવ ની વાત કરીએ તો ખૂબ જ જર્જરીત જોવા મળી રહી છે.

Gujarat Others
72 કોઠાની વાવ
  • 72 કોઠાની ઐતિહાસિક વાવ સાવ જર્જરીત
  • વાવમાં ઉતરવાનો મુખ્યમાર્ગ બંધ
  • જાળવણીની સરકારી તંત્ર દ્વારા વાતો
  •  ઐતિહાસિક ધરોહરની અવગણના સ્પષ્ટ

આજે વર્લ્ડ હેરિટેજ દિવસ છે ત્યારે ઐતિહાસિક ધરોહરો ની સ્થિતિ ગુજરાત માં કેવી છે ??  એવો પ્રશ્ન ઇતિહાસકારો અને પુરાતત્વવિદો માં ચોક્કસ ચર્ચાસ્પદ રહ્યો છે.આજના હેરિટેજ દિવસે જો મહેસાણા શહેરમાં આવેલી પરાં વિસ્તાર માં આવેલી 72 કોઠા વાવ ની વાત કરીએ તો ખૂબ જ જર્જરીત જોવા મળી રહી છે.

ગુજરાત અને કેન્દ્ર સરકાર ના પુરાતત્વ વિભાગ ની ઘોર ઉપેક્ષા અને મહેસાણા નગરપાલિકા ની બેકાળજી ના કારણે મહેસાણા ની એકમાત્ર 72 કોઠા ની ઐતિહાસિક વાવ સાવ જર્જરીત બની ગઈ છે. તેમજ વાવ ને અડી સ્કુલ બિલ્ડીંગ પણ વર્ષો પહેલા બની ગયું છે અને તેના કારણે વાવ માં ઉતારવા નો મુખ્યમાર્ગ કોટ બનાવી  સ્કૂલ સંચાલકો એ બંધ કરી દીધો છે.

આમ,મહેસાણા શહેરની ઐતિહાસિક ધરોહર 72 કોઠા વાવ ગંદકી થી ખદબદી રહી છે,બિલકુલ જર્જરીત થઇ ગઇ છે અને વાવ ઉપર દબાણ રૂપી બાંધકામ ઉભું કરી ઐતિહાસિક ધરોહર ની અવગણના કરવા માં આવી રહી છે.ઐતિહાસિક ધરોહર જાળવણી ની સરકારી તંત્ર વાતો કરે છે પણ નક્કર કામો થતા ના હોવાથી ઐતિહાસિક ધરોહર ની અવગણના સ્પષ્ટ દેખાઈ આવે છે અને ઇતિહાસ નષ્ટ થતો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો:ધરણા પર ઉતરેલા ગુજરાત માલધારી મહા પંચાયતના આગેવાનોને CMનુ તેડું