Not Set/ શટલ રિક્ષામાં 39 મુસાફરોને લૂંટયા હતા આ ગેંગે, કટરથી કાપી લેતા હતા દાગીના

અમદાવાદ, શટલ રિક્ષામાં બેઠેલા મુસાફરોના દાગીના અને સામાન લૂંટી લેતી ગેંગ પકડાઈ છે. આ ગેંગમાં એક યુવતી સહિત ચાર લોકોની ટોળકી છે . જેને ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડી છે. સોનાની ચેઈન અને બંગડી કટરથી કાપી લેતા હતા. ટોળકીએ અત્યાર સુધમાં 39  લોકોને લૂંટ્યા છે. 1.65 લાખનો મુદ્દામાલ કબજે કરી મહેમદાવાદની ગેંગની વધુ પૂછપરછ હાથ ધરાઈ […]

Ahmedabad Gujarat
aaaat 3 શટલ રિક્ષામાં 39 મુસાફરોને લૂંટયા હતા આ ગેંગે, કટરથી કાપી લેતા હતા દાગીના

અમદાવાદ,

શટલ રિક્ષામાં બેઠેલા મુસાફરોના દાગીના અને સામાન લૂંટી લેતી ગેંગ પકડાઈ છે. આ ગેંગમાં એક યુવતી સહિત ચાર લોકોની ટોળકી છે . જેને ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડી છે. સોનાની ચેઈન અને બંગડી કટરથી કાપી લેતા હતા. ટોળકીએ અત્યાર સુધમાં 39  લોકોને લૂંટ્યા છે. 1.65 લાખનો મુદ્દામાલ કબજે કરી મહેમદાવાદની ગેંગની વધુ પૂછપરછ હાથ ધરાઈ છે.

ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે જશોદાનગરમાં ઓટો રિક્ષામાં નીકળેલા મહેમદાવાદ, ડાકોરના રવિ ઉર્ફે બળેલો રાજુભાઈ તરેટિયા, રાજેશ ઉર્ફે ટણી દયારામ પરમાર, શ્યામ રાજેશ નાવડિયા અને તેની પિતરાઈ બહેન સોનલ સુરેશભાઈ નાવડિયાને પકડી પાડ્યા છે. આરોપીઓ પાસેથી સોનાની બંગડી, બંગડી કાપવાનું કટર અને ઓટો રિક્ષા મળી કુલ 1.65  લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.

ક્રાઈમ બ્રાન્ચના એસીપી બી.વી. ગોહિલે જણાવ્યું કે, મહેમદાવાદની આ ટોળકીએ અમદાવાદના સોલા, પાલડી, ચાંદખેડા, વાસણા, શાહીબાગ, રામોલ, કાગડાપીઠ, અમરાઈવાડી, મેઘાણીનગર, ઈસનપુર, રામોલ, નરોડા પાટિયા, ગીતામંદિર, સોનીની ચાલી, હાથીજણ, કાલુપુર, મણીનગરમાં 30 ઉપરાંત, વડોદરા, કરજણ, પોર, બોરસદ, ધોળકા વિસ્તારમાં કુલ 39 ગુના આચર્યાની કેફિયત આપી છે.

શટલ રિક્ષામાં બેસતા મુસાફરોના ખિસ્સામાંથી રોકડ, સામાનમાંથી દાગીના કે રોકડ ઉપરાંત પહેરેલા ચેઈન-બંગડી કટરથી ભીડભાડ કરીને કાપી લેતા હતા. લૂંટ કર્યા પછી અંદરોઅંદર એકબીજાને ઈશારો કરી પેસેન્જરને રસ્તામાં જ ઉતારી દેવાતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.