બેદરકારી/ લો બોલો…  ભારે ટ્રાફિકના કારણે “દોડતી હોસ્પીટલ” રસ્તાની વચ્ચે અટવાઇ

આજ ની કોરોના મહા બીમારી ના સમયે ખૂબ અગત્યની ભાગ ભજવવી રહેલી એમબ્યુલન્સ ઇમરજન્સી સેવા કે જે દોડતી હોસ્પિટલ તરીકેની છાપ ધરાવે છે. જે દર્દી માટે   જીવવાની એક આશા ગણાય છે. તો આજ ના કોરોના ના કાળમાં એમ્બ્યુલન્સ ડ્રાયવરને કેવી કેવી તકલીફોનો સામનો કરવું પડી રહ્યું છે તે એક સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી વીડિયોમાં જોવા […]

Ahmedabad Gujarat
ambulance2 630 630 e1537603920616 લો બોલો...  ભારે ટ્રાફિકના કારણે "દોડતી હોસ્પીટલ" રસ્તાની વચ્ચે અટવાઇ
આજ ની કોરોના મહા બીમારી ના સમયે ખૂબ અગત્યની ભાગ ભજવવી રહેલી એમબ્યુલન્સ ઇમરજન્સી સેવા કે જે દોડતી હોસ્પિટલ તરીકેની છાપ ધરાવે છે. જે દર્દી માટે   જીવવાની એક આશા ગણાય છે. તો આજ ના કોરોના ના કાળમાં એમ્બ્યુલન્સ ડ્રાયવરને કેવી કેવી તકલીફોનો સામનો કરવું પડી રહ્યું છે તે એક સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી વીડિયોમાં જોવા મળી રહ્યું છે. વિડિયો માં એક નહિ બે બે એમબ્યુલન્સ ગાડીઓ ભર ટ્રફિકમાં ફસાઈ ગયેલી હાલતમાં દેખાઈ રહી છે.
વધુમાં વાત કરીએ તો અમદાવાદ ના જુહપુરા વિસ્તારના  અંબર ટાવર પાસે જ્યા નાઈટ કર્ફ્યું ના ૮ વાગ્યાના અમલીકરણ વખતે ભયંકર ટ્રાફિક સર્જાતા એક જાગૃત નાગરિક એ ત્યાંની એક વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાઇરલ કરી છે. વીડિયોમાં બે એમબ્યુંલન્સ ગાડીઓ ટ્રાફીકમાં ફસાઈ ગયેલી દેખાઈ રહી છે. જેમાં દર્દીઓ પણ દેખાઈ રહ્યા છે. અને બને ગાડીના ડ્રાઈવર ને રસ્તો ન મળતાં તેઓ આગળની ગાડીઓને હોર્ન ઉપર હોર્ન મારી રહ્યા છે. પરંતુ, સખત ટ્રાફિક હોવાને કારણે ઇમરજન્સી ગાડીઓને આગળ જવા નથી મળી રહ્યું છે. ઇમરજન્સી ગાડીઓની સાયરન સભળીને પણ આસપાસના ટ્રાફિક જવાનો ત્યાં દોડી આવ્યા નહતા એવું જાગૃત નાગરિક નું કહવું હતું. આસપાસના સ્થાનિકોએ જ તાત્કાલિક ટ્રાફિક દૂર કરાવીને બને ઇમરજન્સી ગાડીઓને જગ્યા અપાવી હતી.
આમ, જુહાપુરા માં સામાન્ય દિવસોમાં પણ  ટ્રાફિક ની સમસ્યા ખૂબજ વધારે જોવા મળે છે. આ વિસ્તારના કેટલાક ગણતરીના લોકો ની રફ ડ્રાઈવિંગ ની કારણે ખૂબ જ એકસીડન્ટ  જેવી ઘટનાઓ આ વિસ્તારમાં અવારનવાર  સર્જાતી હોય છે. અમદાવાદ ના રોડ રસ્તા ઉપર  લોકોનું ટ્રાફિક સેન્સ ખૂબ જ ખરાબ દેખાય છે. ઘણા લોકો ટ્રાફિક ના નિયમો નું પાલન કરતા નથી.
જો આજના કિસ્સા ની વાત કરીએ તો આજના માહોલમાં ફેલાઈ રહેલી કોરોના બીમારીથી બધા પરિચિત છે. આવા કપરા સમયમાં લોકો ના જીવ બચાવવા ખૂબ જ જરૂરી થયા છે.ત્યાં હોસ્પિટલ પહોંચવા સુઘી જીવ ન જાય તે માટે એમ્બ્યુલન્સ ની સેવા ઉપલબ્ધ કરાઈ છે.જો આ એમબ્યુંલન્સ જ રસ્તાની વચ્ચે  અટકાઈ જાય તો દર્દીના જીવની સલામતી નું શું અપેક્ષા રાખવી? આમાં, જો એકલી પોલીસ ઉપર દોષનો ઠોપલો નાખવામાં આવે તો એ અયોગ્ય છે કારણકે લોકોની પણ એટલી જ ભૂલ અને બેદરકારી દેખાય છે.
 તેમ છતાં સવાલ અહી એ ઉદભવે છે કે જુહાપુરા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ પોતાની ફરજ કેવી રીતે બજાવી રહી છે? જો પોલીસ પોતાના કામ માં સારી રીતે ધ્યાન આપે તો આવી સ્થિતિ ના સર્જાય અને બેફામ ડ્રાઈવિંગ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરે તો આવી સ્થિતિ ના સર્જાય તે માટે  હજી પણ ટ્રાફિક પોલીસને જુહાપુરા વિસ્તારમાં ખૂબ કડક પગલાં ભરવા જોઈએ.