Not Set/ અમદાવાદ/ આજે સવારથી જ શહેરનાં ઘણા વિસ્તારોમાં પડી રહ્યો છે વરસાદ

રાજ્યમાં હવે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યનાં અલગ-અલગ જિલ્લાઓમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ હતુ. આખરે જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા તે વરસાદે હવે દસ્તક દઇ દીધી છે. જણાવી દઇએ કે, અમદાવાદમાં આજે વહેલી સવારથી વરસાદ શરૂ થઇ ગયો હતો. પૂર્વ વિસ્તારથી લઇને પશ્ચિમ વિસ્તારમાં વરસાદે પોતાની એન્ટ્રી કરી […]

Ahmedabad Gujarat
c5b4034c87075c2c2d06e292e4079024 અમદાવાદ/ આજે સવારથી જ શહેરનાં ઘણા વિસ્તારોમાં પડી રહ્યો છે વરસાદ
c5b4034c87075c2c2d06e292e4079024 અમદાવાદ/ આજે સવારથી જ શહેરનાં ઘણા વિસ્તારોમાં પડી રહ્યો છે વરસાદ

રાજ્યમાં હવે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યનાં અલગ-અલગ જિલ્લાઓમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ હતુ. આખરે જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા તે વરસાદે હવે દસ્તક દઇ દીધી છે.

જણાવી દઇએ કે, અમદાવાદમાં આજે વહેલી સવારથી વરસાદ શરૂ થઇ ગયો હતો. પૂર્વ વિસ્તારથી લઇને પશ્ચિમ વિસ્તારમાં વરસાદે પોતાની એન્ટ્રી કરી દીધી છે. આ સિવાય એસ.જી. હાઇવે, મકરબા, વેજલપુર, જજીસ બંગલો, વસ્ત્રાપુર, શ્યામલ ચાર રસ્તા પાસે વરસાદનાં છાંટા પડી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે.

ગુજરાતમાં ચોમાસુ ભરપુર બેસી ગયુ છે. છેલ્લા બે દિવસમાં રાજ્યનાં 98 તાલુકામાં વરસાદ પડ્યો છે. આજે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.