અમદાવાદ/ અમદાવાદમાં યોજાનાર ફ્લાવર શો,શું બનશે ત્રીજી લહેર નો ખતરો…

આ વર્ષે યોજાનાર ફ્લાવર શો ક્યાંકને ક્યાંક કોર્પોરેશનની લાલચ દેખાડી રહ્યું છે કે તેમને અમદાવાદીઓ કરતાં કોર્પોરેશનની તિજોરીમાં આવક થાય તેમાં જ રસ

Ahmedabad Gujarat
Untitled 81 4 અમદાવાદમાં યોજાનાર ફ્લાવર શો,શું બનશે ત્રીજી લહેર નો ખતરો...

એક બાજુ કોરોના નો ખતરો ટળ્યો નથી ત્યારે બીજી બાજુ ઓમીક્રોન દહેશત દસ્તક કરી રહી છે જ્યારે સૌથી વધારે કેસ અમદાવાદ ની અંદર નોંધાઈ રહ્યા છે ત્યારે સૌથી મોટો ચિંતાજનક વિષય અમદાવાદ મહાનગરપાલિકા માટે બની શકે છે કારણ કે દર વર્ષે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફ્લાવર શો નું આયોજન રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવતું હોય છે સાથેજ કાઈટ ફેસ્ટિવલ પણ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવતો હોય છે .

આ  પણ  વાંચો:અમદાવાદ / AMC દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત નવું અભિયાન શરૂ કરાયું.

જેમાં વિદેશમાંથી તમામ કાઇટ ફ્લાયર્સ આવતા હોય છે ત્યારે આ વર્ષે અમદાવાદ મહાનગરપાલિકા નું આયોજન કરવા જઈ રહી છે ત્યારે સવાલ એ જ થઇ રહ્યો છે કે અમદાવાદ મહાનગર પાલિકાના સત્તાધીશોને જાણે અમદાવાદ વાસીઓ ની કોઈપણ પડી જ ન હોય તે પ્રમાણે ફ્લાવર શોનું આયોજન કરવા જઈ રહી છે ઉલ્લેખનીય છે કે દર વર્ષે ફ્લાવર શો ની અંદર એન્ટ્રી ટિકિટ રાખવામાં આવી હોય છે જેમાં ચાલુ દિવસે લગભગ ૫૦૦૦ જેટલા લોકો રોજના અને શનિ-રવિના લગભગ દસ હજારથી વધારે લોકો મુલાકાત લેતા હોય છે.

આ પણ  વાંચો:ગાંધીનગર /  વાયબ્રન્ટ ગુજરાત સમિટ પૂર્વે આજે વિવિધ ક્ષેત્રે કુલ 16 MOU કરાયા

ત્યારે આ વર્ષે ફ્લાવર શોનું આયોજન ક્યાંક અમદાવાદીઓ માટે ઘાતક ન બને તો નવાઈ નહીં ત્યારે બીજી બાજુ કોર્પોરેશનના અધિકારીઓ ત્રીજી લહેરને અટકાવવા માટેના પગલાં હાથ ધારી રહ્યા છે પરંતુ આ વર્ષે યોજાનાર ફ્લાવર શો ક્યાંકને ક્યાંક કોર્પોરેશનની લાલચ દેખાડી રહ્યું છે કે તેમને અમદાવાદીઓ કરતાં કોર્પોરેશનની તિજોરીમાં આવક થાય તેમાં જ રસ છે એક તરફ આજથી નદી મહોત્સવ નો પ્રારંભ રિવરફ્રન્ટ ખાતે યોજાવા જઈ આવો છે જેમાં અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે ત્યારે આવનારા દિવસમાં આ ફ્લાવર શો ક્યાંક અમદાવાદીઓ માટે ત્રીજી લહેર ને આમંત્રણ આપે તો નવાઈ નહીં.