IPL/ દિલ્હીને પરાજિત કરી ચેન્નઈની ટીમ 9મી વાર ફાઇનલમાં

બ્રાવોએ મેચમાં શિમરોન હેટમાયરની વિકેટ લીધી હતી. T-20 ક્રિકેટમાં આ તેની 550મી વિકેટ હતી. બ્રાવો આ ઐતિહાસિક સિદ્ધિ મેળવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો

Top Stories Sports
ેે દિલ્હીને પરાજિત કરી ચેન્નઈની ટીમ 9મી વાર ફાઇનલમાં

IPL-2021ના ફેઝ-2માં હવે ગણતરીની મેચ બાકી રહી છે. રવિવારે પહેલી ક્વોલિફાયર મેચમાં ત્રણ વારની ચેમ્પિયન ટીમ ચેન્નઈ સુપર કિંગ્સની મેચ ગત સિઝનની ફાઇનલિસ્ટ દિલ્હી કેપિટલ્સ વિરૂદ્ધ રમાઈ હતી. જેમાં ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી. પહેલા બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 172 રન કર્યા હતા. આ મેચમાં રિષભ પંત તથા પૃથ્વી શોએ અર્ધસદી નોંધાવી હતી. જેના જવાબમાં ચેન્નઈએ 2 બોલ પહેલા સ્કોર ચેઝ કરી 4 વિકેટથી મેચ જીતી લીધી હતી.  ધોનીએ છેલ્લી ઓવરમાં ચોગ્ગાની હેટ્રિક મારી ચેન્નઈને 9મી વાર ફાઇનલમાં પહોંચાડી હતી. જોકે દિલ્હી પાસે ફાઇનલમાં પહોંચવાની વધુ એક તક રહેલી છે. હવે દિલ્હીની મેચ ક્વોલિફાયર-2માં એલિમિનેટર મેચ (RCB v/s KKR)ના વિજેતા સામે 13 ઓક્ટોબરે રમાશે.

બ્રાવોએ મેચમાં શિમરોન હેટમાયરની વિકેટ લીધી હતી. T-20 ક્રિકેટમાં આ તેની 550મી વિકેટ હતી. બ્રાવો આ ઐતિહાસિક સિદ્ધિ મેળવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે. બ્રાવોએ અત્યાર સુધીમાં 506 T-20 મેચમાં 550 વિકેટ લીધી છે.

CSKએ તેમની ટીમમાં કોઈ ફેરફાર કર્યો ન હતો, જ્યારે દિલ્હીએ રિપલ પટેલની જગ્યાએ ટોમ કરનને પ્લેઈંગ-11માં સ્થાન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ધોની T-20 માં 150 ટોસ જીતનાર વિશ્વનો પહેલો કેપ્ટન બની ગયો છે. આ મેચમાં જે ટીમ જીતશે તે સીધી ફાઇનલમાં પહોંચી જશે. ત્યારે હારનારી ટીમને વધુ એક તક મળશે અને તે ક્વોલિફાયર-2માં પહોંચશે. જ્યાં તેનો સામનો એલિમિનેટરમાં જીતેલી ટીમ સામે થશે.  મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપ હેઠળ ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ લીગના અંતિમ તબક્કામાં બીજા સ્થાને ફિનિશ કરી શકી છે. પરંતુ છેલ્લી 3 મેચની વાત કરીએ તો તેમાં ધોની એન્ડ ટીમનું પ્રદર્શન સારુ રહ્યું નથી અને ત્રણેયમાં તેમને હારનો સામનો કરવો પડ્યો છે. તેવામાં દિલ્હી સામે તો ચેન્નઈ સુપર કિંગ્સ છેલ્લી ચારેય મેચ હારી ચૂક્યું છે. જયારે દિલ્હીની ટીમ છેલ્લી લીગ મેચ રોયલ ચેલેંજર બેંગ્લોર સામે હારીને આવી છે. વિરાટ કોહલી એન્ડ ટીમે 7 વિકેટથી તેને હરાવી હતી. આ મેચમાં RCBના કે.એસ.ભરતે છેલ્લા બોલ પર સિક્સ મારીને મેચ જીતાડી હતી.