ભાવ વધારો/ ગરીબો માટે હવે ચૂલો સળગાવવું પણ બન્યું મોંઘુ

એક તરફ પેટ્રોલ-ડિઝલમાં થયેલો અધધ વધારો પહેલા જ મોંઘવારીને આમંત્રણ કરી ચુક્યો છે, ત્યારે હવે ગરીબોનું ઇંધણ ગણાતું કેરોસીન પણ મોંઘુ થયુ છે. 

Top Stories Business
કેરોસીનનાં ભાવમાં વધારો
  • હવે ગરીબો માટે ઇંધણ પણ મોંઘું
  • કેરોસીનના ભાવમાં લિટરે ધરખમ ભાવવધારો
  • લિટર કેરોસીનના ભાવમાં રૂ.19.36નો વધારો
  • જાન્યુ-2021માં પ્રતિ લિટર કેરોસીન રૂ. 30.12
  • ડિસેમ્બર-2021માં પ્રતિ લિટર કેરોસીન રૂ. 49.48
  • કેરોસીનના કાળાબજાર પણ વધ્યાં
  • સરકાર કેરોસીનના ભાવ નિયંત્રણમાં રાખે
  • ગરીબ રાશનકાર્ડઘારકોની માગ

કોરોના મહામારીમાં ગરીબથી લઇને સામાન્ય વર્ગનાં  લોકોને ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ પેટ્રોલ-ડિઝલમાં થયેલો અધધ વધારો પહેલા જ મોંઘવારીને આમંત્રણ કરી ચુક્યો છે, ત્યારે હવે ગરીબોનું ઇંધણ ગણાતું કેરોસીન પણ મોંઘુ થયુ છે.

આ પણ વાંચો – રાજકીય /  જો કોંગ્રેસ સત્તા ઉપર આવશે તો એક ઘરમાં બે વ્યક્તિઓને નોકરી આપશે : જગદીશ ઠાકોર

આપને જણાવી દઇએ કે, કેરોસીનનાં ભાવમાં લિટર દીઠ ધરખમ વધારો થયો છે. લિટરે કેરોસીનનાં ભાવમાં રૂપિયા 19.36 નો વધારો થયો છે. જે કેરોસીનનો ભાવ જાન્યુઆરી-2021 માં પ્રતિ લિટર 30.12 રૂપિયા હતો જે હવે ડિસેમ્બર 2021 માં પ્રતિ લિટર 49.48 રૂપિયા સુધી પહોંચી ગયો છે. જો કે કેરોસીનનાં કાળબજારીમાં પણ ઘણો વધારો થયો છે. જણાવી દઇએ કે, છેલ્લા ત્રણ મહિનામાં જ કેરોસીનનાં ભાવમાં રૂ. 8.48 નો વધારો નોંધાયો છે. આ કારણોસર ગરીબોની દશા વધુ દયનીય બની છે. રાજ્યમાં ગેસ કનેક્શન અપાતા મોટાભાગનાં રેશનકાર્ડ ધારકોને કેરોસીન આપવાનુ જ બંધ કરી દેવાયુ છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વાજબી ભાવની દુકાનોમાં કાર્ડ ધારકોને નક્કી કરેલા કવોટા મુજબ દર મહિને કેરોસીન આપવામાં આવે છે. આ તરફ, સરકારનો દાવો છેકે, રાંધણ ગેસનાં વધતા જતા ઉપયોગને લીધે કેરોસીનનો વપરાશ ઘટયો છે. ત્યારે આજે પણ કેરોસીનનો ઉપયોગ કરતા લોકો માટે મુસિબત ઘણી વધી ગઇ છે.

કેરોસીનનાં ભાવમાં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીનો વધારો

જણાવી દઇએ કે, વર્ષ 2021નાં જાન્યુઆરી મહિનામાં કેરોસીનનો ભાવ રૂ. 30.12, ફેબ્રુઆરીમાં રૂ. 32.37, માર્ચમાં રૂ. 35.35, એપ્રિલમાં રૂ. 36.78, મે મહિનામાં રૂ. 36.87, જુનમાં રૂ. 39.45, જુલાઇમાં રૂ. 41.24, ઓગસ્ટમાં રૂ. 42.64, સપ્ટેમ્બરમાં રૂ. 41.00, ઓક્ટોબરમાં રૂ. 43.17, નવેમ્બરમાં રૂ. 50.48 અને ડિસેમ્બર મહિનામાં રૂ. 49.48 પર પહોંચી ગયુ છે.