IND vs ENG/ ઈંગ્લેન્ડને હરાવી ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને આપી માત, ટોપ પર પહોંચી ટીમ

ચોથી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને હરાવી ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને પણ માત આપી દીધી છે. આ સાથે WTC Point Table પર ભારત ટોપ પર પહોંચી ગયુ છે.

Sports
1 130 ઈંગ્લેન્ડને હરાવી ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને આપી માત, ટોપ પર પહોંચી ટીમ

ચોથી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને હરાવી ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને પણ માત આપી દીધી છે. આપને જણાવી દઇએ કે, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરીઝની ચોથી મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કરી ઈંગ્લેન્ડને 157 રનથી હરાવ્યું હતુ. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ WTC Point Table પર શીર્ષનું સ્થાન મેળવી લીધુ છે.

1 132 ઈંગ્લેન્ડને હરાવી ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને આપી માત, ટોપ પર પહોંચી ટીમ

આ પણ વાંચો – IND vs ENG / બુમરાહે ભારતીય ટીમનાં પૂર્વ ઓલરાઉન્ડર કપિલ દેવનો આ જુનો રેકોર્ડ તોડ્યો

આપને જણાવી દઇએ કે, ભારતીય ટીમે બીજી ઇનિંગમાં 466 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો અને ઈંગ્લેન્ડને જીત માટે 368 રન બનાવવાનાં હતા, પરંતુ જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ પાંચમાં દિવસે માત્ર 210 રનમાં સમેટાઇ ગઇ હતી. આ મેચમાં લગભગ તમામ ભારતીય બોલરોએ ઈંગ્લેન્ડને તેની જ ધરતી પર હરાવવામાં સમાન યોગદાન આપ્યું હતું, પરંતુ તેમા ખાસ જસપ્રિત બુમરાહનું યોગદાન સૌથી મહત્વનું હતું. અલબત્ત, તેણે બીજી ઇનિંગમાં માત્ર બે વિકેટ લીધી હતી, પરંતુ જે રીતે તેણે ઓલી પોપ અને જોની બેયરસ્ટોને ક્લીન બોલ્ડ કર્યા હતા, તેનાથી ઈંગ્લેન્ડની જીતની આશા ધોવાઇ રહી હોય તેવુ લાગી રહ્યુ હતુ. આ મેચ જીત્યા બાદ ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનાં પોઈન્ટ ટેબલમાં નંબર વન પર પહોંચી ગયું છે. ભારતે અહીં પાકિસ્તાનને પછાડી દીધું છે જે હવે બીજા નંબરે સરકી ગયું છે. આપને જણાવી દઇએ કે, આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટની સીરીઝ રમાઈ રહી છે. સીરીઝની ચોથી મેચ લંડનનાં ધ ઓવલમાં રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 157 રનથી હરાવ્યું હતું. આ સાથે ભારતીય ટીમે 5 ટેસ્ટની સીરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. ઓવલમાં 50 વર્ષ બાદ ટીમ ઇન્ડિયાની આ પ્રથમ જીત છે.

આ પણ વાંચો – Cricket / ભારતનો આ ખેલાડી ‘ICC Player of the Month’ માટે Nominate

આ જીત સાથે વિરાટ કોહલી અને ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23 નાં પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે. આ કિસ્સામાં, ભારતીય ટીમે પાકિસ્તાનને પાછળ છોડી દીધું છે. આ જીત પછી, ભારતીય ટીમનાં હવે WTC 2021-23 પોઈન્ટ ટેબલમાં 26 પોઈન્ટ અને 58.33% ટકા ઓફ પોઈન્ટ (PCT) છે. તે પછી પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડીઝની ટીમ છે, જે સંયુક્ત રીતે બીજા સ્થાને છે. બંને ટીમનાં 12-12 પોઇન્ટ અને 50% PCT છે. પોઇન્ટ ટેબલમાં માત્ર 4 ટીમો છે કારણ કે આ ચારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ સીરીઝ રમવાનું શરૂ કર્યું છે. બાકીની ટીમો હવે પોતપોતાની સીરીઝ શરૂ કરશે. ભારત, પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ બાદ ઈંગ્લેન્ડ પોઈન્ટ ટેબલમાં ચોથી ટીમ છે. ઈંગ્લેન્ડે પણ ભારત સામે જ સીરીઝ શરૂ કરી છે. તેઓએ અત્યાર સુધી માત્ર એક જ મેચ જીતી છે અને એક ડ્રો રહી છે. આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડની ટીમ 14 પોઇન્ટ અને 29.17 PCT છે.

1 131 ઈંગ્લેન્ડને હરાવી ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને આપી માત, ટોપ પર પહોંચી ટીમ

આ પણ વાંચો – IND vs ENG / ટીમ ઈન્ડિયા ફરી સંકટમાં, રોહિત-પુજારા ઈજાગ્રસ્ત, 5 મી ટેસ્ટ રમશે તેના પર શંકા

દરેક ટેસ્ટ મેચ માટે 12 પોઇન્ટ, ટાઇ માટે 6 પોઇન્ટ અને ડ્રો માટે 4 પોઇન્ટ આપવામાં આવે છે. મેચ જીતવા પર 100 PCT મળે છે, જ્યારે ટાઈ માટે 50 અને ડ્રો માટે 33.33 PCT મળે છે. એટલે કે 5 ટેસ્ટની સીરીઝમાં કુલ 60 પોઈન્ટ હશે. 4 મેચની સીરીઝમાં 48, 3 મેચોની સીરીઝમાં 36 અને બે ટેસ્ટની સીરીઝમાં 24 અંક મળશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની આ સીરીઝ દરમિયાન, બંને ટીમોને ધીમી ઓવર રેટ માટે 2-2 પોઈન્ટનું નુકસાન થયું છે. પ્રથમ ત્રણ ટેસ્ટમાંથી 16 પોઇન્ટ આવવાના હતા, પરંતુ માત્ર 14 જ મળ્યા છે. મેચ હારવા માટે ઈંગ્લેન્ડનાં સમાન પોઈન્ટ છે, પરંતુ મેચ જીતવાથી ભારતનાં પોઈન્ટ વધશે.