Wedding/ પૂર્વ ક્રિકેટર અરુણલાલ 66 વર્ષની ઉંમરે કરશે બીજા લગ્ન, 28 વર્ષ નાની બુલબુલને બનાવશે પોતાની વહુ

અરુણલાલના લગ્નનું કાર્ડ પણ છપાઈ ગયું છે, તેની સાથે વિતરણની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. અરુણ અને બુલબુલ 2 મેના રોજ કોલકાતાની પીયરલેસ ઇન હોટલમાં લગ્ન કરવાના છે.

Trending Sports
અરુણલાલ

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર અરુણલાલ બીજી વખત વરરાજા બનવા માટે તૈયાર છે. તેઓ 66 વર્ષની ઉંમરે બીજા લગ્ન કરવા જઈ રહ્યા છે. તેની બીજી પત્નીનું નામ બુલબુલ સાહા છે, જે 38 વર્ષની છે. એટલે કે તે અરુણલાલ કરતા 28 વર્ષ નાની છે. અરુણ અને બુલબુલ ઘણા સમયથી એકબીજાને ઓળખે છે. તેઓ ઘણા જૂના મિત્રો છે, જેમની મિત્રતા હવે લગ્નમાં બદલાવા જઈ રહી છે.

અરુણલાલના લગ્નનું કાર્ડ પણ છપાઈ ગયું છે, તેની સાથે વિતરણની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. અરુણ અને બુલબુલ 2 મેના રોજ કોલકાતાની પીયરલેસ ઇન હોટલમાં લગ્ન કરવાના છે. અરુણ તેના મિત્રો અને નજીકના લોકોને લગ્નનું એક મોટું રિસેપ્શન પણ આપવા જઈ રહ્યો છે.

આપને જણાવી દઈએ કે અરુણલાલે પહેલીવાર રીના સાથે લગ્ન કર્યા હતા. પરંતુ, પછી બંનેએ પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા હતા. સૂત્રોનું માનીએ તો રીના ઘણા સમયથી બીમાર છે. અરુણ તેની ઈચ્છાથી જ બીજી વાર લગ્ન કરવા જઈ રહ્યો છે. અરુણ અને બુલબુલે એક મહિના પહેલા સગાઈ પણ કરી લીધી હતી, જ્યારે તેઓ લાંબા સમયથી રિલેશનશિપમાં હતા. તે ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB)ના અધિકારીઓ, સાથી ક્રિકેટરો, બંગાળના ક્રિકેટરો અને પરિવારના અન્ય સભ્યોને તેના લગ્નમાં આમંત્રિત કરશે.

a 95 4 પૂર્વ ક્રિકેટર અરુણલાલ 66 વર્ષની ઉંમરે કરશે બીજા લગ્ન, 28 વર્ષ નાની બુલબુલને બનાવશે પોતાની વહુ

કેન્સરને હરાવ્યું

અરુણના અંગત જીવનની વાત કરીએ તો તેનો જન્મ 1 ઓગસ્ટ, 1955ના રોજ ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં થયો હતો. તે બંગાળ માટે ક્રિકેટ રમ્યો છે. અરુણે કેન્સરને પણ માત આપી છે. વર્ષ 2016 માં, તેને કેન્સર હોવાનું નિદાન થયું હતું, જેના કારણે તેણે કોમેન્ટ્રી છોડી દીધી હતી. પરંતુ, પછી તેણે બીમારી પર કાબુ મેળવ્યો અને બંગાળ ટીમના કોચિંગની જવાબદારી સંભાળી.

ક્રિકેટ કારકિર્દી

અરુણલાલે પોતાની ક્રિકેટ કારકિર્દીમાં 16 ટેસ્ટ અને 13 વનડે રમી છે. જ્યાં તેણે ટેસ્ટમાં 729 રન બનાવ્યા છે જ્યારે વનડેમાં તેણે 122 રન બનાવ્યા છે. અરુણ તેની કારકિર્દીમાં આંતરરાષ્ટ્રીય સદી ફટકારી શક્યો નથી. તેણે ફર્સ્ટ ક્લાસમાં 156 મેચ રમી હતી, જેમાં તેણે 30 સદી ફટકારીને કુલ 10421 રન બનાવ્યા હતા. અરુણે 27 જાન્યુઆરી 1982ના રોજ કટકમાં ઈંગ્લેન્ડ સામે પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ ODI રમી હતી. જ્યારે છેલ્લી મેચ એપ્રિલ 1989માં વેસ્ટ ઈન્ડિઝ સામે કિંગસ્ટન ટેસ્ટમાં રમાઈ હતી.

આ પણ વાંચો :મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ થવા પર ભાજપ દેશભરમાં કાર્યક્રમોનું આયોજન કરશે, નડ્ડા મહાસચિવો સાથે કરશે બેઠક

ગુજરતનું ગૌરવ