Air pollution/ દિલ્હી બાદ અમદાવાદના કેટલાક વિસ્તારો વાયુ પ્રદૂષણની ઝપેટમાં, AQI સ્તરમાં થયો વધારો

દિવાળી ટાણે અમદાવાદ શહેરમાં ચાર વિસ્તારોમાં ભારે પ્રદુષણ થઇ રહ્યું છે. અમદાવાદમાં ચાર વિસ્તારો એવા છે જેમાં બે વિસ્તારોનો એર ક્વૉલિટી ઇન્ડેક્સ 300ને પાર થયો.

Top Stories Gujarat
YouTube Thumbnail 80 1 દિલ્હી બાદ અમદાવાદના કેટલાક વિસ્તારો વાયુ પ્રદૂષણની ઝપેટમાં, AQI સ્તરમાં થયો વધારો

દિલ્હીમાં વરસાદ બાદ પણ વધતા વાયુ પ્રદૂષણમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. દિલ્હીની જેમ અમદાવાદમાં પણ વાયુ પ્રદૂષણમાં વધારો થયો છે. ત્યારે દિવાળી તહેવારની ઉજવણીને લઈને લોકોની ચિંતામાં વધી છે. દિવાળી તહેવાર પર જ દેશમાં અનેક સ્થાનો પર AQI સ્તમાં વધારો થતો હોવાનું જોવા મળ્યું છે. દિલ્હી બાદ હવે અમદાવાદના કેટલાક વિસ્તારો પણ વાયુ પ્રદૂષણની ઝપેટમાં છે. શહેરના ચાર વિસ્તારોમાં એર ક્વૉલિટી ઇન્ડેક્સમાં વધારો થતા સૌથી વધુ પ્રદુષિત વિસ્તારો બન્યા છે.

દેશની રાજધાની દિલ્હીમાં એર ક્વૉલિટી ઇન્ડેક્સ 500થી વધુ નોંધાયો. જ્યારે અમદાવાદ આ બાબતમાં પણ દિલ્હીને માત આપવા આગળ વધી રહ્યું છે. શહેર ચાર વિસ્તારોમાંથી બે વિસ્તારોમાં એર ક્વૉલિટી ઇન્ડેક્સ 300ને પાર થઇ ગયો છે, જ્યારે અન્ય બે વિસ્તારોમાં AQI સ્તર 200 જોવા મળ્યું. શહેરના વાયુ પ્રદૂષણને લઈને વિવિધ વિસ્તારોના આંકડા સામે આવ્યા છે જેમાં રખિયાલ વિસ્તારમાં AQI-305, લેખવાડામાં AQI-307, પિરાણા ડમ્પિંગ સાઈટ પર AQI-203, નવરંગપુરામાં AQI સ્તર 244 પંહોચ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, અત્યારે દિવાળી ટાણે અમદાવાદ શહેરમાં ચાર વિસ્તારોમાં ભારે પ્રદુષણ થઇ રહ્યું છે. અમદાવાદમાં ચાર વિસ્તારો એવા છે જેમાં બે વિસ્તારોનો એર ક્વૉલિટી ઇન્ડેક્સ 300ને પાર થઇ ગયો છે, તો વળી અન્યે બીજા બે વિસ્તારોનો ઇન્ડેક્સ 200 ને પાર પહોંચ્યો છે. તાજા આંકડા પ્રમાણે, શહેરના રખિયાલ વિસ્તારમાં એર ક્વૉલિટી ઇન્ડેક્સ 305એ પહોંચ્યો છે, લેખવાડામા એર ક્વૉલિટી ઇન્ડેક્સ 307એ પહોંચ્યો છે. પિરાણા ડમ્પિંગ સાઈટ વિસ્તારનો એર ક્વૉલિટી ઇન્ડેક્સ 203 એ પહોંચ્યા છે, અને નવરંગપુરામાં એર ક્વૉલિટી ઇન્ડેક્સ 244 પૉઇન્ટ પહોંચ્યા છે. આમ શહેરના આ ચાર વિસ્તારોમાં હવા સૌથી વધુ પ્રદુષિત બની છે. સામાન્ય રીતે એર ક્વૉલિટી ઇન્ડેક્સ 100ની આસપાસ હોય તો એ હવા પ્રમાણમાં સારી ગણાય. જ્યારે 50ની નીચે રહે તો ઉત્તમ ગણાય છે.

એર ક્વૉલિટીનું સ્તર જે – તે પ્રદેશમાં હવામાં રહેલા પ્રદૂષકોના માપ પર આધારિત નક્કી કરવામાં આવે છે. વાયુ પ્રદૂષણમાં વધારો થતા જાહેર આરોગ્યના જોખમો વધે છે. ખાસ કરીને બાળકો, મોટી ઉંમરના અન્ય લોકો જેઓ સ્વાસ્થ્ય સમસયાનો સામનો કરતા તેમના પર તેની અસર પડે છે. આથી જ્યારે વાયુ પ્રદૂષણમાં સતત વધારો થાય ત્યારે વહીવટીતંત્ર દ્વારા નિર્ણાયાત્મક પગલા લેવામાં આવે છે.

સામાન્ય રીતે અમદાવાદમાં દિવાળી પર્વ અને શિયાળાની શરૂઆત એમ બેવડી સ્થિતિનું નિર્માણ થતા વાયુ પ્રદૂષણમાં વધારો થતો હોવાનું ધ્યાનમાં આવ્યું છે. દિવાળી તહેવાર પર ફોડવામાં આવતા ફટાકડાના કારણે પર વાયુ પ્રદૂષણમાં બેગણો વધારો જોવા મળે છે. જો કે ગત વર્ષે એપ્રિલ મહિનામાં અમદાવાદમાં AQIનો આંકડો 311 પર પહોંચી ગયો હતો. આ સમયે પ્રદૂષણ વધવા પાછળનું કારણ કેમિકલ ઉદ્યોગો દ્વારા કરાતા કામને માનવામાં આવ્યું હતું. શહેરના પૂર્વ હોય કે પશ્ચિમ તમામ વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સમાં પ્રદૂષણની માત્રા વધુ જોવા મળી હતી. એર ક્વૉલિટી ઈન્ડેક્સની વેબસાઈટ મુજબ હાલમાં અમદાવાદ શહેરની હવામાં પ્રદૂષણ ખૂબ વધ્યુ છે.


whatsapp ad White Font big size 2 4 દિલ્હી બાદ અમદાવાદના કેટલાક વિસ્તારો વાયુ પ્રદૂષણની ઝપેટમાં, AQI સ્તરમાં થયો વધારો


આ પણ વાંચો : Kali Chaudas 2023/ આજે મહાકાળી માની પૂજા કરવાથી જીવનના તમામ સંકટો થશે દૂર,જાણો મુહૂર્ત અને પૂજાના નિયમો

આ પણ વાંચો : Uttar Pradesh/ 24 લાખ દીવાઓથી ઝળહળી ઉઠશે રામની નગરી અયોધ્યા…

આ પણ વાંચો : Manipur/ મણિપુરમાં ફરી હિંસા ફાટી નીકળી! મૈતેઈ અને કુકી વચ્ચે ભયંકર ગોળીબાર