Vaccination/ કેજરીવાલ બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ લીધો

આજે દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બાદ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે પણ કોરોના વાયરસની વેક્સીન લીધી છે…..

India
Mantavya 67 કેજરીવાલ બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ લીધો

આજે દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બાદ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે પણ કોરોના વાયરસની વેક્સીન લીધી છે. નાણાં પ્રધાનને દિલ્હીનાં વસંત કુંજની ફોર્ટિસ હોસ્પિટલમાં કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. કોરોના રસી મળ્યા બાદ નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે કહ્યું કે, તેમને ભારતમાં હોવાનો ગર્વ છે.

Vaccination / દિલ્હી CM કેજરીવાલે તેમના માતા-પિતા સાથે લીધી કોરોનાની વેક્સીન

કોરોના રસી મળ્યા બાદ કેન્દ્રીય નાણાં પ્રધાને ટ્વીટ કર્યું કે, તેમણે આજે સવારે કોરોના વાયરસની રસી લગાવી છે. મારો સાથે આપવા બદલ બહેન રામ્યા પીસીનો આભાર. તેમને ભારતમાં હોવાનો ગર્વ છે, જ્યાં રસી વિકસિત કરવામાં આવી છે અને તેની ઉપલબ્ધતા તુરંત અને વ્યાજબી છે.

Covid-19 / દેશમાં ફરી કોરોનાનાં કેસોમાં ઉછાળો, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ?

આપને જણાવી દઈએ કે, ભારતમાં કોરોના વાયરસ રસીકરણનો બીજો તબક્કો 2 માર્ચથી શરૂ થઇ છે. બીજા તબક્કાની પ્રથમ રસી પીએમ મોદીએ પોતે લગાવી હતી. ત્યારબાદ, ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને શાસક પક્ષ અને વિપક્ષનાં નેતાઓ રસી લગાવી ચુક્યા છે. ગુરુવારે પૂર્વ વડા પ્રધાન અને કોંગ્રેસનાં નેતા મનમોહન સિંહ અને તેમની પત્નીને પણ કોરોનાની રસી લગાવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ