Not Set/ સ્પોર્ટ્સ/ ન્યૂઝીલેન્ડ સામે હાર બાદ ટીમ ઈન્ડિયાએ વન ડે ઈતિહાસનો સૌથી શરમજનક રેકોર્ડ બનાવ્યો

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી 3 મેચની વનડે સિરીઝની બીજી મેચમાં કિવિ ટીમે જીત મેળવી શ્રેણીમાં 2-0 ની અજેય લીડ મેળવી લીધી છે. ઈડન પાર્કમાં રમાયેલી મેચમાં ભારતીય બેટિંગ વેરવિખેર જોવા મળી હતી, જોકે શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા અને નવદીપ સૈનીએ મેચને આપણી તરફેણમાં લાવવા માટે ખૂબ જ સંઘર્ષ કર્યો હતો પરંતુ તે મેચ […]

Top Stories Sports

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી 3 મેચની વનડે સિરીઝની બીજી મેચમાં કિવિ ટીમે જીત મેળવી શ્રેણીમાં 2-0 ની અજેય લીડ મેળવી લીધી છે. ઈડન પાર્કમાં રમાયેલી મેચમાં ભારતીય બેટિંગ વેરવિખેર જોવા મળી હતી, જોકે શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા અને નવદીપ સૈનીએ મેચને આપણી તરફેણમાં લાવવા માટે ખૂબ જ સંઘર્ષ કર્યો હતો પરંતુ તે મેચ બચાવવામાં નિષ્ફળ ગયા હતા અને 22 રને ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. સીરીઝની બીજી મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય લીધો હતો અને કિવિ ટીમને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.

ન્યૂઝીલેન્ડે માર્ટિન ગુપ્ટિલ (79) અને રોસ ટેલર (અણનમ 73) ની ઇનિંગની મદદથી ભારત સામે 274 રન બનાવ્યા હતા, જો કે લક્ષ્યનો પીછો કરતાં ભારતીય ટીમ ફક્ત 48.3 ઓવરમાં 251 રનમાં સમેટાઇ ગઈ હતી અને મેચ 22 રને હારી ગઈ હતી. આ હાર સાથે, ભારતીય ટીમે એક શરમજનક રેકોર્ડ પોતાના નામે કર્યો છે, જેને તે ક્યારેય યાદ કરવાનું પસંદ કરશે નહીં. ચાલો એક નજર કરીએ.

ઓકલેન્ડમાં ભારતીય ટીમ માટે દિવસ ખૂબ જ અઘરો રહ્યો હતો. વિરાટ સેનાએ કિવિ ટીમનાં હાથે પરાજયનો સામનો કરવો પડ્યો, તેવો જ તેમના નામે વનડે ક્રિકેટ ઇતિહાસનો સૌથી શરમજનક રેકોર્ડ બન્યો હતો. ભારતીય ટીમ વનડે ઇતિહાસમાં સૌથી વધુ મેચ હાર મેળવેલ ટીમ બની ગઇ છે.

આ યાદીમાં ભારતીય ટીમ 423 પરાજય સાથે ટોચ પર છે જ્યારે શ્રીલંકાની ટીમ 421 પરાજય સાથે બીજા સ્થાને છે. પાકિસ્તાનની ટીમ આ યાદીમાં 413 પરાજય સાથે ત્રીજા ક્રમે છે. વેસ્ટ ઇન્ડીઝ 378 પરાજય સાથે ચોથા ક્રમે છે અને ન્યૂઝીલેન્ડ 373 પરાજય સાથે પાંચમાં નંબરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.