બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડન, કોમેડિયન ભારતી સિંહ અને ફિલ્મ નિર્માતા ફરાહ ખાનની સમસ્યાઓ અટકવાનું નામ નથી લઈ રહી. ખ્રિસ્તી ધર્મના લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ ત્રણેય સામે ફરી એકવાર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
અહેવાલો અનુસાર, નાગપુરના મનકાપુર પોલીસ સ્ટેશનમાં ધાર્મિક શબ્દનો ઉપયોગ કરીને કથિત રીતે લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ એફઆઈઆર નોંધવામાં આવી છે.
અહેવાલો અનુસાર મનકાપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વજીર શેખે જણાવ્યું છે કે, ગોરખવારાના રહેવાસી ખુશ્બુ ભગવાન પરવાર (27) એ ત્રણે સામે ફરિયાદ કરી છે અને દાવો કર્યો છે કે ગત વર્ષે 25 ડિસેમ્બરે એક ટેલિવિઝન શો દરમિયાન ત્રણેય લોકોએ ધાર્મિક શબ્દની મજાક ઉડાવી હતી.
ગયા વર્ષે 27 ડિસેમ્બરે ફરિયાદ કરવામાં આવી હતી અને તેની તપાસ કર્યા બાદ કલમ 295 એ (તેના હેતુથી કોઈ પણ વર્ગની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા અને તેના ધાર્મિક માન્યતાને ઠેસ પહોંચાડવા હેતુપૂર્વકનો હેતુ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર જલ્દીથી ત્રણેયને સમન્સ આપવામાં આવશે.
આપને જણાવી દઈએ કે આ પહેલા ડિસેમ્બરમાં ફરાહ, રવિના અને ભારતી સિંહ વિરુદ્ધ બે વાર ફરિયાદ કરવામાં આવી હતી. વિવાદ વધ્યા પછી તરત જ, ત્રણેય લોકોએ માફી માંગી, કહ્યું કે તેમનો ઇરાદો કોઈની લાગણી દુભાવવાનોને ઠેસ પહોચાડવાનો નથી. જો કે, આ જ કેસમાં હવે આ ત્રીજી એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
