આઈપીએલની પહેલી સીઝન એટલે કે વર્ષ 2008ની ચેન્નઇ સુપરકિંગ્સની કમાન સંભાળી રહેલા એમ એસ ધોનીની કેપ્ટનશીપમાં ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. વિકેટકીપર બેટ્સમેનનાં નેતૃત્વ હેઠળ ચેન્નાઈએ સૌથી પહેલા આઇપીએલનો ખિતાબ 2010 અને 2018 માં આઈપીએલની ટ્રોફી પોતાના નામે કરી. એટલું જ નહીં, CSK 11 માંથી 10 સીઝનમાં પ્લે ઓફ માટે ક્વોલિફાઇ થઈ છે, અને આ બધું જોઈને, એમ કહેવું ખોટું નહીં કે ધોનીની કેપ્ટનશીપ હેઠળ ચેન્નાઈનું પ્રદર્શન શાનદાર રહ્યુ છે.

ક્રિકેટ / ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ માટે ઈંગ્લેન્ડ ટીમનું એલાન, IPL રમી ચુકેલા ખેલાડીઓને ઈંગ્લેન્ડની ટીમમાં જગ્યા નહી
વળી આઈપીએલ 2021 માં, ચેન્નાઈની ટીમ શાનદાર ફોર્મમાં જોવા મળી હતી. જો કે, કોરોના વાયરસનાં વધતા જતા કહેરનાં કારણે, આઈપીએલ અનિશ્ચિત સમય માટે રદ કરવામાં આવી હતી. જ્યારે આઈપીએલની અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી, ત્યારે સીએસકે 7 મેચોમાં 5 જીત સાથે પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી હતી. ધોનીની આગેવાની હેઠળની ટીમે દિલ્હી કેપિટલ્સ સામે પહેલી મેચ હાર્યા બાદ બાકીની પાંચ મેચ તેની મુઠ્ઠીમાં કરી હતી. ધોની માત્ર એક સક્ષમ ખેલાડી અને કેપ્ટન જ નહીં પણ આઈપીએલ લીગનાં સૌથી જુના ખેલાડીઓમાંથી એક છે. આ દરમિયાન, ચેન્નાઈ સુપર કિંગ્સ ફ્રેન્ચાઇઝી પણ જાણે છે કે ધોની હવે લાંબા સમય સુધી ટીમનો ભાગ નહીં બની શકે. આપને જણાવી દઇએ કે, આ વર્ષે જુલાઈમાં, માહી 40 વર્ષ પૂર્ણ કરશે. જણાવી દઇએ કે, ધોનીએ ગયા વર્ષે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. તો હવે એવી સંભાવનાઓ છે કે ધોની ટૂંક સમયમાં આઈપીએલમાંથી પણ નિવૃત્તિ લેવાની જાહેરાત કરી શકે છે. આવી સ્થિતિમાં, સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે ધોનીએ ટીમને વિદાય આપ્યા પછી ચેન્નાઈનો આગામી કેપ્ટન કોણ બનશે? તો, આજે અમે તમને એવા 3 ખેલાડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ધોનીનાં નિવૃત્ત થયા પછી સીએસકેની કમાન સંભાળી શકે છે.

સુરેશ રૈના

સુનીશ રૈનાનું નામ ધોની પછીનાં આગામી કેપ્ટન બનવામાં સામેલ છે. સુરેશ રૈના આઈપીએલ 2008 માં ટૂર્નામેન્ટની શરૂઆતથી ચેન્નાઈની ટીમનો ભાગ રહ્યો છે. આઈપીએલમાં રૈના સતત સારો દેખાવ કરી રહ્યો છે. રૈનાએ 195 મેચોમાં 5491 રન બનાવ્યા છે, આ સાથે તે આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારો ત્રીજો ખેલાડી છે. રૈનાએ 25 વિકેટ પણ પોતાના નામે કરી છે. આવી સ્થિતિમાં, રૈના ભવિષ્યમાં ચેન્નાઈનાં કેપ્ટન તરીકે ધોનીની જગ્યા ઉપર આવે તે એક સારો વિકલ્પ બની શકે છે.
મર્ડર મિસ્ટ્રી / પહેલવાન સુશીલ કુમારને મોટો ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
રવિન્દ્ર જાડેજા

ભારતીય ક્રિકેટનાં સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં એક અને આઈપીએલમાં ચેન્નાઈની જીતમાં વિશેષ ભૂમિકા ભજવનારા રવિન્દ્ર જાડેજા બોલ, બેટ અને ફિલ્ડિંગ ત્રણેય બાબતોમાં શ્રેષ્ઠ સાબિત થયા છે. તેની પાસે ભવિષ્યમાં ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ આવવાની પૂરી સંભાવના છે. એમએસ ધોનીની જેમ રવિન્દ્ર જાડેજા પણ એક મહાન ફિનિશર છે. રવિન્દ્ર જાડેજાએ અત્યાર સુધીમાં 191 આઈપીએલ મેચોમાં 26 થી વધુની એવરેજથી 2290 રન બનાવ્યા છે, જેમાં 120 વિકેટ ઝડપી છે. તેથી તે સ્પષ્ટ છે કે, ભવિષ્યમાં, સીએસકે માટે કેપ્ટન તરીકે એક મહાન વિકલ્પ હોઈ શકે છે.
સેમ કરન

22 વર્ષીય યુવા ઈંગ્લિશ ખેલાડી સેમ કરન છેલ્લા બે સીઝનથી સીએસકે સાથે સંકળાયેલો છે. તે તેના શ્રેષ્ઠ પ્રદર્શનનાં આધારે ટીમનો મહત્વપૂર્ણ સભ્ય બની ગયો છે. આઈપીએલ 2020 માં ચેન્નાઈમાં જોડાયેલા ઓલરાઉન્ડર સેમ કરને આઈપીએલ 2020 માં 14 મેચમાં 13 વિકેટ લીધી હતી. વળી, 2021 માં, ઝડપી બોલરે 7 મેચોમાં 9 વિકેટ લીધી હતી. આ સિવાય સેમ કરનની બેટિંગ પણ આશ્ચર્યજનક છે, ઈંગ્લિશ ક્રિકેટરે આઈપીએલમાં અત્યાર સુધીમાં 150 થી વધુનાં સ્ટ્રાઈક રેટથી 30 મેચોમાં 333 રન બનાવ્યા છે. સેમ એક મહાન ઓલરાઉન્ડર છે અને તે પણ ભવિષ્યમાં સીએસકે કેપ્ટન બની શકે છે.

