OMG!/ અમદાવાદ એરપોર્ટમાં વાંદરા, ભેંસ, શ્વાન બાદ હવે કોબ્રાની ઘુસણખોરી, પ્રવાસીઓ પરેશાન

એરપોર્ટના ઇન્ટરનેશનલ ટર્મિનલ ટી-2માં ઝેરી કોબ્રા ઘૂસી ગયો હતો. ટર્મિનલમાં કોબ્રા ઘૂસી ગયો હોવાની જાણ થતા એરપોર્ટ પર ચકચાર મચી ગઈ હતી.

Ahmedabad Gujarat
A 302 અમદાવાદ એરપોર્ટમાં વાંદરા, ભેંસ, શ્વાન બાદ હવે કોબ્રાની ઘુસણખોરી, પ્રવાસીઓ પરેશાન

અમદાવાદ એરપોર્ટ જાણે પ્રાણીસંગ્રહાલયમાં ફેરવાયું હોય તેમ પક્ષીઓ, પ્રાણીઓ અને હવે જીવનજંતુઓ ઘુસી જતાં હોવાની ઘટના છાસવારે સામે આવે છે. ત્યારે આવામાં હવે એરપોર્ટના ઇન્ટરનેશનલ ટર્મિનલ ટી-2માં ઝેરી કોબ્રા ઘૂસી ગયો હતો. ટર્મિનલમાં કોબ્રા ઘૂસી ગયો હોવાની જાણ થતા એરપોર્ટ પર ચકચાર મચી ગઈ હતી.

મળતી માહિતી અનુસાર, ઇન્ટરનેશનલ ટર્મિનલ ટી-2માં દીવાલ પર લગાવેલા એસીના બોક્સ ઉપર કંઈક સળવળતુ જોવા મળ્યું હતુ. આ સળવળાટ જોઈને લોકો ચોંક્યા હતા. જેને ધ્યાનથી જોતા ત્યાં સાપ હોવાનું દેખાયુ હતું. આ જાણતા જ અધિકારીઓ પણ દોડતા આવી પહોંચ્યા હતા. સાપને પકડવા તાત્કાલિક વાઈલ્ડલાઈફ ફાઉન્ડેશનનો સંપર્ક કરાયો હતો.

A 301 અમદાવાદ એરપોર્ટમાં વાંદરા, ભેંસ, શ્વાન બાદ હવે કોબ્રાની ઘુસણખોરી, પ્રવાસીઓ પરેશાન

આ પણ વાંચો :જો 31 જુલાઇ સુધીમાં વરસાદ નહીં થાય તો, ગુજરાતમાં સર્જાઇ શકે છે મોટું જળસંકટ

જોતજોતામાં ટીમ આવી પહોંચી હતી અને ગણતરીની મિનિટોમાં ત્યાં હાજર અન્ય લોકોને બહાર કાઢી કોબ્રાને રેસ્ક્યુ કરવાની કામગીરી કરી હતી. કોબ્રાને રેસ્ક્યુ કર્યા બાદ વન વિભાગના અધિકારીઓ સાથે મળી તેને જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો. બીજી બાજુ આ કોબ્રા ક્યાંથી આવ્યો તે અંગે પણ ત્યાં હાજર કર્મચારીઓ વચ્ચે ચર્ચાનો વિષય રહ્યો હતો.

A 303 અમદાવાદ એરપોર્ટમાં વાંદરા, ભેંસ, શ્વાન બાદ હવે કોબ્રાની ઘુસણખોરી, પ્રવાસીઓ પરેશાન

આ પણ વાંચો : ઈલેક્ટ્રીક અને પેટ્રોલ બંનેથી ચાલતી બાઈક, હાઈબ્રીડ ટુ-વ્હીલર Hy-1ની રચના

જોકે, આ સાપનુ રેસ્ક્યૂ કરાયા બાદ એરપોર્ટ પરના અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ જ્યારે તેઓએ જાણ્યો કે આ કયા પ્રકારનો સાપ હતો તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તે એક કોબ્રા હતો. ઉલ્લેખનીય છે કે, એરપોર્ટ વિસ્તારમાં અનેકવાર પ્રાણીઓ ઘૂસી જવાના બનાવ બનતા હોય છે. કોબ્રાને રેસ્ક્યુ કર્યા બાદ તેને જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો. તાજેતરમાં જ ઇન્ટરનેશનલ ટર્મિનલ ટી-2માંથી કોબ્રા મળવાની ઘટના બની હતી.

આ પણ વાંચો :બોગસ ડૉક્ટરના ગુનામાં આરોપીને નિર્દોષ છોડતી જામનગર કોર્ટ