Musk Twitter/ મસ્કે 44 અબજ ડોલરમાં ખરીદેલી Twitterનું મૂલ્ય હવે 20 અબજ જ ડોલર

ઈલોન મસ્ક દ્વારા ખરીદાયેલ ટ્વિટરની કિંમત હવે અડધી થઈ ગઈ છે. મસ્ક દ્વારા કર્મચારીઓને મોકલવામાં આવેલા આંતરિક મેલમાં આ વાતનો ખુલાસો થયો છે. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે મસ્ક ટ્વિટરને નફાકારક બનાવવા માટે ઘણા મોટા ફેરફારો કરી રહ્યા છે.

Top Stories Business
Musk-Twitter

Musk Twitter Elon Musk દ્વારા ખરીદાયેલ Twitterની કિંમત હવે અડધી થઈ ગઈ છે.  Musk દ્વારા કર્મચારીઓને મોકલવામાં આવેલા આંતરિક મેલમાં આ વાતનો ખુલાસો થયો છે. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે મસ્ક Twitterને નફાકારક બનાવવા માટે Musk Twitter ઘણા મોટા ફેરફારો કરી રહ્યા છે.

મસ્કની Twitterનું વર્તમાન મૂલ્ય $20 બિલિયન છે, જે તેણે લગભગ Musk Twitter પાંચ મહિના પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મેળવવા માટે ચૂકવેલા $44 બિલિયનના અડધા કરતાં પણ ઓછું છે.  આ મેઈલ કર્મચારીઓને નવા સ્ટોક કમ્પેન્સેશન પ્રોગ્રામ માટે મોકલવામાં આવ્યો હતો.

Snapchat અને Pinterest ની નજીકનું મૂલ્યાંકન
વળતર યોજના મુજબ Twitterનું મૂલ્ય આશરે $20 બિલિયન છે, જે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સ્નેપચેટના $18.2 બિલિયન અને Pinterestના $18.7 બિલિયનના મૂલ્યની નજીક છે.

ટ્વિટર મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે
મસ્કે આંતરિક મેલમાં Twitterની કિંમતમાં ભારે ઘટાડો થવાનું કારણ પણ જણાવ્યું. Musk Twitter તેના મેલમાં કહેવામાં આવ્યું હતું કે ટ્વિટર મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. કંપની નાણાકીય સમસ્યાઓનો સામનો કરી રહી છે. એક તબક્કે એવી સ્થિતિ આવી કે કંપની નાદાર થવાની તૈયારીમાં છે. આ સાથે તેમણે કહ્યું કે એક વર્ષમાં 1.5 બિલિયન ડોલરની આવકમાં ઘટાડો થયો છે અને કંપની પર દેવાનો બોજ પણ વધી રહ્યો છે. MuskTwitter મસ્ક દ્વારા ટ્વિટરને અધિગ્રહણ કર્યા પછી, કંપનીના જાહેરાતકર્તાઓ પણ ઘટી ગયા છે, જેના કારણે Twitter પરેશાન છે.

મસ્ક ટ્વિટરમાં મોટા ફેરફારો કરી રહ્યા છે
ટ્વિટરને ઓક્ટોબર 2022 માં મસ્ક દ્વારા $44 બિલિયનમાં ખરીદ્યું હતું. Musk Twitter ત્યારથી, મસ્ક કંપનીમાં ઘણા મોટા ફેરફારો કરી રહી છે. તેમણે કર્મચારીઓની સંખ્યા 7,500 થી ઘટાડીને 2,000 કરી છે. આ સાથે કંપનીની આવક વધારવા માટે બ્લુ ટિક પેઇડ કરવામાં આવી છે. મસ્કે દાવો કર્યો છે કે તેના ફેરફારો તાત્કાલિક નહી પણ Twitter પર દૂરોગામી અસર પાડશે. તેના લીધે આગામી સમયમાં તેના વેલ્યુમાં પણ વધારો જોવા મળશે. આ ઉપરાંટ Twitterમાં કેરેક્ટરની સંખ્યા દસ હજાર સુધી લઈ જવાના લીધે તેના પર લેખ લખનારાઓની સંખ્યા પણ વધશે અને તે બ્લોગની નજીક પહોંચી જશે. તેના લીધે આગામી સમયમાં તેઓને પણ કમાણી થતાં તેઓ Twitterની પેઇડ સર્વિસ લેવાનું પસંદ કરશે.

આ પણ વાંચોઃ અમદાવાદ/અતીક અહેમદને લેવા સાબરમતી જેલ પહોંચી યુપી પોલીસ, પ્રયાગરાજ લઇ જવામાં આવશે

આ પણ વાંચોઃ રાજકોટ/CBIની ગુજરાતમાં મોટી કાર્યવાહી, રાજકોટના જોઈન્ટ DGFTને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા

આ પણ વાંચોઃ ગુજરાત યુનિવર્સિટીના ક્લાયમેટ ચેન્જ સેન્ટર ઓફ એક્સલન્સનો એક્શન પ્લાન તૈયાર થયો

આ પણ વાંચોઃ અમદાવાદ/હાટકેશ્વર ફ્લાયઓવર બન્યો ભ્રષ્ટાચારનો પુલ, 50 વર્ષનો હતો દાવો, 5 વર્ષમાં તોડી પાડવાની નોબત

આ પણ વાંચોઃ અમદાવાદ/અતીક અહેમદના સેલ પર અડધી રાત્રે પોલીસ કેમ પહોંચી?