ભાવ વધારો/ પેટ્રોલ-ડીઝલ બાદ હવે શાકભાજી તમારા ખિસ્સા ખાલી કરવા તૈયાર

પેટ્રોલ-ડીઝલ બાદ શાકભાજીનાં ભાવમાં વધારો, મોંઘવારીની પડશે માર, જનતા કરી રહી છે હાહાકાર…..

Top Stories Gujarat Others
ગરમી 65 પેટ્રોલ-ડીઝલ બાદ હવે શાકભાજી તમારા ખિસ્સા ખાલી કરવા તૈયાર
  • ઉનાળાની શરૂઆતમાં મોંઘવારીનો ભરડો
  • શાકભાજીનાં ભાવમાં તોતિંગ વધારો
  • ભાવવધારો થતાં ગૃહિણીઓનાં બજેટને અસર
  • પેટ્રોલ,તેલ બાદ શાકભાજીનાં ભાવમાં વધારો
  • કોમનમેનને મોંઘવારીનો માર

દેશમાં આજે કોરોનાનાં કારણે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ કોરોનાએ લોકોનાં ધંધા-રોજગારને પૂરી રીતે પ્રભાવિત કર્યા છે. આજે પણ સામાન્ય નાગરીક આ મુસિબતથી હજુ પણ પૂરી રીતે બહાર આવી શક્યો નથી, ત્યારે સામાન્ય નાગરીકોને વધુ એક મોંઘવારીની માર પડવા જઇ રહી છે.

વિકરાળ આગ: પાલીતાણાના પવિત્ર શેત્રુંજય ડુંગર પર એકાએક લાગી વિકરાળ આગ, મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ

આપને જણાવી દઇએ કે, કોરોનાએ દેશમાં પહેલા જ સામાન્ય નાગરીક માટે મુસિબતો વધારી દીધી છે, તેમા હવે મોંઘવારી આ ઘા પર જાણે મીંઠું નાખવાનું કામ કરી રહ્યુ છે. ઉનાળાની શરૂઆતમાં વધુ એક વાર મોંઘવારીએ દસ્તક દીધી છે. જી હા, પેટ્રોલ, તેલ બાદ હવે શાકભાજીનાં ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે. આ ભાવ વધારાનાં કારણે ગૃહિણીઓનું બજેટ પૂરી રીતે પ્રભાવિત થયુ છે. ગુજરાતમાં દિન પ્રતિદિન મોંઘવારીનો સાપ ડંખ મારતો રહે છે.

કન્ટેનમેન્ટ ઝોન: અમદાવાદીઓ માટે કોરોના બન્યો આફત, 45 વિસ્તારો માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર

જો કે અચ્છે દિનનાં વાયદાઓ સાથે સરકાર આવી હતી પરંતુ આજે સામાન્ય નાગરિકો માટે બુરે દિન આવી ગયા હોય તેવુ લાગી રહ્યુ છે. પેટ્રોલ, તેલથી લઇને ગેસ બાદ હવે શાકભાજી મોંઘા થઇ ગયા છે. ત્યારે એક તરફ કોરોનાનું સંક્રમણ અને વધતી ગરમી વચ્ચે ઉપયોગી લીબુંનાં ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. જણાવી દઇએ કે, એક સપ્તાહ પહેલા લિંબુનાં ભાવ હોલસેલમાં 20 કિલોનાં 1 હજાર રૂપિયા હતા. જે વધીને હોલસેલમાં 1,300 રૂપિયા થયા છે. એટલે કે હોલસેલ કરતા રિટેલમાં ભાવ વધારે હોય છે. રિટેલમાં એક કિલો લીંબુનો ભાવ 100 રૂપિયા થયો છે અને જેમ જેમ ઉનાળાની સિઝન આગળ વધશે તેમ ભાવ વધવાની પણ શકયતા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ