Not Set/ SBI બાદ હવે HDFC એ હોમ લોન કરી સસ્તી, જાણો ક્યા સુધી મળશે લાભ

HDFC ની જાહેરાત બાદ હવે ઘર માટે લોન ન્યૂનતમ 6.7 ટકાનાં દરે મળશે. આ SBI નાં લઘુત્તમ હોમ લોનનાં દરની બરાબર છે.

Business
1 329 SBI બાદ હવે HDFC એ હોમ લોન કરી સસ્તી, જાણો ક્યા સુધી મળશે લાભ

દેશની સૌથી મોટી મોર્ગેજ ધિરાણકર્તા HDFC એ આજે ​​21 સપ્ટેમ્બરે Festival ઓફર જાહેર કરી છે. HDFC ની જાહેરાત બાદ હવે ઘર માટે લોન ન્યૂનતમ 6.7 ટકાનાં દરે મળશે. આ SBI નાં લઘુત્તમ હોમ લોનનાં દરની બરાબર છે. ગયા અઠવાડિયે, SBI એ Festival ઓફર હેઠળ ન્યૂનતમ 6.7 ટકાનાં દરે હોમ લોન આપવાની પણ જાહેરાત કરી હતી.

1 330 SBI બાદ હવે HDFC એ હોમ લોન કરી સસ્તી, જાણો ક્યા સુધી મળશે લાભ

આ પણ વાંચો – Political / તો શું પંજાબ બાદ હવે રાજસ્થાનનો વારો? સચિન પાયલોટ અને રાહુલ ગાંધીએ કરી બેઠક

જો તમે હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. દેશની સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની HDFC લિમિટેડે તહેવારોની સિઝનમાં ગ્રાહકો માટે મોટી રાહતની જાહેરાત કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, HDFC લિમિટેડે ફેસ્ટિવ સીઝન ઓફર હેઠળ હોમ લોનનાં વ્યાજ દરમાં 0.60 ટકાનો ઘટાડો કર્યો છે. કંપની દ્વારા હોમ લોનનાં વ્યાજદરમાં ઘટાડા બાદ હવે તમામ સ્લેબ પર 6.70 ટકા વ્યાજ લેવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, HDFC લિમિટેડની આ ઓફર 31 ઓક્ટોબર 2021 સુધી માન્ય છે. આપને જણાવી દઈએ કે, HDFC લિમિટેડ પહેલા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), બેંક ઓફ બરોડા (BOB), પંજાબ નેશનલ બેંક, કોટક મહિન્દ્રા બેંક સહિત ઘણી ખાનગી અને સરકારી બેંકોએ Home Loan નાં વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. આ ઓફર 20 સપ્ટેમ્બરથી લાગુ થઇ ગઇ છે અને તમામ પ્રકારની રોજગાર અને કોઈપણ રકમની નવી લોન માટે લાગુ પડશે. જો કે, આ લાભ 800 કે તેથી વધુનાં ક્રેડિટ સ્કોર ધરાવતા લોકોને ઉપલબ્ધ રહેશે.

1 331 SBI બાદ હવે HDFC એ હોમ લોન કરી સસ્તી, જાણો ક્યા સુધી મળશે લાભ

આ પણ વાંચો – પસંદગી / પાકિસ્તાનમાં પ્રથમવાર હિન્દુ યુવતી વહીવટી સેવા માટે પસંદ,CSSની પરિક્ષા પહેલા પ્રયત્નમાં પાસ કરી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, HDFC લિમિટેડની આ ખાસ હોમ લોન ઓફર ગ્રાહકોનાં ક્રેડિટ સ્કોર સાથે જોડાયેલી રહેશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, HDFC લિમિટેડની આ ઓફર તહેવારોની સીઝનમાં મર્યાદિત સમયગાળા માટે છે. આ ઓફર કંપની દ્વારા 20 સપ્ટેમ્બર 2021 થી લાગુ કરવામાં આવી છે. આ સિવાય HDFC લિમિટેડની ઓફર તમામ નવી Home Loan પર લાગુ થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્વરોજગાર વર્ગ માટે Home Loan વ્યાજ દર 7.30 ટકાથી ઘટાડીને 6.70 ટકા કરવામાં આવ્યો છે. વળી, પગારદાર વર્ગમાં 75 લાખ રૂપિયાથી વધુની લોન લેનારાઓ માટે 7.15 ટકા વ્યાજ ઘટાડીને 6.70 ટકા કરવામાં આવ્યું છે.