Not Set/ ઈન્જેક્શન લીધા બાદ મહિલા રડવા લાગી, લોકો હસી ન રોકી શક્યા, Video

દેશમાં કોરોનાનાં કેસ સતત ઘટી રહ્યા છે. જો કે બીજી લહેરનાં શાંત થયા બાદ હવે ત્રીજી લહેરને લઇને ચર્ચાઓ તેજ બની છે.

Videos
11 300 ઈન્જેક્શન લીધા બાદ મહિલા રડવા લાગી, લોકો હસી ન રોકી શક્યા, Video

દેશમાં કોરોનાનાં કેસ સતત ઘટી રહ્યા છે. જો કે બીજી લહેરનાં શાંત થયા બાદ હવે ત્રીજી લહેરને લઇને ચર્ચાઓ તેજ બની છે. ત્યારે હવે જેમ બને તેમ જલ્દી વેક્સિન લેવી તેના પર લોકો પોતાનુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તેવામાં ઘણા એવા લોકો પણ છે કે જેઓ ઈન્જેક્શનથી ખૂબ ડરતા હોય છે. આવો જ એક વીડિયો કે જેમા એક મહિલા ઈન્જેક્શનથી ડરતી જોવા મળી રહી છે.

આ પણ વાંચો – OMG! / એક કૂતરો જેણે હવામાં 13 હજાર ફૂટની ઉંચાઇ પરથી જંપ લગાવ્યો, Photos

આપને જણાવી દઇએ કે, કોરોનાવાયરસ સામેનાં યુદ્ધમાં જીત મેળવવી હોય, તો રસીકરણ ખૂબ મહત્વનું છે. હાલમાં દેશમાં મોટા પ્રમાણમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. આ દરમ્યાન ઘણા વીડિયો જોવા મળી રહ્યા છે. પરંતુ જે લોકોને ટ્રિપૈનોફોબિયા છે, તેમને વેક્સિન મુકાવવામાં મુશ્કેલી પડી રહી છે. ટ્રિપૈનોફોબિયા એ એક એવો ડર છે જેમાં લોકો ઈન્જેક્શનથી ડરતા હોય છે. ઘણા લોકો ટ્રિપૈનોફોબિયાનાં ડરનાં કારણે વેક્સિન લેવામાં ડરતા હોય છે. ટ્રિપૈનોફોબિયાથી પીડિત આવી એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે કોરોના વેક્સિન લેવા રસીકરણ કેન્દ્ર પર પહોંચી હતી. વીડિયોમાં મહિલા રસીકરણ કેન્દ્રમાં નારંગી રંગની સાડી પહેરેલી નજરે પડે છે અને તેના માથા પર પલ્લુ લગાવેલુ છે. વેક્સિન લાગવાની સાથે જ તેના ચહેરાનો રંગ બદલાઈ જાય છે અને તે બાળકની જેમ જોરથી ચીસો પાડીને રડવા લાગે છે. આ જોઈને ત્યા હાજર લોકો હસી પડ્યા હતા. વળી જ્યારે મહિલા ચીસો પાડી ત્યારે તેની આજુબાજુનાં અન્ય લોકો જે વેક્સિન લગાવવામાં ગભરાવવા લાગ્યા હતા. વીડિયો વાયરલ થયા પછીથી જ લોકો મહિલાની મજાક ઉડાવે છે અને શંકા કરે છે કે શું તેને ખરેખર પીડા અનુભવાય છે કે તે બધું નાટક અને ઓવરએક્ટિંગ કરી રહી છે. થોડા દિવસો પહેલા એક એવો જ વીડિયો સામે આવ્યો હતો જેમાં એક મહિલાને બે લોકોએ પકડી હતી જે બાદ તેને રસી આપવામાં આવી હતી.

આ પણ વાંચો – Interesting / લોકોને કન્યાના આશીર્વાદ લેવાની આ અનોખી રીત પસંદ આવી રહી છે, જુઓ વિડીયો

બીજી તરફ, દેશમાં કોવિડ-19 રસીકરણનાx નવા તબક્કાની શરૂઆત થઈ હતી, ત્યારે 21 જૂનથી એન્ટિ-કોરોનાવાયરસ રસીકરણની દૈનિક એવરેજમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સરકારી આંકડાથી આ જાણી શકાય છે. કોવિન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, અઠવાડિયામાં 21-27 જૂન દરરોજ એવરેજ 61.14 લાખ ડોઝ એન્ટી કોવિડ વેક્સિન આપવામાં આવે છે. પછીનાં અઠવાડિયામાં, 28 જૂનથી 4 જુલાઇની વચ્ચે, આ આંકડો ઘટીને પ્રતિ દિવસ 41.92 લાખ ડોઝ પર આવી ગયો છે. અઠવાડિયામાં 5 થી 11 જુલાઇ દરમ્યાન દરરોજ વેક્સિન ડોઝની એવરેજ સંખ્યામાં વધુ ઘટાડો થઇને 34.32 લાખ પર આવી ગઇ છે.