Emotional Video/ સિદ્ધાર્થ શુક્લાનાં નિધન બાદ શહેનાઝ ગિલનો સામે આવ્યો વીડિયો, જોઇને થઇ જશો ભાવુક

સિદ્ધાર્થનાં નિધન થયા હોવાના ત્રણ અઠવાડિયા પછી, શહેનાઝનો એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને ચાહકો ખૂબ ભાવુક થઈ ગયા છે. 

Entertainment
1 312 સિદ્ધાર્થ શુક્લાનાં નિધન બાદ શહેનાઝ ગિલનો સામે આવ્યો વીડિયો, જોઇને થઇ જશો ભાવુક

જાણીતા ટેલિવિઝન કલાકાર સિદ્ધાર્થ શુક્લાએ 2 સપ્ટેમ્બરનાં રોજ દુનિયાને અલવિદા કહ્યું. ત્યારથી લોકપ્રિય જોડી સિડનાઝ (#Sidnaaz) તૂટી ગઇ છે. અભિનેતાનાં મૃત્યુ પછી, ચાહકો શ્રદ્ધાંજલિ આપવા સાથે શહેનાઝ ગિલને લઇને ચિંતા વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. અભિનેતાનાં મૃત્યુથી શહેનાઝને ખૂબ જ આઘાત લાગ્યો હતો. વળી, હવે સિદ્ધાર્થનાં ગયાનાં 3 અઠવાડિયા પછી, શહેનાઝનો એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને ચાહકો ખૂબ ભાવુક થઈ ગયા છે.

આ પણ વાંચો – Bollywood / સાઉથના સુપરસ્ટાર વિજ્યે પોતાના માતા-પિતા સામે કેસ કર્યો,જાણો વિગતો

શહેનાઝ ગિલનો વાયરલ વીડિયો તેના ફેન પેજ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં તે ખૂબ જ દુઃખી દેખાઈ રહી છે. ઉપરાંત, શહેનાઝ એક હ્રદયસ્પર્શી પંજાબી ગીત ગાતી પણ સાંભળી શકાય છે. વીડિયો જોયા બાદ ચાહકો ફરી એકવાર ખૂબ જ ભાવુક થઈ ગયા છે અને સતત કોમેન્ટ કરીને પંજાબની કેટરિના કૈફને હિંમત રાખવાનું કહેતા જોવા મળી રહ્યા છે. શહેનાઝ ગિલનો આ વાયરલ વીડિયો ક્યારનો છે? તે બહાર આવ્યુ નથી. પરંતુ વીડિયો જોઈને ચાહકો દાવો કરી રહ્યા છે કે આ ક્લિપ બિગ બોસ 13 નાં વિજેતાનાં મૃત્યુ પછીનો જ છે. આપને જણાવી દઈએ કે, 2 સપ્ટેમ્બરનાં રોજ સિદ્ધાર્થ શુક્લાએ દુનિયાને અલવિદા કહી દીધું અને તેના ચાહકો અને પરિવારનાં સભ્યોને ક્યારેય ન ખતમ થાય તેવો આંચકો આપ્યો. અભિનેતાનાં મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય છે. જો કે, પોલીસે હજુ સુધી અભિનેતાનાં મૃત્યુનું કારણ સત્તાવાર રીતે જાહેર કર્યું નથી. શહેનાઝ ગિલ સિદ્ધાર્થ શુક્લાની ગર્લફ્રેન્ડ હોવાનું કહેવાય છે. આ સાથે એ પણ સામે આવ્યું છે કે અભિનેતાનાં મૃત્યુ સમયે શહેનાઝ તેના ઘરે હાજર હતી.

Instagram will load in the frontend.

આ પણ વાંચો – માનહાનિ કેસ / અભિનેત્રી કંગનાએ જાવેદ અખ્તર સામે દાખલ કર્યો કાઉન્ટર કેસ, આ મામલાની સુનાવણી 15 નવેમ્બર સુધી ટળી

ઉલ્લેખનીય છે કે, શહેનાઝ ગિલનાં પિતા સંતોખ સિંહ ગિલ તેને સિદ્ધાર્થ શુક્લાનાં દુ:ખમાંથી બહાર કાઢવા માટે શક્ય તમામ પ્રયાસ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, તેમણે તેમની પુત્રીનાં નામનું ટેટૂ પણ કરાવ્યું છે. ટેટૂનાં ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યા છે. આ ટેટૂમાં, હાથ પ્રાર્થનાની સ્થિતિમાં બનાવવામાં આવ્યું છે અને તેની સાથે ગુલાબ પણ બનાવવામાં આવે છે. વળી, શહેનાઝ ગિલનું નામ વચ્ચે લખાયેલું જોવા મળે છે.