IND vs SA/ સીરીઝમાં સફાયા બાદ ટીમ ઈન્ડિયા માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા

ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની વન-ડે ઈન્ટરનેશનલ શ્રેણીમાં ખરાબ રીતે હારી ગઈ હતી. ટીમ ઈન્ડિયા પ્રથમ મેચ હારી ગઈ હતી, તેથી એવું માનવામાં આવતું હતું કે તે વાપસી કરશે, પરંતુ ભારત બીજી મેચ પણ હારી ગયું.

Sports
Team India

ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની વન-ડે ઈન્ટરનેશનલ શ્રેણીમાં ખરાબ રીતે હારી ગઈ હતી. ટીમ ઈન્ડિયા પ્રથમ મેચ હારી ગઈ હતી, તેથી એવું માનવામાં આવતું હતું કે તે વાપસી કરશે, પરંતુ ભારત બીજી મેચ પણ હારી ગયું.

આ પણ વાંચો – Cricket / પાકિસ્તાન ક્રિકેટ ટીમનો કેપ્ટન બાબર આઝમ બન્યો વર્ષ 2021 નો સર્વશ્રેષ્ઠ ODI ક્રિકેટર

વળી, રવિવારે ન્યૂલેન્ડ્સ, કેપટાઉનમાં રમાયેલી ODI શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાનો રોમાંચક મેચમાં 4 રને પરાજય થયો હતો. આ હાર સાથે જ આ શ્રેણીમાં ભારતની હારનો સફાયો થઈ ગયો હતો, જ્યારે મેચનાં એક દિવસ બાદ ટીમ ઈન્ડિયાને બેવડી હારનો સામનો કરવો પડ્યો છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ભારતીય ટીમને દંડ ફટકાર્યો છે. ICC એ ભારતીય ટીમનાં કેપ્ટન સહિત બાકીનાં ખેલાડીઓની મેચ ફી કાપવાનો આદેશ આપ્યો છે. જણાવી દઇએ કે, ત્રીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ધીમી ઓવર રેટનાં કારણે ભારતીય ટીમને દંડ ફટકારવામાં આવ્યો છે. ભારતીય ટીમનાં ખેલાડીઓની 40-40 ટકા મેચ ફી કાપવામાં આવી છે. ICC એલિટ પેનલનાં મેચ રેફરી એન્ડી પીક્રોફ્ટે કેએલ રાહુલની કેપ્ટનશિપવાળી ભારતીય ટીમને દંડ ફટકાર્યો છે. ભારતીય ટીમે સમય મર્યાદામાં માત્ર 48 ઓવર ફેંકી હતી. ભારતીય ટીમ દ્વારા છેલ્લી બે ઓવર મોડી ફેંકવામાં આવી હતી, જેના કારણે ભારતને દંડ ફટકારવામાં આવ્યો છે. એક ઓવર માટે ખેલાડીઓની મેચ ફીનાં 20 ટકા કાપવામાં આવે છે, જ્યારે ભારતીય ટીમે બે ઓવર મોડી બોલિંગ કરી હતી જે કારણે ટીમનાં ખેલાડીઓની મેચ ફીનાં 40-40 ટકા કાપવામાં આવશે.

આ પણ વાંચો – Shocking / ક્રિકેટનાં મેદાને ઈજાગ્રસ્ત થયા બાદ મોતને ભેટ્યા આ 5 ક્રિકેટર્સ

ભારતીય ટીમને ICC આચાર સંહિતાની કલમ 2.22 હેઠળ દોષી ઠેરવવામાં આવી છે અને કેપ્ટન કેએલ રાહુલે પણ દંડ સ્વીકારી લીધો છે. આથી હવે આ મામલે કોઈ સુનાવણી હાથ ધરવામાં આવશે નહીં. ઓન-ફિલ્ડ એમ્પાયર મેરાઈસ ઈરાસ્મસ અને બોંગાની જેલે, ત્રીજા એમ્પાયર અલાઉદ્દીન પાલેકર અને ચોથા એમ્પાયર એડ્રિયન હોલ્ડસ્ટોકે ભારત પર ધીમી ઓવર રેટનો આરોપ મૂક્યો હતો.