ભાવવધારો/ ગેસ સિલિન્ડર બાદ હવે ઘરેલું PNGની કિંમત પણ વધી, જાણો શું છે નવા ભાવ

ઘરેલુ ગેસ અને પેટ્રોલ-ડીઝલ બાદ હવે PNGના ભાવમાં પણ વધારો થયો છે. ડોમેસ્ટિક પીએનજીમાં હવે પ્રતિ SCM રૂ. 1નો વધારો કરવામાં આવ્યો છે

Top Stories India

ઘરેલુ ગેસ અને પેટ્રોલ-ડીઝલ બાદ હવે PNGના ભાવમાં પણ વધારો થયો છે. ડોમેસ્ટિક પીએનજીમાં હવે પ્રતિ SCM રૂ. 1નો વધારો કરવામાં આવ્યો છે. રાજધાની દિલ્હીમાં આ વધેલી કિંમતો 24 માર્ચથી લાગુ થશે. આ જાણકારી IGL દ્વારા આપવામાં આવી છે.

સ્થાનિક PNGમાં પ્રતિ SCM 1 રૂપિયાના વધારા બાદ હવે દિલ્હીમાં PNGની કિંમત વધીને 36.61/SCM થઈ ગઈ છે. છેલ્લા બે દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ ધરખમ વધારો થયો છે. આવી સ્થિતિમાં હવે PNGના ભાવમાં વધારો સામાન્ય જનતાના ખિસ્સા પર મોટો ફટકો છે. તેનાથી લાખો લોકોને અસર થશે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી પેટ્રોલના ભાવમાં વધારો થયો છે આ ઉપરાંત ઘરેલું ગેસમાં પણ વધારો કરવામાં આવ્યો છે જેના લીધે ગૃહિણીનું બજેટ ખોરવાયું છે. અને હવે PNGમાં પણ ભાવ વધારો થયો છે.