Not Set/ પદ્માવત બાદ હવે કંગનાનો વિરોધ શરૂ થયો 

મુંબઈ, ઐતિહાસિક પાત્રો પર આધારીત ફિલ્મોને લઈ રાજસ્થાનમાં વિવાદ દૂર થવાનુ નામ લઈ રહ્યો નથી. પદ્માવત બાદ હવે કંગના રણોતની ફિલ્મ મણિકર્ણિકા વિરોધ ક્વીન ઓફ ઝાંસીને લઈને રાજસ્થાનમાં વિરોધ પ્રદર્શન શરુ થયુ છે. રાજસ્થાનમાં કંગના અભિનિત આ ફિલ્મનુ શુટિંગ થઈ રહ્યુ છે. ત્યારે રાજપૂત કરણી સેનાની તર્જ પર સર્વબ્રાહ્મણ મહાસભા દ્વારા આ ફિલ્મનો વિરોધ શરુ […]

Entertainment
કક પદ્માવત બાદ હવે કંગનાનો વિરોધ શરૂ થયો 
મુંબઈ,
ઐતિહાસિક પાત્રો પર આધારીત ફિલ્મોને લઈ રાજસ્થાનમાં વિવાદ દૂર થવાનુ નામ લઈ રહ્યો નથી. પદ્માવત બાદ હવે કંગના રણોતની ફિલ્મ મણિકર્ણિકા વિરોધ ક્વીન ઓફ ઝાંસીને લઈને રાજસ્થાનમાં વિરોધ પ્રદર્શન શરુ થયુ છે. રાજસ્થાનમાં કંગના અભિનિત આ ફિલ્મનુ શુટિંગ થઈ રહ્યુ છે. ત્યારે રાજપૂત કરણી સેનાની તર્જ પર સર્વબ્રાહ્મણ મહાસભા દ્વારા આ ફિલ્મનો વિરોધ શરુ કરવામાં આવ્યો છે.
મહાસભાના અધ્યક્ષ સુરેશ મિશ્રાએ ફિલ્મનું શુટિંગ અટકાવવાની જાહેરાત કરતા જણાવ્યુ હતું કે ફિલ્મમાં ઐતિહાસિક તથ્યો સાથે ચેડા કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યુ હતું કે ફિલ્મનું શુટિંગ ત્યારે જ કરવા દેવામાં આવશે જ્યારે ફિલ્મ નિર્માતા એવી ખાતરી આપે કે ફિલ્મમાં કોઈપણ આપત્તિજનક સીન નહીં હોય. મહાસભાના અધ્યક્ષે જણાવ્યુ હતું કે, ત્રણ દિવસની અંદર જા સરકારે અમારી વાત નહીં સાંભળી તો રાજપૂત સમાજ જેવુ જ હિંસક પ્રદર્શન કરવામાં આવશે. અમે રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણસિંહ અને ગૃહમંત્રી ગુલાબચંદ કટિયાર સમક્ષ પણ આ મુદ્દે હસ્તક્ષેપની માંગ
કરીશું.