ગુજરાત/ રાજકોટ આગકાંડના સુરતના તંત્રને આવ્યું બ્રહ્મજ્ઞાન,  NOC અને ફાયરસેફ્ટીનું સઘન ચેકિંગ, વિવિધ એકમો કરાયા સીલ,  14 લોકો સામે ફરિયાદ

રાજકોટ આગકાંડના સુરતમાં પડઘા પડ્યા. રાજકોટની ઘટના બાદ સુરત તંત્રને બ્રહ્મજ્ઞાન આવ્યું. સુરતનું તંત્ર એકશનમાં આવતા વિવિધ એકમો પર સુરક્ષાને લઈને સઘન ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી.

Top Stories Gujarat Surat Breaking News
Beginners guide to 2024 05 29T114546.330 રાજકોટ આગકાંડના સુરતના તંત્રને આવ્યું બ્રહ્મજ્ઞાન,  NOC અને ફાયરસેફ્ટીનું સઘન ચેકિંગ, વિવિધ એકમો કરાયા સીલ,  14 લોકો સામે ફરિયાદ

સુરત : રાજકોટ આગકાંડના સુરતમાં પડઘા પડ્યા. રાજકોટની ઘટના બાદ સુરત તંત્રને બ્રહ્મજ્ઞાન આવ્યું. સુરતનું તંત્ર એકશનમાં આવતા વિવિધ એકમો પર સુરક્ષાને લઈને સઘન ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ફાયર સેફ્ટી અને NOCને લઈને પાલિકા, ફાયર, પોલીસ સહિત DGVCLની ટીમોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં વિવિધ એકમો પર હાથ ધરવામાં આવેલ ચેંકિગ દરમ્યાન શહેરના 5 ગેમઝોનના 14 જેટલા લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. 5 ગેમઝોનમાં NOC ન હોવાથી તેમજ પાલિકાના પ્લાન મુજબ ફાયર EXITના દરવાજા ના હોવાથી ફરિયાદ દાખલ કરવામાં આવી.

શહેરમાં રાંદેરના ધી ગ્રેટ ફન એમ્યુઝમેન્ટ પાર્ક, પાલમાં ધ ફેન્ટેસિયા- 2, ડુમસ રોડ પર શોર્ટ્સ ગેમઝોન, વેસુના રિબાઉન્સ ગેમ ઝોન, વેસુ માજ આવેલ બ્લેકબની એન્ટરટેઇન્મેન્ટ પ્રાઇવેટ લિમિટેડ સામે કાર્યવાહી કરવામાં આવી. આ તમામ એકમોના માલિક અને મેનેજરો મળી 14 સામે અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયા ગુના નોંધાયો.

મોડીરાત્રે ટેક્સટાઇલ માર્કેટ, હોસ્પિટલ, ડેન્ટલ ક્લિનિક, ટ્યુશન ક્લાસીસ, જીમ, હોટલ અને રેસ્ટોરન્ટમાં અને રાધે માર્કેટની 411 દુકાનો સીલ કરવામાં આવી. આ ઉપરાંત શ્રી ૐ ટેક્સટાઇલ માર્કેટની 111 દુકાનો, હિરપનના ટેક્સટાઇલ માર્કેટની પણ 75 દુકાનો, ટર્નિંગ પોઇન્ટ કોમર્શિયલ કોમ્પ્લેક્સની 57 દુકાનો, કતારગામમાં આવેલ B+B+2નું જીમ, બેગમપુરામાં પણ એક જીમ અને રાંદેર ઝોનમાં આવેલ કુલ 50 જેટલી દુકાનોને સીલ કરવામાં આવી. આ તમામ એકમો ફાયરની અપૂરતી સુવિધા હોવાને કારણે સીલ કરવામાં આવ્યા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


 

આ પણ વાંચો: ઈરાન પરમાણુ બોમ્બ બનાવવાની અણીએ, ઈબ્રાહીમ રાયસીની નીતિને આગળ ધપાવશે

આ પણ વાંચો: બાબા વાંગાની ભવિષ્યવાણીઓ સાચી પડી તો વિશ્વમાં મચી જશે હાહાકાર

આ પણ વાંચો: પૃથ્વી અને શુક્રની વચ્ચે પણ રહેવા જેવી જગ્યા છે! NASAએ કરી શોધ