ન્યુયોર્ક/ UNમાં સંબોધન બાદ PM મોદી ભારતીયોને મળ્યા,ભારત માતાની જયના નારા લાગ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન કર્યું હતું. તેમણે કોરોના, કોરોના રસી, લોકશાહી સહિત વિવિધ મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો

Top Stories World
UNMODI UNમાં સંબોધન બાદ PM મોદી ભારતીયોને મળ્યા,ભારત માતાની જયના નારા લાગ્યા

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સંબોધન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયને મળ્યા હતા. એ દરમિયાન તેમણે લોકો સાથે હાથ મિલાવ્યા. ભારતીય સમુદાયના લોકોએ ભારત માતા કી જયના ​​નારા લગાવ્યા હતા.મોદીને મળીને ભારતીયો ખુબ ખુશ જોવા મળ્યા હતા .

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (યુએનજીએ) ને સંબોધન કર્યું હતું. તેમણે કોરોના, કોરોના રસી, લોકશાહી સહિત વિવિધ મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો. સાથે જ આતંકવાદના મુદ્દે જોરદાર હુમલો આપતા બેધડક કહ્યું હતું કે, અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ આતંકવાદ વધારવા માટે ન કરવો જોઇએ. પાકિસ્તાનનું નામ લીધા વગર તેમણે કહ્યું કે જે પણ દેશો આતંકનો ઉપયોગ કરે છે, તેમણે એ પણ સમજવું જોઈએ કે તે તેમના માટે પણ ખતરો છે. યુએનજીએમાં તેમના સંબોધન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત દિવસે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેનને મળ્યા હતા. બંને વચ્ચે કોરોના, આબોહવા પરિવર્તન, આતંકવાદ સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બંને વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ જોવા મળ્યું હતું. પીએમ મોદીએ તેમના યુએસ પ્રવાસના પહેલા દિવસે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને પણ મળ્યા હતા