Not Set/ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ફટાકડા વિક્રેતાઓ ભૂખ હડતાળ પર

સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆરમાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકવાના આદેશને કારણે, દિલ્હીના ફટાકડાના  વેપારીઓમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. કોર્ટના આદેશ બાદ ફટાકડાના વેપારીઓ અનિશ્ચિત ભૂખ હડતાળ પર બેઠા છે. સદર બજારમાં ક્રેકરની દુકાન ચલાવતા હરજીત સિંહ છાબ્રા તેની દુકાનની બહાર અનિશ્ચિત ભૂખ હડતાળ પર બેઠા છે. છાબ્રા દ્વારા જણાવવામાં આવ્યું, રોઝી અને રોટીની આવક કોર્ટ દ્વારા […]

India
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ફટાકડા વિક્રેતાઓ ભૂખ હડતાળ પર

સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆરમાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકવાના આદેશને કારણે, દિલ્હીના ફટાકડાના  વેપારીઓમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. કોર્ટના આદેશ બાદ ફટાકડાના વેપારીઓ અનિશ્ચિત ભૂખ હડતાળ પર બેઠા છે.

સદર બજારમાં ક્રેકરની દુકાન ચલાવતા હરજીત સિંહ છાબ્રા તેની દુકાનની બહાર અનિશ્ચિત ભૂખ હડતાળ પર બેઠા છે. છાબ્રા દ્વારા જણાવવામાં આવ્યું, રોઝી અને રોટીની આવક કોર્ટ દ્વારા આંચકી લેવામાં આવી હતી, તેઓ હવે ઘર કેવી રીતે ચલાવશે, કારણ કે તેઓએ દુકાનમાં કેટલાક લાખના ફટાકડા ખરીદ્યા હતા, જે હવે દુકાનમાં બંધ છે. બીજી તરફ, ઘણા દુકાનદારોએ કેરોસીનનું તેલ લઈને પ્રદર્શન કર્યું તેમજ આત્મદાહની પણ ધમકી આપી છે.

મહત્વનું છે કે, દિલ્હીના સૌથી મોટા જથ્થાબંધ બજાર સદરબજારમાં સેંકડો ફટાકડાઓની દુકાનો છે, વેપારીઓ કહે છે કે, તેમને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ લાયસન્સ મળ્યું, ત્યાર બાદ તેઓએ લાખો માલ ભર્યા હતા. પરંતુ હવે નવા આદેશ પછી, તેઓ રસ્તા પર હશે.

ક્રેકરના વેપારીઓના એસોસીએશન દ્વારા ફટાકડાના વેચાણના પ્રતિબંધની અંગે સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરી છે, જેને શુક્રવારે સાંભળવામાં આવશે. કેટલાક વેપારી સંગઠનો સાથ મેળવ્યા પછી, દિલ્હી સ્થિત ક્રેકર ઉદ્યોગપતિઓ હવે મોટા આંદોલન માટેની તૈયારીમાં વ્યસ્ત છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ દેખાવો કોર્ટ નજીક હોઈ શકે છે. કેટલાક રાજકીય પક્ષોનો પણ આ વિક્રેતાઓને સાથ મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપરાંત, હવે ભાજપ સાથે સંકળાયેલા બિઝનેસ એસોસિએશનો પણ આ વિક્રેતાઓના સમર્થનમાં આવી ચુક્યા છે.