IPL 2021/ ચેન્નઈ વિરુદ્ધ જીત બાદ રિષભ પંતને તેના જન્મદિવસે મળી મોટી Gift

IPL 2021 નાં ​​પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો દિલ્હી કેપિટલ્સનાં હવે 20 પોઈન્ટ થઇ ગયા છે. બીજી બાજુ ચેન્નઈ સુપર કિંગ્સનાં હજુ 18 પોઈન્ટ છે.

Sports
રિષભ પંત

IPL 2021 ની આજની મેચમાં, ઋષભ પંતની આગેવાનીવાળી દિલ્હી કેપિટલ્સે એમએસ ધોનીની આગેવાની હેઠળની ચેન્નઈ સુપરકિંગ્સને 3 વિકેટે હરાવી હતી. ચેન્નઈ સુપર કિંગ્સે પહેલા બેટિંગ કરતા 136 રન બનાવ્યા હતા. દિલ્હીને જીતવા માટે 137 રન બનાવવાના હતા, આ લક્ષ્ય દિલ્હી કેપિટલ્સે 19.4 ઓવરમાં 7 વિકેટનાં નુકસાને હાંસલ કર્યું હતું.

આ પણ વાંચો – IPL 2021 / દુનિયાની લોકપ્રિય League માં આ કારનામો કરનાર રાહુલ પ્રથમ ભારતીય ખેલાડી બન્યો

IPL 2021 નાં ​​પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો દિલ્હી કેપિટલ્સનાં હવે 20 પોઈન્ટ થઇ ગયા છે. બીજી બાજુ ચેન્નઈ સુપર કિંગ્સનાં હજુ 18 પોઈન્ટ છે. આ રીતે, DC એ CSK પાસેથી નંબર વનનું સ્થાન મેળવી લીધુ છે. હવે એ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે દિલ્હીની ટીમ હવે પ્રથમ કે બીજા નંબરે હશે, આ રીતે તેને ફાઇનલમાં પહોંચવાની બે તક મળશે. દિલ્હી કેપિટલ્સની ટીમ IPL 2020 માં પણ ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ફાઇનલમાં હારી ગઇ હતી. સોમવારે દિલ્હી કેપિટલ્સનાં કેપ્ટન રિષભ પંતનો જન્મદિવસ હતો અને ટીમે તેને વિજયની અદ્ભુત ભેટ આપી છે. આ પહેલા પૃથ્વી શો અને શિખર ધવને દિલ્હી માટે ઓપનર તરીકે સારી શરૂઆત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ તેમાં સફળ થઈ શક્યા ન હોતા. પૃથ્વી શો 24 નાં સ્કોર પર 18 રન બનાવી આઉટ થયો હતો. ટીમનો સ્કોર માત્ર 50 રન હતો કે શ્રેયસ પણ પાછો ફર્યો હતો. કેપ્ટન રિષભ પંત માત્ર 15 રન જ બનાવી શક્યો હતો અને તે પણ પેવેલિયન પરત ફર્યો હતો. ટીમનો સ્કોર 100 રનનો પણ નહોતો થયો કે રિપલ પટેલ અને રવિચંદ્રન અશ્વિન આઉટ થયા બાદ ટીમ પર સંકટનાં વાદળો ઘેરાવા લાગ્યા. સારી લયમાં જોવા મળતા શિખર ધવન 39 રન બનાવી આઉટ થયા બાદ ટીમને મોટો ઝટકો લાગ્યો હતો. શિખર ધવને પણ આ IPL માં પોતાના 500 રન પૂરા કર્યા હતા અને તે હવે સૌથી વધુ રન બનાવનારની યાદીમાં ત્રીજા નંબરે પહોંચી ગયો છે. જોકે, આ પછી શિમરોન હેટમાયર અને અક્ષર પટેલે ટીમને આગળ લઈ જવાનો પ્રયાસ કર્યો. બે બોલ બાકી રહ્યા અને ટીમ જીતી ગઈ હતી.

આ પણ વાંચો – Cricket / પાકિસ્તાનનાં સ્ટાર ખેલાડી બાબર આઝમે T20 WorldCup પહેલા ટીમ ઈન્ડિયાનું વધાર્યું ટેન્શન

અગાઉ દિલ્હી કેપિટલ્સે ચેન્નઈ સુપર કિંગ્સને 136 રન સુધી મર્યાદિત રાખ્યું હતું. દિલ્હી કેપિટલ્સનાં કેપ્ટન રિષભ પંતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા CSK એ 20 ઓવરમાં પાંચ વિકેટે 136 રન બનાવ્યા હતા. CSK ઓપનર ફાફ ડુ પ્લેસિસ અને ઋતુરાજ ગાયકવાડે ઇનિંગની શરૂઆત કરી હતી. બંને બેટ્સમેનો વચ્ચે માત્ર 28 રનની ભાગીદારી થઇ હતી. અક્ષર પટેલે ડુ પ્લેસિસને દસ રનમાં આઉટ કરીને CSK ને પહેલો ફટકો આપ્યો હતો. આ પછી, આ સીઝનમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલા રોબિન ઉથપ્પા બેટિંગ કરવા આવ્યો હતો. અંતિમ મેચમાં સદી ફટકારનાર ઋતુરાજ આજે ફરી સારા ફોર્મમાં હતો, પરંતુ તેને નોરખીયાએ આઉટ કરીને પેવેલિયન મોકલ્યો હતો. ઋતુરાજ ગાયકવાડે 13 રન બનાવ્યા હતા. મોઇન અલીએ 5 અને ઉથપ્પાએ 19 રન બનાવ્યા હતા. આ પછી અંબાતી રાયડુ અને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ઇનિંગ સંભાળી અને બંને વચ્ચે પાંચમી વિકેટ માટે 64 બોલમાં 70 રન બનાવ્યા. આ દરમિયાન રાયડુએ પોતાની અડધી સદી પણ પૂરી કરી હતી. થોડા સમય માટે, આ બે બેટ્સમેનો ટીમને મોટી ઇનિંગ્સ તરફ લઇ જતા દેખાયા હતા, પરંતુ અવેશે ધોનીને 18 રનમાં આઉટ કર્યો હતો. આનાથી CAK ને ફટકો પડ્યો. આ પછી બેટિંગ કરવા આવેલા રવિન્દ્ર જાડેજા અને રાયડુએ ઇનિંગનાં અંત સુધી બેટિંગ કરી હતી. રાયડુ 43 બોલમાં પાંચ ચોક્કા અને બે છક્કાની મદદથી અણનમ રહ્યો જ્યારે જાડેજા એક રન સાથે અણનમ રહ્યો હતો.