India/ ઉત્તરપ્રદેશ બાદ મધ્યપ્રદેશ કેબિનેટે આપી લવ જેહાદ બિલને મંજૂરી, જાણો કયા 10 મુદ્દાઓનો કર્યો સમાવેશ

ઉત્તર પ્રદેશની યોગી સરકાર ની જેમ હવે મધ્યપ્રદેશની શિવરાજસિંહ ચૌહાણ સરકારે લવ જેહાદ વિરુદ્ધ બિલને મંજૂરી આપી દીધી છે. આજે મળેલી બેઠકમાં તમામ મંત્રીઓએ ચર્ચા બાદ તેના પર અંતિમ

Top Stories
mp cm

ઉત્તર પ્રદેશની યોગી સરકાર ની જેમ હવે મધ્યપ્રદેશની શિવરાજસિંહ ચૌહાણ સરકારે લવ જેહાદ વિરુદ્ધ બિલને મંજૂરી આપી દીધી છે. આજે મળેલી બેઠકમાં તમામ મંત્રીઓએ ચર્ચા બાદ તેના પર અંતિમ મહોર મારી હતી. હવે આ બિલને 28 ડિસેમ્બરના રોજ મળનારા વિધાનસભાના સત્રમાં રજૂ કરવામાં આવશે. વિધાનસભામાં પસાર થયા બાદ ધર્મ સ્વાતંત્ર્ય બિલ ખતમ માની લેવામાં આવશે. તેની જગ્યાએ આ નવો કાયદો અમલમાં આવશે.

Gujarat / કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી સેકન્ડ ઈનિંગ માટે તૈયાર, સ્થા…

આ બિલ ખરા અર્થમાં કઈ રીતે અને ક્યારે લાગુ પડશે તે અંગે જાણીએ. આ બિલની એક ખાસ વાત એ છે કે સ્વચ્છાએ ધર્મ પરિવર્તન કરનાર વ્યક્તિ અથવા તેનું ધર્મ પરિવર્તન કરાવનાર ધાર્મિક વ્યક્તિએ 60 દિવસ પહેલા કલેક્ટરને આ વાતની જાણ કરવી પડશે.લવ જેહાદ કાયદા અંતર્ગત હવે કોઈ વ્યક્તિ લોભ, લાલચ, ધમકી, બળ પ્રયોગ, ઉત્પીડન કે છળ-કપટ કરીને ધર્મ પરિવર્તન અથવા ધર્મ પરિવર્તન માટે દબાણ નહીં કરી શકે. આ પ્રકારના દબાણને ષડયંત્ર માનવામાં આવશે.

Dang / સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો, આટલા આગે…

આ ઉપરાંત આ નવા બિલમાં ધર્મ પરિવર્તનના ગુનામાં પીડિત મહિલા અને તેના બાળકના ભરણ-પોષણની જવાબદારી પણ નક્કી કરવામાં આવી છે. જન્મ લેનાર બાળકને પિતાની સંપત્તિમાં ઉત્તરાધિકારી તરીકે ગણવાના અધિકારને જાળવી રાખવાની જોગવાઈ પણ શામેલ કરવામાં આવી છે. બિલની જોગવાઈ પ્રમાણે ધર્મ પરિવર્તન કરાવનારી સંસ્થા વિરુદ્ધ સજા અને દંડનો જોગવાઈ છે. આવી સંસ્થાઓની નોંધણી રદ કરવાનો અધિકાર મળશે.

Dang / સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો, આટલા આગે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…