Not Set/ વડોદરા બાદ હવે સુરતને ધમરોળતો વરસાદ,સવારથી મેઘરાજાની તોફાની બેટિંગ

વડોદરા,રાજકોટ અને વલસાડ બાદ હવે સુરતને મેઘરાજા ધમરોળી રહ્યા છે. શનિવારે વહેલી સવારથી સુરતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સુરતમાં વહેલી સવારથી 2 થી 3 ઇંચ જેટલો વરસાદ પડતાં લોકોનું જનજીવન ખોરવાયું હતું. ભારે વરસાદનાં કારણે કેટલીક શાળાઓ પણ બંધ રહી હતી. આપને જણાવી દઇએ કે, સુરતમાં એકધારો વરસાદ વરસતા ઠેરઠેર પાણી ભરાઇ ગયા છે. […]

Gujarat Vadodara
surat rains વડોદરા બાદ હવે સુરતને ધમરોળતો વરસાદ,સવારથી મેઘરાજાની તોફાની બેટિંગ

વડોદરા,રાજકોટ અને વલસાડ બાદ હવે સુરતને મેઘરાજા ધમરોળી રહ્યા છે. શનિવારે વહેલી સવારથી સુરતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સુરતમાં વહેલી સવારથી 2 થી 3 ઇંચ જેટલો વરસાદ પડતાં લોકોનું જનજીવન ખોરવાયું હતું. ભારે વરસાદનાં કારણે કેટલીક શાળાઓ પણ બંધ રહી હતી. આપને જણાવી દઇએ કે, સુરતમાં એકધારો વરસાદ વરસતા ઠેરઠેર પાણી ભરાઇ ગયા છે. શહેરનાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી લોકોનાં ઘરોમાં ઘુસી જતા અહીં રહેતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે.

surat rain1 વડોદરા બાદ હવે સુરતને ધમરોળતો વરસાદ,સવારથી મેઘરાજાની તોફાની બેટિંગ

સુરતમાં સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. જેને જોતા સુરત શિક્ષણાધિકારી કચેરીએ જે તે વિસ્તારની સ્કૂલોનાં આચાર્યોને પોતાની વિવેકબુદ્ધિ અને વરસાદી પરિસ્થિતિમાં શાળા ચાલુ રાખવી કે બંધ રાખવી એ અંગે નિર્ણય કરવાની છુટ આપી હતી. જણાવી દઇએ કે, શહેરનાં કોટ વિસ્તાર અને વરાછા ઝોનમાં 72 મિમી જેટલો વરસાદ બે કલાકમાં જ નોંધાયો હતો. રાદેરમાં 89 મિમી વરસાદ પડ્યો છે.

surat rain વડોદરા બાદ હવે સુરતને ધમરોળતો વરસાદ,સવારથી મેઘરાજાની તોફાની બેટિંગ

સુરતમાં પવન સાથે પડેલો વરસાદ એટલો ઝંઝાવતી હતો કે રોડ પર વાહન ચલાવવાની પણ તકલીફ પડતી હતી. ભારે વરસાદનાં કારણે સુરતનાં એરપોર્ટ પર એક પછી એક ચાર ફ્લાઇટને અસર પહોંચી હતી. દિલ્હીથી સુરત આવી રહેલી ઇન્ડિયન એરલાઇન્સ, ઇન્ડિગો અને સ્પાઇશ જેટ એમ ત્રણેય ફ્લાઇટને અધવચ્ચેથી જ અમદાવાદ ડાઇવર્ટ કરી દેવામાં આવી હતી. ભારે વરસાદ અને ઓછી વિઝિબિલીટીને કારણે સુરત એરપોર્ટ પર લેન્ડિંગ સેફ નહીં જણાતા સુરત આવતી દિલ્હીની ત્રણેય ફ્લાઇટ્સને અમદાવાદ ડાઇવર્ટ કરવામાં આવી હતી.

ભારે વરસાદને પગલે ફ્લાઇટ લેન્ડ ન થઇ શકે તેવી સ્થિતિને પગલે જયપુર સુરત ફ્લાઇટને જયપુરથી ઉડાનની મનાઇ કરવામા આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.