Gadhda/ વડતાલ બાદ ગઢડાના સ્વામીનો કથિત વીડિયો વાયરલ થતા ચકચાર

લંપટ સંત વધુ એક સંત જોડે જ શારીરિક સંબંધ બાંધતા હોય તેવો વીડિયો વાયરલ થયો

Top Stories Gujarat
Beginners guide to 45 વડતાલ બાદ ગઢડાના સ્વામીનો કથિત વીડિયો વાયરલ થતા ચકચાર

Saurashtra News : સ્વામિનારાયણ સંપ્રદાય એકવાર ફરીથી વિવાદોના વમળમાં સપડાયો છે. તાજેતરમાં જ એક સ્વામીનો કથિત વીડિયો સામે આવ્યા બાદ આ કેસ હજી ચાલું જ છે ત્યારે બીજીતરફ  48 કલાકમાં ફરી એક વીડિયો સામે આવ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાય પર લાંછન લગાવતા વધુ એક વીડિયોથી અત્યારે ચકચાર મચી ગઈ છે. એક સ્વામી, સાધુ અને સંતને લાંછન લગાડતું કામ આ સ્વામીએ કર્યું છે. આ સ્વામી નથી પરંતુ સંત, સનાતન અને સ્વામી પરંપરાને લજવતો એક શેતાન છે.

સુત્રોના જણાવ્યા મુજબ વડતાલના સત્યસ્વરૂપ બાદ ગઢડાના સ્વામીનો બિભત્સ વીડિયો વાયરલ થયો છે ગઢડાના ભગવતપ્રસાદ દાસજી નામના સાધુનો બિભત્સ વીડિયો અત્યારે સામે આવ્યો છે. આ હેવાન અને સંત પરંપરાને લજવતો સ્વામી ગઢડાના ચેરમેન હરજીવન સ્વામી અને ભાનુસ્વામીના મંડળના છે. સ્વામીનો કથિત વીડિયો વાયરલ થતા હરિભક્તોમાં નારાજગી વ્યાપી છે. પરંતુ શું આ સ્વામી સામે કોઈ આકરા પગલા લેવાશે?

વાયરલ વીડિયોમાં આ લંપટ સંત વધુ એક સંત જોડે જ શારીરિક સંબંધ બાંધતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. જેને પગલે લંપટ સ્વામી વિરુદ્ધ કાર્યવાહીની માગ થઈ રહીં છે. સનાતન સંસ્કૃતિ અને સંત પરંપરાને લાંછન લાગવતો આ સાધુ સંત કહેવાને લાયક જ નથી. એટલું જ નહીં પરંતુ સંતો પાસે તમારા બાળકોને મુકતા પહેલા એકવાર નહીં પરંતુ હજાર વખત વિચાર કરજો. કારણે કે, અહીં સાધુના વેશમાં હેવાનો બેઠા હોય છે.

વડતાલ બાદ હવે ગઢડા મંદિરના સંતો પણ ઘટનાને દબાવવા પ્રયાસ પણ કરી રહ્યાં છે! એટલું જ નહીં પરંતુ ઘટના બનતા સ્વામિનારાયણ સંપ્રદાયના મોટા સંતો ભૂગર્ભમાં જતા રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વલસાડમાં ગાજવીજ સાથે થઈ વર્ષા

આ પણ વાંચો: તંત્રને પત્રો લખવા છતાં ફાયર સ્ટેશન બિનકાર્યરત, નિર્દોષોના જીવ જાય ત્યાં સુધી રાહ જોશે સરકાર?

આ પણ વાંચો: સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુનો વધુ એક વીડિયો વાયરલ

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ મામલે TPO સાગઠિયાએ ખોટી મિનિટ્સ બૂક બનાવતાં ભાંડો ફૂટ્યો