Not Set/ સુરતમાં ફરી 3 વર્ષની માસુમ સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા અરેરાટી

સુરત ફરી શરમસાર થયું છે. ફરી એકવાર નરાધમ દ્વારા માત્ર 3 વર્ષની બાળકીને અભળાવવામાં આવી છે. હવસખોરીની છાશવારે સામે આવતી ઘટનાઓ હવે સમાજ અને તંત્રને બ્યુગલ વગાડી વગાડીને કહી રહી છે કે, બસ હવે તો હદ થઇ ગઇ, હવે તો કાંઇક કરો આનો કોઇ તો ઉપાય લાવો, જો અત્યારે નહીં જાગો, તો ખુબ મોડું થઇ […]

Top Stories Gujarat Surat
LEGAL.MARITALRAPE.www .goastreets.com e1570965244788 સુરતમાં ફરી 3 વર્ષની માસુમ સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા અરેરાટી

સુરત ફરી શરમસાર થયું છે. ફરી એકવાર નરાધમ દ્વારા માત્ર 3 વર્ષની બાળકીને અભળાવવામાં આવી છે. હવસખોરીની છાશવારે સામે આવતી ઘટનાઓ હવે સમાજ અને તંત્રને બ્યુગલ વગાડી વગાડીને કહી રહી છે કે, બસ હવે તો હદ થઇ ગઇ, હવે તો કાંઇક કરો આનો કોઇ તો ઉપાય લાવો, જો અત્યારે નહીં જાગો, તો ખુબ મોડું થઇ ગયું, તેવો પસ્તાવો કરવાનો હક પણ ખોઇ દેશો.

Minor rape case સુરતમાં ફરી 3 વર્ષની માસુમ સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા અરેરાટી

સુરતમાં ફરી એક વાર એક નરાધમને પોલીસ દ્વારા ઝડપી લેવામા આવ્યો છે. પોલીસનું કામ સંતોષ જનક કહેવાય કે, ગુનાની ગણતરીની કલાકોમાં એક્શન લઇ ગુનેગારને જેલ ભેગો કરી દીધો. પરંતુ બીજી રીતે જોઇએ તો શું દુષ્કર્મનાં અપરાધીઓને માત્ર પકડી કે પછી સજા આપી દેવાથી દુષ્કર્મનો ભોગ બનેલને ન્યાય મળી જાય છે?  આ અણીયારો સવાલ હવે સમાજને અને તંત્રને ખૂંચવો જરૂરી લાગી રહ્યો છે.

rape child crime 1537206468 સુરતમાં ફરી 3 વર્ષની માસુમ સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા અરેરાટી
mantavya news

વાત જાણે આમ છે કે, દુષ્કર્મ કરનાર નરાધમ આરોપી, અજીત વિશ્વકર્મા (20), સુરતના હિરાબાગ વિસ્તારનો રહેવાસી છે અને કાપોદ્રા પોલીસ સ્ટેશનનાં ઇન્સ્પેક્ટર એમ.કે. ગુર્જરે જણાવ્યા પ્રમાણે 15 ઓગસ્ટની સાંજે નરાધમ આરોપીએ તેને ચોકલેટ આપવાના બહાને બાળકીને તેના ઘરે લલચાવીને બોલાવી હતી. અને માત્ર 3 વર્ષની માસુમ બાળકીને પોતાનાં હવસની શિકાર બનાવતા બળાત્કાર ગુજાર્યો હતો.

rape e1538316925284 સુરતમાં ફરી 3 વર્ષની માસુમ સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા અરેરાટી

યુવતીની માતાને બાળકીને જોતા તેની પુત્રી પર થયેલા જાતીય હુમલો અંગે જાણ થઈ અને તેણે નરાધમ વિશ્વકર્મા સામે ફરિયાદ નોંધાવી હતી તેવું પોલીસે ઉમેર્યુ હતું. આરોપી નરાધમ વિશ્વકર્મા, જે મૂળ બિહારનો વતની છે, અને વેલ્ડરનું કામ કરતો હતો. આ ઘટના બાદ તે ભાગી છૂટ્યો હતો, પરંતુ શનિવારે તેના ફ્લેટ પરથી તેને પકડી લેવામાં આવ્યો હતો.

558430 540355 rape justice 011917 સુરતમાં ફરી 3 વર્ષની માસુમ સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા અરેરાટી

અધિકારીએ જણાવ્યું હતું કે તેમના પર આઈપીસી કલમ 6, 376 (બળાત્કાર) અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (પોસ્કો) એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરાયો હતો. આપને જણાવી દઇએ કે હાલમાં જ #કોર્ટ દ્વારા ઐતિહાસીક ચુકાદો આપી સુરતમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ-હત્યા આચરનારને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. સુરતમાં ઘટેલ આ ઘટનામાં પણ અપરાધી બિહારનો હતો અને તેમા પણ ભોગ બનનાર બાળકી 3 વર્ષની હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.