Not Set/ એગ પાવડર પ્લાન્ટના પ્રોજેક્ટને વાઇબ્રન્ટમાંથી પડતો મૂકવામાં આવ્યો

ગાંધીનગરઃ ગુજરાત સરકારે એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ વિભાગના પ્રોજેક્ટ ફાઈલમાંથી છેવટે એગ પાવડર પ્લાન્ટ પડતો મૂક્યો છે. આ પ્રોજેક્ટ ફાઇલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં મૂકવામાં આવનાર હતી. એગ પાવડર પ્લાન્ટ પ્રોજેક્ટ ફાઈલને દ્વિપક્ષીય રોકાણ મીટ માટેની ઓફિશિયલ વેબસાઇટ પરના લિસ્ટમાંથી પણ દૂર કરવામાં આવી છે. જાણવા મળ્યાં પ્રમાણે જૈન સંપ્રદાયના તેમ જ કેટલીક પ્રાણીરક્ષા સંસ્થાઓ અને […]

Gujarat

ગાંધીનગરઃ ગુજરાત સરકારે એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ વિભાગના પ્રોજેક્ટ ફાઈલમાંથી છેવટે એગ પાવડર પ્લાન્ટ પડતો મૂક્યો છે. આ પ્રોજેક્ટ ફાઇલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં મૂકવામાં આવનાર હતી.

એગ પાવડર પ્લાન્ટ પ્રોજેક્ટ ફાઈલને દ્વિપક્ષીય રોકાણ મીટ માટેની ઓફિશિયલ વેબસાઇટ પરના લિસ્ટમાંથી પણ દૂર કરવામાં આવી છે.

જાણવા મળ્યાં પ્રમાણે જૈન સંપ્રદાયના તેમ જ કેટલીક પ્રાણીરક્ષા સંસ્થાઓ અને વ્યકિતઓના એક જૂથે આ પ્રોજેક્ટનો ભારે વિરોધ કર્યો હતો અને સીએમ રુપાણીને આ મામલે દખલ કરી સમિટમાં આ અંગે થનાર એમઓયુ અટકાવવાની માગ કરી હતી. ગુજરાતમાં શાકાહારનું ચલણ છે અને આવા પ્રોજેક્ટોને લઇ બહુમતી પ્રજાની લાગણી દુભાતી હોવાની રજૂઆત કરવામાં આવી હતી. તેમ જ આ પ્રકારના ઇંડાપાવડર સેવથી કેટલાક કેન્સર અને કીડની રોગ થતાં હોવાના પુરાવા પણ આપવામાં આવ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે એગપાવડર પ્રોજેક્ટ ફાઇલ પડતી મૂકાયા બાદ અન્ય ખાદ્યપદાર્થોને લગતાં પ્રોસેસિંગ યુનિટ માટે 26 જેટલી ફાઈલો છે. જેના પર એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ ડીપાર્ટમેન્ટ દ્વારા વાઈબ્રન્ટ સમિટમાં એમઓયુ કરવામાં આવશે.