Not Set/ અમરેલી જિલ્લાનાં 11 તાલુકા મથકો પર કૃષિ સહાય પેકેજ જાહેર

રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને લઈને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયુ છે. ત્યારે અમરેલી જિલ્લાનાં 11 તાલુકા મથકો પર કૃષિ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યુ છે. ખેડૂતો પર કમોસમી વરસાદની આફત સામે પહોચી વળવા સરકારે રાહત આપી છે. સોશીયલ મીડિયામાં વાયરલ થયેલ મેસેજમાં અમરેલી જિલ્લામાં ફક્ત 5 તાલુકામાં સરકાર દ્વારા સહાય જાહેર કરવાના ખોટા મેસેજ વાયરલ થયેલા […]

Gujarat Others
K K Patel1 અમરેલી જિલ્લાનાં 11 તાલુકા મથકો પર કૃષિ સહાય પેકેજ જાહેર

રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને લઈને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયુ છે. ત્યારે અમરેલી જિલ્લાનાં 11 તાલુકા મથકો પર કૃષિ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યુ છે. ખેડૂતો પર કમોસમી વરસાદની આફત સામે પહોચી વળવા સરકારે રાહત આપી છે.

K K Patel અમરેલી જિલ્લાનાં 11 તાલુકા મથકો પર કૃષિ સહાય પેકેજ જાહેર

સોશીયલ મીડિયામાં વાયરલ થયેલ મેસેજમાં અમરેલી જિલ્લામાં ફક્ત 5 તાલુકામાં સરકાર દ્વારા સહાય જાહેર કરવાના ખોટા મેસેજ વાયરલ થયેલા હતા. જે અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી કે.કે.પટેલ દ્વારા પ્રેસ કોન્ફ્રન્સ કરીને અમરેલી જિલ્લાનાં 11 તાલુકા મથકો પર સહાય જાહેર કરવામાં આવેલી તેની વિગતો આપતા જણાવ્યું હતું કે…. ઓક્ટોમ્બર 15 થી 20 નવેમ્બર સુધીનાં પાક નુકશાન અંગે સરકારે કૃષિ પેકેજ સહાય જાહેર કરેલ. અમરેલી જિલ્લાનાં પાંચ તાલુકામાં અમરેલી, કુંકાવાવ, સાવરકુંડલા, ખાંભા અને જાફરાબાદ પ્રતિ હેકટર 6800, ચાર તાલુકાનાં બાબરા, બગસરા, લાઠી, લીલીયાનાં ખેડૂતોને  4 હજાર ખાતા દીઠ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.

jilla Ketivadi અમરેલી જિલ્લાનાં 11 તાલુકા મથકો પર કૃષિ સહાય પેકેજ જાહેર

ત્યારે સૌથી વધુ નુકશાન રાજુલા અને ધારી આ બે તાલુકામાં થયો હતો. 1 ઇંચથી વધારે વરસાદ થતા ખાતા દીઠ 6 હજાર 800 પ્રતિ હેકટર એમ ખાતા દિઠ 4 હજાર એક ઇંચથી ઓછો હોય તેમ રાજુલા ધારી એમ બે તાલુકામાં બન્ને પ્રકારનો લાભ રાજ્ય સરકારે જાહેર કર્યો હોવાનું જિલ્લા ખેતીવાડી અધિકારી કે.કે.પટેલે જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.