Not Set/ #Ahmedabad/ રેશનિંગની દુકાનમાં આજથી શરૂ થતું અનાજનું વિતરણ મોકૂફ, શહેરમાં ગરીબોની સ્થિતિ બનશે કફોડી

રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે, ખાસ કરીને અમદાવાદમાં કોરોનાનાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે. જેને ધ્યાનમાં લેતા મનપા દ્વારા આજથી અમદાવાદમાં દૂધ અને દવા સિવાયની તમામ દુકાનોને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જેના કારણે અમદાવાદીઓ માટે પડ્યા પર પાટુ મારવુ જેવી પરિસ્થિતિ સર્જાઇ છે. જણાવી દઇએ કે, આજે શહેરમાં રેશનિંગની દુકાનમાંથી વિન […]

Ahmedabad Gujarat
7e2bf1cb57d0c7ac2681c80c04e2949c #Ahmedabad/ રેશનિંગની દુકાનમાં આજથી શરૂ થતું અનાજનું વિતરણ મોકૂફ, શહેરમાં ગરીબોની સ્થિતિ બનશે કફોડી
7e2bf1cb57d0c7ac2681c80c04e2949c #Ahmedabad/ રેશનિંગની દુકાનમાં આજથી શરૂ થતું અનાજનું વિતરણ મોકૂફ, શહેરમાં ગરીબોની સ્થિતિ બનશે કફોડી

રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે, ખાસ કરીને અમદાવાદમાં કોરોનાનાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે. જેને ધ્યાનમાં લેતા મનપા દ્વારા આજથી અમદાવાદમાં દૂધ અને દવા સિવાયની તમામ દુકાનોને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જેના કારણે અમદાવાદીઓ માટે પડ્યા પર પાટુ મારવુ જેવી પરિસ્થિતિ સર્જાઇ છે. જણાવી દઇએ કે, આજે શહેરમાં રેશનિંગની દુકાનમાંથી વિન મૂલ્યે અનાજનું વિતરણ કરવાનુ હતુ જે હવે મોકૂફ રાખવામાં આવ્યુ છે.

અમદાવાદ શહેરની કુલ 750 જેટલી રેશનિંગની દુકાનમાં આજથી અનાજનું વિતરણ શરૂ થવાનુ હતુ જે હવે મોકૂફ રાખવામાં આવ્યુ છે. જણાવી દઇએ કે, આજથી રાજ્યનાં 7,11,504 જેટલા એપીએલ-1 કાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ મળવાનુ હતુ. આ નિર્ણય બુધવારે અમદાવાદમાં 15 મે સુધી દવા અને દૂધ સિવાયની તમામ દુકાનો બંધ રાખવાનાં નિર્ણય બાદ લેવામાં આવ્યો હતો. આ અનાજ વિતરણની અમદાવાદ શહેર માટેની નવી તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે રાજ્યના અન્ય સ્થળોએ આજથી આગાઉ જાહેર થયા મુજબની વ્યવસ્થા અનુસાર અનાજ વિતરણ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.