Not Set/ અમદાવાદ બન્યુ ગુનેગારોનું ગઢ, પૂર્વ વિસ્તારમાં વેપારીને ચપ્પાનાં 9 ઘા મારી કરાઇ હત્યા

અમદાવાદ શહેરનાં પૂર્વ વિસ્તારમાં હત્યાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. હજુ વટવામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો જ છે ત્યાં અમરાઈવાડી વિસ્તારમાં અંગત અદાવતમા 40 વર્ષીય વેપારીની હત્યા કરવામાં આવી છે. 

Ahmedabad Gujarat
11 187 અમદાવાદ બન્યુ ગુનેગારોનું ગઢ, પૂર્વ વિસ્તારમાં વેપારીને ચપ્પાનાં 9 ઘા મારી કરાઇ હત્યા
  • હત્યાનો ખૂની ખેલ
  • પૂર્વ અમદાવાદમાં વધુ એક હત્યા
  • ત્રણ શખ્સોએ ભેગા મળીને આપ્યો અંજામ
  • ચપ્પુનાં 9 ઘા મારી નિપજાવી હત્યા

અમદાવાદ શહેરનાં પૂર્વ વિસ્તારમાં હત્યાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. હજુ વટવામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો જ છે ત્યાં અમરાઈવાડી વિસ્તારમાં અંગત અદાવતમા 40 વર્ષીય વેપારીની હત્યા કરવામાં આવી છે.

અમદાવાદ

આ પણ વાંચો – અમદાવાદ /  બાપુનગરમાં 12.92 લાખ તફડાવી બાઇક સવાર થયા ફરાર, CCTV માં લૂંટની ઘટના Capture

શહેરમાં જાણે કે ગુનેગારો બેફામ બન્યા હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે. તેમાં પણ પૂર્વ વિસ્તારમાં જાણે ગુનેગારો માટે હોટસ્પોટ બન્યું છે. શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આવેલ સંતોષીનગરની ચાલીમાં શનિવારે સાંજના સમયે હત્યાનો બનાવ બન્યો હતો. અંગત અદાવત 3 શખ્સોએ છરીના એક પછી એક 9 ઘા મારી કરિયાણાના વેપારીની હત્યા કરી ફરાર થયા હતા.પોલીસે આરોપીઓને શોધવા માટે CCTV તપાસવાની તજવીજ હાથ ધરી છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો અમરાઈવાડીમા રાજ્ય બીબીની ચાલીમાં રહેતા અવધેશ સહાની વર્ષોથી સતોષીનગરમાં કરીયાણાની દુકાન ચાલાવે છે. પણ શનિવારની સાંજ આ દુકાનમાં તેઓની છેલ્લી સાંજ બની.આરોપી ભાવેશ ઉર્ફે રાજા તેના 3 સાગરીતો સાથે અવધેશ સહાનીની દુકાને આવ્યા અને સિગારેટ માગીને ઝગડો કરી અચાનક એક પછી એક છરીના ઘા મારી હત્યા કરી ફરાર થયા હતા. આ હત્યા અંગત અદાવતમાં થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ભરચક વિસ્તારમાં બનેલ આ ઘટનાએ પોલીસની કામગીરી અને પેટ્રોલિંગ પણ સવાલ ઉઠાવ્યા છે.

અમદાવાદ

આ પણ વાંચો – રણબંકો / રણનો રણકાર, રબારી સમાજનું ગૌરવ અને ભારતને બે યુદ્ધમાં જીત અપાવનાર બેતાજ બાદશાહ એટલે રણછોડ પગી

પોલીસ પેટ્રોલિંગની વાતો વચ્ચે ગુનેગારોને પોલીસનો કોઈ ડર નથી રહ્યો. અને તેનાજ કારણે હત્યા કરતા પણ અચકાતા નથી. ત્યારે ગુનેગારોમા પોલીસનો ભય ઉભો થાય તે જરૂરી છે. આ ઘટનામાં પોલીસે ફરાર શખ્સોની શોધખોળ કરી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે જોવું રહ્યું હત્યારાઓ પોલીસના હાથે ક્યારે લાગે છે.